એપ ડાઉનલોડ કરાવી રોકાણના નામે ખાતામાં પૈસા જમા કરાવી છેતરપિંડી આચરનારને સુરતથી ઉપાડી લેતી રાજકોટ સાયબર ક્રાઇમ
Rajkot,તા.09
શેર બજારમાં રોકાણનાં નામે સાયબર ફ્રોડ આચરનાર વધુ એક ભેજાબાજને સાયબર ક્રાઇમની ટીમે સુરતથી ઝડપી લીધો છે. રૂ. 11.47 લાખનું રોકાણ કરાવી નાણાં ચાઉં કરી જનાર જામનગરનાં જય ત્રિવેદીની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. શહેર સાયબર ક્રાઇમ ટીમે લાખો રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી કરી બે મહિનાથી ફરાર જય ધીરેન્દ્ર ત્રિવેદને સુરતથી ઝડપી લીધો હતો.
જય ધીરેન્દ્રકુમાર ત્રિવેદી (રહે. આશાદીપ ટાવર, જામનગર) વાળો શેર માર્કેટના નામે ફેક એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રોકાણના નામે રૂ. ૧૧,૪૭,૦૦૦ની રકમની છેતરપિંડી કરી ભાગી ગયો હતો. શહેર સાયબર ક્રાઇમ ટીમએ જયકુમાર ધીરેન્દ્ર ત્રિવેદીનું પગેરુ શોધી સુરતમાંથી શોધી પકડી લીધો હતો.