Dahodતા.૬
ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર આવ્યા છે. સ્થાનિક ચૂંટણી પહેલા જ ભરશિયાળે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જનારા મહેશ વસાવાએ ગયા વર્ષે તેમની વાતોને યોગ્ય પ્લેટફોર્મ મળતું ન હોવાનું કહીને ભાજપ પણ છોડી દીધુ હતુ. મહેશ વસાવા હવે કોંગ્રેસમાં જોડાશે. તેઓ કોંગ્રેસના જનાક્રોશ યાત્રા દરમ્યાન પક્ષમાં જોડાશે.
દાહોદના કંભોઈ ગામમાં કોંગ્રેસની જનાક્રોશ યાત્રાનો સમાપન કાર્યક્રમ છે. આ જનસભામાં મહેશ વસાવા કોંગ્રેસનો ખેસ પહેરી શકે છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તેમનો વિધિવત કોંગ્રેસ પ્રવેશ કરાવી શકે છે. કોંગ્રેસમાં આમ પણ આદિવાસી નેતાઓનો દુકાળ પડ્યો છે ત્યારે મહેશ વસાવા કોંગ્રેસની થિયરીમાં બરોબર ફિટ બેસતા નેતા છે. કોંગ્રેસને આમ પણ આદિવાસી નેતાની કમી વર્તાઈ રહી છે. આમ ડેડિયાપાડાના ભૂતપૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ હવે પોતાના માટે નવું ઘર શોધી લીધી હોવાનું કહેવાય છે.
મહેશ વસાવાએ પિતા છોટુભાઇ વસાવા સામે બળવો કર્યો હતો. ત્યાર બાદ મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા. થોડા સમય અગાઉ મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડી રાજીનામુ આપ્યુ હતું. આજે તેઓ કંબોઇ ખાતે કોંગ્રેસમાં જોડાશે. તેના પછી તે ૨૦૧૨ અને ૨૦૧૭માં ડેડિયાપાડામાં બીટીપીના ધારાસભ્ય બન્યા. આદિવાસીઓ મુદ્દાઓ પર તેમની મજબૂત પક્કડ છે. તેમણે ૨૦૧૭માં જેડી(યુ)થી અલગ થઈને પિતા છોટુભાઈ વસાવા સાથે મળીને ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી) બનાવી. તે આદિવાસી અધિકારો અને અલગ આદિવાસી રાજ્યની માંગ કરે છે. ૨૦૨૨માં તેમણે ઝઘડિયા બેઠક પર બીટીપીમાંથી ઉમેદવારી કરી, પરંતુ પિતા સાથે મતભેદના કારણે પાછી ખેંચી. ૨૦૨૪માં તે પિતા સાથે મતભેદના કારણે લોકસભા ચૂંટણી પૂર્વે બીટીપી છોડી ભાજપમાં જોડાયા. એપ્રિલ ૨૦૨૫માં આરએસએસની વિચારધારા અને બંધારણનું પાલન ન થતું હોવાનું કહીને ભાજપમાંથી રાજીનામુ આપ્યું હતું.

