Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Manoharlal Khattarભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાનું સ્થાન લઈ શકે છે,સંજય જોશી પણ સંગઠનમાં પરત ફરે એવી ચર્ચા
    રાષ્ટ્રીય

    Manoharlal Khattarભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાનું સ્થાન લઈ શકે છે,સંજય જોશી પણ સંગઠનમાં પરત ફરે એવી ચર્ચા

    Vikram RavalBy Vikram RavalOctober 19, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.૧૯

    મનોહરલાલ ખટ્ટર ભાજપના નવા અધ્યક્ષ બની શકે છે, જાન્યુઆરીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નડ્ડાનું સ્થાન લઈ શકે છે. તે સિવાય સંજય જોશી પણ સંગઠનના રાષ્ટ્રીય માળખામાં પરત ફરે એવી ચર્ચા થઈ રહી છે.મનોહરલાલ ખટ્ટર ભારતીય જનતા પાર્ટીના સભ્ય અને આરએસએસના ભૂતપૂર્વ પ્રચારક છે. તેમણે હરિયાણા વિધાનસભામાં કરનાલ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૨૦૧૪ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ ૨૬ ઓક્ટોબર ૨૦૧૪ના રોજ મનોહરલાલ ખટ્ટરે પ્રથમ વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ૨૦૧૯ની હરિયાણા વિધાનસભા ચૂંટણી પછી ભાજપે જનનાયક જનતા પાર્ટી સાથે ગઠબંધન કર્યું અને ખટ્ટરે બીજી વખત ૨૭ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

    રાજ્યોમાં અધ્યક્ષ પછી રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે અડધાથી વધુ રાજ્યોમાં અધ્યક્ષની ચૂંટણી બાદ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી યોજાશે. નોંધનીય છે કે મંગળવારે ભાજપના સભ્યપદ અભિયાનના બે તબક્કા પૂર્ણ થયા છે અને હવે સક્રિય સભ્યો બનાવવાનો ત્રીજો તબક્કો બુધવારથી શરૂ થવા જઈ રહ્યો છે, જે ૩૧ ઓક્ટોબર સુધી ચાલશે.બૂથ સમિતિઓની રચના ક્યારે થશે? સદસ્યતા અભિયાન પૂર્ણ થયા બાદ બૂથ સમિતિઓની રચના કરવામાં આવશે. આ પછી જિલ્લા પ્રમુખો અને પછી પ્રદેશ પ્રમુખોની ચૂંટણી થશે. ભાજપના બંધારણ મુજબ પ્રદેશ પ્રમુખો રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પસંદગી કરશે, જે રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરશે. આ પ્રક્રિયા પૂર્ણ થતાં બે-ત્રણ મહિનાનો સમય લાગી શકે છે.

    જાન્યુઆરીમાં ચૂંટણી થઈ શકે છે એવું માનવામાં આવે છે કે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી જાન્યુઆરીમાં થશે. જમ્મુ અને કાશ્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવાં ચાર રાજ્યોની ચૂંટણીમાં સભ્યપદ અભિયાન પછીથી શરૂ થશે, જેના કારણે અહીં સંગઠનાત્મક ચૂંટણી પણ મોડી શરૂ થશે. આ ચાર રાજ્યને બાદ કરતાં ભાજપે ૧૦ કરોડ સભ્યો બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું અને ૨૫ સપ્ટેમ્બર સુધી પ્રથમ તબક્કામાં છ કરોડ સભ્યો બનાવવામાં સફળ રહી હતી.ખટ્ટરનો જન્મ ૫ મે ૧૯૫૪ના રોજ હરિયાણાના રોહતક જિલ્લાના મેહમ તાલુકાના નિંદાના ગામમાં પંજાબી હિન્દુ પરિવારમાં થયો હતો. ૧૯૪૭માં ભારતના ભાગલા પછી તેમના પિતા હરબંસ લાલ ખટ્ટર પશ્ચિમ પંજાબના ઝાંગ જિલ્લામાંથી આવ્યા અને અહીં સ્થાયી થયા હતા. ખટ્ટરે મેટ્રિક સુધીનો અભ્યાસ રોહતકની પંડિત નેકી રામ શર્મા સરકારી કોલેજમાંથી કર્યો હતો. આ પછી તેઓ દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી પૂર્ણ કરતી વખતે સદર બજાર પાસે એક દુકાન ચલાવતા હતા.

