Tehran, તા.૩૧
મધ્ય પૂર્વમાં વધતા ભૌગોલિક તણાવ વચ્ચે Hormuzની સામુદ્રધુનીમાં ૨૯ અને ૩૦ ઓક્ટોબરના રોજ બે ઓઈલ ટેન્કરોને નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા છે. આબંને ટેન્કરો પર કુલ ૨૯ ભારતીય નાવિકો સવાર હતા. ઘટના અંગે માહિતી આપતા બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે શુક્રવારે જણાવ્યું હતું કે તમામ ૨૯ ભારતીય નાવિકો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમને કોઈ ઈજા પહોંચી નથી. ભારત સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને ક્રૂની સુરક્ષા સુનિશ્ચિત કરવા જહાજ વ્યવસ્થાપન કંપનીઓના સંપર્કમાં છે.
બંદર અને જહાજ મંત્રી સોનોવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર વિગતો આપતાં જણાવ્યું હતું કે, ૨૯ ઓક્ટોબરના રોજ લાઈબેરિયાના ધ્વજ હેઠળના સુપરટેન્કર ‘સ્ અર્ઝાના’ પર હુમલો થયો હતો, જેમાં બે ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા. ત્યારબાદ ૩૦ ઓક્ટોબરે પનામાના ધ્વજ હેઠળના ક્રૂડ ઓઈલ ટેન્કર ‘સ્ લુઈસ ૧’ ને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેના પર ૨૭ ભારતીય નાવિકો સવાર હતા.સમુદ્રી સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘સ્ લુઈસ ૧’ ના બાહ્ય માળખા સાથે બે ‘લિમ્પેટ માઈન્સ’ જોડીને ધમાકો કરવામાં આવ્યો હતો. આવિસ્ફોટને કારણે જહાજના એન્જિન રૃમમાં આગ લાગી હતી અને પ્રોપલ્શન કામચલાઉ ધોરણે ઠપ થઈ ગયું હતું. જોકે, ક્રૂ સભ્યોની ત્વરિત કામગીરીથી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો અને જહાજ તેના ગંતવ્ય તરફ આગળ વધી ગયું હતું. ફેબ્રુઆરીમાં અમેરિકા-ઈરાન તણાવ શરૃ થયા પછી આ વિસ્તારમાં વિસ્ફોટકોથી થયેલો આ પ્રથમ સફળ હુમલો છે.

