Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Maharashtra and Jharkhand વિધાનસભા ચૂંટણીની જાહેરાત, મહારાષ્ટ્રમાં ૨૦ નવેમ્બરે એક જ તબક્કામાં થશે
    રાષ્ટ્રીય

    Maharashtra and Jharkhand વિધાનસભા ચૂંટણીની જાહેરાત, મહારાષ્ટ્રમાં ૨૦ નવેમ્બરે એક જ તબક્કામાં થશે

    Vikram RavalBy Vikram RavalOctober 15, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે, જેમાં ૧૩ અને ૨૦ નવેમ્બરે મતદાન થશે.

    New Delhi,તા.૧૫

    ચૂંટણી પંચે મંગળવારે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં કુલ ૨૮૮ વિધાનસભા સીટો માટે એક જ તબક્કામાં ચૂંટણી કરાવવામાં આવશે. ચૂંટણી પંચે માહિતી આપી છે કે મહારાષ્ટ્રમાં ૨૦ નવેમ્બરે મતદાન થશે. તે જ સમયે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો ૨૩ નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.જયારે ઝારખંડમાં બે તબક્કામાં મતદાન થશે જેમાં ૧૩ અને ૨૦ નવેમ્બરે મતદાન થશે.

    ચૂંટણી પંચે કહ્યું કે મહારાષ્ટ્રમાં ૩૬ જિલ્લામાં કુલ ૨૮૮ વિધાનસભા બેઠકો છે. જેમાંથી એસટી બેઠકો ૨૫ અને એસસી બેઠકો ૨૯ છે. મહારાષ્ટ્રમાં કુલ ૯.૬૩ કરોડ મતદારો છે. જેમાં મહિલા મતદારો ૪.૬૬ કરોડ અને પુરૂષ મતદારો ૪.૯૭ કરોડ છે. રાજ્યમાં કુલ ૧ લાખ ૧૮૬ મતદાન મથકો છે. ચૂંટણી પંચે કહ્યું છે કે ૮૫ વર્ષથી વધુ ઉંમરના મતદારો ઘરે બેઠા જ પોતાનો મત આપી શકશે.

    મહારાષ્ટ્રની ચુંટણી માટે જાહેરનામું બહાર પાડવાની તારીખ- ૨૨.૧૦.૨૦૨૪ (મંગળવાર) બહાર પડશે,નામાંકન માટેની છેલ્લી તારીખ- ૨૯.૧૦.૨૦૨૪ (મંગળવાર),નામાંકનની ચકાસણીની તારીખ- ૩૦.૧૦.૨૦૨૪ (બુધવાર),ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ- ૦૪.૧૧.૨૦૨૪ (સોમવાર),મતદાન તારીખ- ૨૦.૧૧.૨૦૨૪ (બુધવાર),મતગણતરી તારીખ – ૨૩.૧૧.૨૦૨૪ (શનિવાર)

    એ યાદ રહે કે  થોડા દિવસ પહેલા જ ચૂંટણી પંચની ટીમ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓનો હિસાબ લેવા ગઈ હતી અને અધિકારીઓ સાથે બેઠક પણ યોજાઈ હતી. બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી ૨૬ નવેમ્બર સુધીમાં યોજાશે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ પણ નવેમ્બરમાં જ સમાપ્ત થઈ રહ્યો છે.

    મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે ૮૧ વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં ૧૩ નવેમ્બરે અને બીજા તબક્કામાં ૨૦ નવેમ્બરે મતદાન થશે. જ્યારે ૨૩મી નવેમ્બરે મતગણતરી થશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ઝારખંડમાં પ્રથમ તબક્કા માટે ૧૮ ઓક્ટોબરે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. જ્યારે નામાંકન ૨૫ ઓક્ટોબરથી શરૂ થશે. ઉમેદવારી પત્રોની ચકાસણી ૨૮ ઓક્ટોબરે થશે. ૩૦ ઓક્ટોબરે નામાંકન પરત ખેંચવામાં આવશે. જ્યારે ૧૩ નવેમ્બરે મતદાન થશે.

