અભિનેત્રી Mona Singh પોતાની કારકિર્દી અંગે વાત કરી
Mumbai, તા.૧૮
અભિનેત્રી Mona Singh પોતાની કારકિર્દી અંગે વાત કરતાં જણાવ્યું છે કે લોકપ્રિય ટીવી પાત્ર ‘જસ્સી’ની ઇમેજમાંથી બહાર આવવા માટે તેને મળેલા મોટાભાગના પ્રોજેક્ટ્સને ના કહેવાનું પસંદ કર્યું હતું. મોનાના મતે, કલાકારની કારકિર્દી ઘડવામાં ઇન્ડસ્ટ્રીની તકો જેટલો જ ફાળો તેમની પોતાની પસંદગીઓનો પણ હોય છે.‘
જસ્સી જૈસી કોઈ નહીં’માં જસ્સીની ભૂમિકાથી ઘર-ઘરમાં જાણીતી બનેલી મોના સિંહે કહ્યું કે આ પાત્રની સફળતા બાદ તેને સતત ‘નેક્સ્ટ ડોર ગર્લ’, મુલ્યો આધારીત સાચો માર્ગ અપનાવતી અને સંવેદનશીલ યુવતી જેવા પાત્રોની ઓફર મળતી હતી. તેઓ કહે છે કે આ કારણે કારકિર્દીના શરૂઆતના તબક્કામાં મળતા રોલ એક જ પ્રકારના બની ગયા હતા. મોનાના શબ્દોમાં, “૪૦% ઇન્ડસ્ટ્રી છે. તે માટી, સ્ક્રિપ્ટ અને પ્લેટફોર્મ આપે છે, જ્યારે ૬૦% હું છું. કયા બીજ વાવવા અને સૌથી મહત્ત્વનું એટલે કયા બીજ કાઢી નાખવા, એ હું નક્કી કરું છું.”તેણે જણાવ્યું કે, જ્યારે તેને મળતા ૯૦% શો માટે ના પાડવાનું શરૂ કર્યું ત્યારે કારકિર્દીમાં વળાંક આવ્યો. તેના બદલે તેણે ‘મેડ ઇન હેવન’, ‘લાલ સિંહ ચઢ્ઢા’, ‘ધ બેડ્સ ઑફ બોલિવૂડ’ અને તાજેતરની ‘કોહરા’ જેવી અલગ પ્રકારની ભૂમિકાઓ માટે રાહ જોવાનું પસંદ કર્યું.મોના સિંહે કહ્યું કે કલાકારની કારકિર્દી બનાવવી એક વ્યક્તિનું કામ નથી. તેના મતે, તે કલાકારના પોતાના નિર્ણય અને આસપાસની પરિસ્થિતિ વચ્ચે સતત ચાલતી પ્રક્રિયા છે.

