ક્રેડિટ સોસાયટીને ડબલ રકમનું વળતર ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજા
Rajkot,તા.05
ક્રેડિટ કો- ઓપરેટિવ સોસાયટીમાંથી લીધેલી લોન ભરપાઈ કરવા આપેલો રૂપિયા 4.78 લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે મહિલા સભાસદને છ માસની અને ચેકની રકમ કરતા ડબલ રકમ વળતર પેટે ક્રેડિટ સોસાયટીના ચૂકવવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, શહેરના જામનગર રોડ ઉપર આવેલ તોપખાના વિસ્તારના રહેવાસી કંચનબેન ઉકાભાઈ વાળોદરાએ વિશાખા ક્રેડિટ કો-ઓ. સોસાયટી લી.માંથી રૂ.૫ લાખની લોન મેળવેલ. બાદમાં લોનની રકમ ભરપાઈ કરવા અંગે રૂા.૪.૭૮ લાખનો ચેક આપ્યો હતો. તે ચેક લખનારના ખાતામાં અપુરતા નાણાને કારણે પરત ફરેલ. આથી ક્રેડિટ સોસાયટી વતી લીગલ નોટિસ આપવા છતાં કંચનબેન વાળોદરાએ રકમ ચુકવેલ નહિં. તેથી
ફોજદારી ફરીયાદ દાખલ કરેલ. આ કેસ ચાલવા ઉપર આવતા ક્રેડિટ સોસાયટી તરફથી રજુ કરવામાં આવેલ દસ્તાવેજી પુરાવા તથા ફરીયાદીના એડવોકેટ નિલેશ પટેલની દલીલો તથા રજુ કરવામાં આવેલ સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના કા લઈ કોર્ટે કંચનબેન વાળોદરા સામેનો કેસ સાબિત માની છ માસની સજા અને ફરીયાદીને રુ. ૯.૫૬ લાખનું વળતર બે માસમાં ચુકવવા અને જો વળતરની રકમ ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ ત્રણ માસની સજાનો હુકમ ફમાવેલ છે.