    બીજા તબક્કાની ચૂંટણી માટે ૨૨ ઓક્ટોબરે જાહેરનામું બહાર પાડવામાં આવશે. નામાંકન ૨૯ ઓક્ટોબરથી શરૂ થશે. ઉમેદવારી પત્રોની ચકાસણી ૩૦ ઓક્ટોબરે થશે. જ્યારે ૧ નવેમ્બરે નામાંકન પરત ખેંચવામાં આવશે. બીજા તબક્કાનું મતદાન ૨૦ નવેમ્બરે થશે. પરિણામ ૨૩ નવેમ્બરે આવશે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ઝારખંડમાં કુલ મતદારો ૨.૦૬ કરોડ છે. જેમાં પુરૂષ મતદારો ૧.૩૧ કરોડ અને મહિલા મતદારો ૧.૨૯ કરોડ છે. આ સિવાય ઝારખંડમાં કુલ યુવા મતદારો ૬૬.૮૪ લાખ છે. જ્યારે પ્રથમ વખતના મતદારો ૧૧.૮૪ લાખ અને વિકલાંગ મતદારો ૩.૬૭ લાખ છે. વળી, અહીં ૪૪૮ ત્રીજા લિંગના મતદારો છે. આ સાથે ૧૦૦ વર્ષથી ઉપરના મતદારો ૧૭૦૬ અને ૮૫ વર્ષથી ઉપરના મતદારો ૧.૧૪ લાખ છે.

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ઝારખંડમાં કુલ ૨૯૫૬૨ મતદાન મથકો હશે. ૨૦૨૨૧ સ્થળો પર મતદાન મથકો છે. જેમાં ૫૦૪૨ મતદાન કેન્દ્રો શહેરી વિસ્તારોમાં અને ૨૪૫૨૦ મતદાન કેન્દ્રો ગ્રામીણ વિસ્તારોમાં હશે. પંચના જણાવ્યા અનુસાર, દરેક મતદાન મથક પર સરેરાશ ૮૮૧ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું કે ઝારખંડમાં કુલ ૮૧ વિધાનસભા બેઠકોમાંથી ૪૪ સામાન્ય બેઠકો, ૨૮ એસટી બેઠકો અને નવ એસસી બેઠકો છે.

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે ઝારખંડમાં ગત વખતે પાંચ તબક્કામાં મતદાન થયું હતું. આ વખતે તે બે તબક્કામાં કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે હાલમાં ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને આરજેડી ગઠબંધનની સરકાર છે. ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચાને ૩૦, ભાજપને ૨૫ અને કોંગ્રેસને ૧૬ બેઠકો મળી હતી. આ સિવાય જેવીએમને ત્રણ,એજેએસયુપીને બે અને અન્યને પાંચ બેઠકો મળી હતી. હાલ હેમંત સોરેન ઝારખંડના મુખ્યમંત્રી છે.

    Maharashtra and Jharkhand
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025
    રાષ્ટ્રીય

    દિલ્હીમાં Corona નો કહેરઃ ૫ મહિનાના નવજાત શિશુનું મોત, ૮૭ વર્ષના વૃદ્ધનું પણ મોત

    June 5, 2025
    મુખ્ય સમાચાર

    Ayodhya: રામ મંદિરમાં ભવ્ય રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા, મુખ્યમંત્રી યોગીએ મૂર્તિઓનો અભિષેક કર્યો

    June 5, 2025
    લેખ

    અસલી સિંદૂર ફેક્ટરીમાં નથી બનતું, પણ છોડ પર ઊગે છે

    June 5, 2025
    રાષ્ટ્રીય

    ચોમાસું છેતરી જશે? જુલાઈ સુધી સક્રિય નહિં થવાની આગાહી

    June 5, 2025
    રાષ્ટ્રીય

    World’s highest railway bridge નું PMના હસ્તે કાલે ઉદ્ઘાટન

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.