Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘Vaazha 2’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, મોહનલાલનો તોડ્યો રેકોર્ડ

    April 22, 2026

    Sunny Deol and Emraan Hashmi બોક્સ ઓફિસ પર ટકરાશે

    April 22, 2026

    Sooraj Barjatya યે પ્રેમ મોલ લિયા નેવે.માં સલામત તારીખે રીલિઝ કરશેે

    April 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘Vaazha 2’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, મોહનલાલનો તોડ્યો રેકોર્ડ
    • Sunny Deol and Emraan Hashmi બોક્સ ઓફિસ પર ટકરાશે
    • Sooraj Barjatya યે પ્રેમ મોલ લિયા નેવે.માં સલામત તારીખે રીલિઝ કરશેે
    • Sanjay Leela Bhansali ની નવી ફિલ્મ રામચરણ સાથે હશે
    • Priyadarshan હવે નવી ફિલ્મ અક્ષયને બદલે પંકજ ત્રિપાઠી સાથે બનાવશે
    • ટ્રેલર લોન્ચમાં સ્ટેજ પર જ રડી પડ્યા Riteish and Genelia! 10 વર્ષે સાકાર થયું આ સપનું
    • Jamnagar: સરકારી જમીન પચાવી પાડવા મામલે 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયા
    • Jamnagar: ખોડિયાર કોલોની વિસ્તારમાં ધોળે દહાડે ઘરફોડ ચોરીની ઘટના,ફ્લેટમાંથી 80 હજારની રોકડા તસ્કરો ઉઠાવી ગયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX વિક્લીમાર્કેટરિપોર્ટ 
    વ્યાપાર

    MCX વિક્લીમાર્કેટરિપોર્ટ 

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 7, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એમસીએક્સ પર ચાંદીના વાયદાના ભાવમાં રૂ.2,620નો સાપ્તાહિક ધોરણે ઉછાળોઃ સોનાના વાયદાઓમાં મિશ્ર વલણ

    ક્રૂડ તેલનો વાયદો રૂ.39 નરમઃ કોટન-ખાંડીમાં રૂ.150નો ઘટાડોઃ કપાસિયા વોશ તેલ, મેન્થા તેલમાં એકંદરે સુધારોઃ નેચરલ ગેસ ઢીલુઃ બિનલોહ ધાતુઓમાં સાર્વત્રિક વૃદ્ધિઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.1,27,063 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 914801.47 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.14 કરોડનાં કામકાજ

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 29 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 107,98,798 સોદાઓમાં કુલ રૂ.10,41,878.24 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,27,063.21 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 914801.47 કરોડનો હતો.

    કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,11,238 સોદાઓમાં રૂ.75,214.28 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.76,334ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.76,904 અને નીચામાં રૂ.75,534 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.476 વધી રૂ.76,200ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.47 ઘટી રૂ.61,616 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.9 ઘટી રૂ.7,663ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.592 વધી રૂ.76,353ના સ્તરે પહોંચ્યો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.88,699ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.92,139 અને નીચામાં રૂ.87,800 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,620 વધી રૂ.90,622 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2,233 વધી રૂ.92,425 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2,208 વધી રૂ.92,419 બંધ થયો હતો.

    બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,02,404 સોદાઓમાં રૂ.13,573. કરોડના વેપાર થયા હતા. તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.812.00ના ભાવે ખૂલી, રૂ.12.80 વધી રૂ.820.20 જ્યારે એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.45 વધી રૂ.246.10 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.15 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.6.15 વધી રૂ.289ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.4.05 વધી રૂ.246.20 સીસુ-મિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.60 વધી રૂ.182.80 જસત-મિની ડિસેમ્બર વાયદો રૂ.6 વધી રૂ.288.70 બંધ થયો હતો.

    એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 8,33,211 સોદાઓમાં રૂ.38,258.63 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,854ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,984 અને નીચામાં રૂ.5,757 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.39 ઘટી રૂ.5,805 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.41 ઘટી રૂ.5,807 બંધ થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.280ના ભાવે ખૂલી, રૂ.18 ઘટી રૂ.260.30 અને નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો 17.9 ઘટી 260.4 બંધ થયો હતો.

    કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.17.30 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.56,010ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.56,010 અને નીચામાં રૂ.55,150 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.150 ઘટી રૂ.55,630ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.40 વધી રૂ.929.50 બોલાયો હતો. કપાસિયા વોશ તેલનો ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 કિલોદીઠ રૂ.1,266.50 ખૂલી, સપ્તાહના અંતે રૂ.23.60 સુધરી રૂ.1,243.60ના સ્તરે બંધ થયો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.35,829.95 કરોડનાં 46,680.808 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.39,384.33 કરોડનાં 4,287.645 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.11,747.06 કરોડનાં 2,00,60,560 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.26,511.57 કરોડનાં 99,20,15,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,558.03 કરોડનાં 63,864 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.311.95 કરોડનાં 17,125 ટન તાંબાના વાયદાઓમાં રૂ.8,033.93 કરોડનાં 98,388 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.3,669.09 કરોડનાં 1,28,154 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.3.86 કરોડનાં 2,784 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.12.88 કરોડનાં 138.96 ટનનાં કામકાજ થયાં હતાં.

    ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,906.714 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,110.656 ટન, તાંબાના વાયદાઓમાં 21,920.000 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 24,174 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,759 ટન તથા જસત અને જસત-મિનીમાં 22,511 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 14,62,560 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 3,55,79,000 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 13,824 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 236.88 ટનના સ્તરે રહ્યો હતો.

    ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.13.56 કરોડનાં 144 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 41 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 18,844 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 18,951 અને નીચામાં 18,660 બોલાઈ, 291 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 167 પોઈન્ટ વધી 18,859 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

    ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 914801.47 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 85550.41 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 10787.13 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 736096.37 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 71777.53 કરોડનાં કામકાજ થયાં હતાં.

    MCX Weekly Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    વેલ્યુ બાયિંગ અને શોર્ટ કવરિંગથી માર્કેટમાં સેન્ટિમેન્ટ તેજી તરફી…!!

    April 21, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 21, 2026
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

    April 20, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Adani Windએ Mundraમાં દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026
    વ્યાપાર

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ‘Vaazha 2’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, મોહનલાલનો તોડ્યો રેકોર્ડ

    April 22, 2026

    Sunny Deol and Emraan Hashmi બોક્સ ઓફિસ પર ટકરાશે

    April 22, 2026

    Sooraj Barjatya યે પ્રેમ મોલ લિયા નેવે.માં સલામત તારીખે રીલિઝ કરશેે

    April 22, 2026

    Sanjay Leela Bhansali ની નવી ફિલ્મ રામચરણ સાથે હશે

    April 22, 2026

    Priyadarshan હવે નવી ફિલ્મ અક્ષયને બદલે પંકજ ત્રિપાઠી સાથે બનાવશે

    April 22, 2026

    ટ્રેલર લોન્ચમાં સ્ટેજ પર જ રડી પડ્યા Riteish and Genelia! 10 વર્ષે સાકાર થયું આ સપનું

    April 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘Vaazha 2’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, મોહનલાલનો તોડ્યો રેકોર્ડ

    April 22, 2026

    Sunny Deol and Emraan Hashmi બોક્સ ઓફિસ પર ટકરાશે

    April 22, 2026

    Sooraj Barjatya યે પ્રેમ મોલ લિયા નેવે.માં સલામત તારીખે રીલિઝ કરશેે

    April 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.