    આ સમય દરમિયાન ખટ્ટર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા અને ત્રણ વર્ષ પછી પૂર્ણ-સમયના પ્રચારક બન્યા. પ્રચારક તરીકે તેઓ આજીવન અવિવાહિત છે. ૧૯૯૪માં ભાજપમાં જોડાતાં પહેલાં તેમણે ૧૪ વર્ષ સુધી ફુલટાઈમ પ્રચારક તરીકે કામ કર્યું હતું.૨૦૦૦-૨૦૧૪ દરમિયાન ખટ્ટર હરિયાણામાં ભાજપના સંગઠન મહાસચિવ હતા. તેઓ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી માટે ભાજપની હરિયાણા ચૂંટણીપ્રચાર સમિતિના અધ્યક્ષ હતા. આ પછી તેઓ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના સભ્ય બન્યા. ૨૦૧૪ની હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ખટ્ટરે ભાજપની ટિકિટ પર કરનાલ મતવિસ્તારમાંથી ચૂંટણીમાં ભારે માર્જિનથી જીત મેળવી હતી. હરિયાણામાં ભાજપને પહેલીવાર બહુમતી મળી અને ખટ્ટર હરિયાણાના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી બન્યા. ૨૦૧૯ની હરિયાણા વિધાનસભા ચૂંટણી પછી ખટ્ટરે દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી સાથે ગઠબંધન કરીને બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

    મોદી ખટ્ટરને કેન્દ્રમાં લાવવા આતુર હરિયાણાની વિધાનસભા ચૂંટણી પહેલાં અચાનક જ મનોહર લાલ ખટ્ટરની જગ્યાએ નાયબ સૈનીને હરિયાણાના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. મનોહર લાલ ખટ્ટરને હટાવવા પાછળ ત્રણ કારણો હોવાનું ચર્ચાતું હતું. જેમાં એન્ટી ઇન્કમબન્સી, જાટોની નારાજગી અને મોદી તેમને કેન્દ્રમાં લઈ જવા આતુર હોવાનું માનવામાં આવતું હતું. મનોહરલાલ ખટ્ટરની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની નિકટતા પણ આ બદલાવનું મુખ્ય કારણ હતું. હવે કેન્દ્રીય નેતૃત્વ મનોહર લાલને કેન્દ્રમાં મોટી જવાબદારી આપવાનું વિચારી રહ્યું છે.મોદીને બાઇક પર બેસાડીને ફરતા હતા ખટ્ટર ૧૯૯૬માં નરેન્દ્ર મોદીને હરિયાણાના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની મુલાકાત ખટ્ટર સાથે થઇ હતી. ૧૧ માર્ચ, ૨૦૨૪એ મોદીએ એક સભામાં કહ્યું હતું કે જ્યારે તેઓ હરિયાણાના પ્રભારી હતા, ત્યારે તેઓ મનોહરલાલ ખટ્ટરની બાઇક પાછળ બેસીને ફરતા હતા. ૨૦૦૨માં મનોહરને જમ્મુ-કાશ્મીરના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. એ વર્ષે ગુજરાતમાં પણ ચૂંટણી થવાની હતી. ત્યાં સુધીમાં નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ બની ગયા હતા. તેમણે કચ્છ જિલ્લામાં ચૂંટણી મેનેજમેન્ટ માટે મનોહરને બોલાવ્યા હતા. હકીકતમાં, ૨૦૦૧ના ભૂકંપ પછી કરવામાં આવેલા રાહત કાર્યોને કારણે વિસ્તારના લોકોમાં અસંતોષ અને ગુસ્સો હતો, પરંતુ મનોહરના ચૂંટણી મેનેજમેન્ટના કારણે ભાજપે ૬માંથી ૩ બેઠકો જીતી લીધી હતી. આ જીત પર મોદીએ કહ્યું હતું કે આ સીટો અમારા માટે બોનસ છે. ૨૦૦૪માં મનોહરને દિલ્હી અને રાજસ્થાન સહિત લગભગ ૧૨ રાજ્યોના પ્રભારી બનાવવામાં આવ્યા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025
    રાષ્ટ્રીય

    દિલ્હીમાં Corona નો કહેરઃ ૫ મહિનાના નવજાત શિશુનું મોત, ૮૭ વર્ષના વૃદ્ધનું પણ મોત

    June 5, 2025
    મુખ્ય સમાચાર

    Ayodhya: રામ મંદિરમાં ભવ્ય રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા, મુખ્યમંત્રી યોગીએ મૂર્તિઓનો અભિષેક કર્યો

    June 5, 2025
    લેખ

    અસલી સિંદૂર ફેક્ટરીમાં નથી બનતું, પણ છોડ પર ઊગે છે

    June 5, 2025
    રાષ્ટ્રીય

    ચોમાસું છેતરી જશે? જુલાઈ સુધી સક્રિય નહિં થવાની આગાહી

    June 5, 2025
    રાષ્ટ્રીય

    World’s highest railway bridge નું PMના હસ્તે કાલે ઉદ્ઘાટન

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.