New Delhi, તા.૨૪
વિદ્યાર્થીઓના આંદોલનને શાંત કરવા અને તેમના અસંતોષને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે પોતાના પ્રયાસો ઝડપી બનાવી દીધા છે. આ પૃષ્ઠભૂમિમાં, કેન્દ્રીય મંત્રીમંડળે પરીક્ષાના પેપર લીક કરનારાઓ સામે અત્યંત કડક સજાની જોગવાઈ ધરાવતા બિલને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય પીએમ મોદી દ્વારા મોડી રાત્રે જાહેર કરાયેલા એક વીડિયો બાદ આવ્યો છે, જેમાં તેમણે પેપર લીક સામે સખત કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું.
આ સિવાય, દિવસ દરમિયાન પીએમએ જાહેરાત કરી હતી કે પેપર લીકના કેસ ચલાવવા માટે વિશેષ ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા બિલમાં દોષિતો માટે ૧૦ વર્ષ સુધીની જેલ અને રૂ.૧૦ કરોડ સુધીના દંડની દરખાસ્ત કરવામાં આવી છે, જ્યારે હાલના કાયદામાં ૩થી ૫ વર્ષની જેલ અને રૂ.૧૦ લાખ સુધીના દંડની જ જોગવાઈ છે.
જંતર મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનનું નેતૃત્વ કરી રહેલી ’કોકરોચ જનતા પાર્ટી’ અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા વચ્ચે બીજા તબક્કાની વાતચીત થઈ હતી. આ બેઠકમાં ઝ્રત્નઁના નેતાઓએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જ તેમની મુખ્ય માંગ છે અને આ મુદ્દે તેઓ કોઈ જ પ્રકારની સમજૂતી કરવા તૈયાર નથી. નોંધનીય છે કે, છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા આ આંદોલનમાં ૨૦ જુલાઈએ જ્યારે વિદ્યાર્થીઓએ સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે હિંસક બન્યું હતું. હવે ઝ્રત્નઁએ આકરી ચેતવણી આપી છે કે જો શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે. ઝ્રત્નઁના દાવા મુજબ, સરકારે તેમની આ માંગણી પર અંતિમ નિર્ણય જણાવવા માટે શનિવાર બપોર સુધીનો સમય માંગ્યો છે. કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાયેલી લગભગ બે કલાક લાંબી બેઠક બાદ ઝ્રત્નઁના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંચાએ જણાવ્યું હતું કે, ’સરકારે અમારી બે મુખ્ય માંગણીઓ પર સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
આ માંગણીઓમાં આત્મહત્યા કરનારા દ્ગઈઈ્ પરીક્ષાર્થીઓના પરિવારજનોને રૂ.૧ કરોડનું વળતર આપવું અને આંદોલનકારી વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા હ્લૈંઇ તથા કાનૂની કેસો પાછા ખેંચવાનો સમાવેશ થાય છે.’ સરકારે સોમવારે થનારી આગામી બેઠકમાં અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવાનું કહ્યું છે. સરકાર વતી કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જીતેન્દ્ર સિંહે વાટાઘાટો કરી હતી. બેઠક બાદ જે.પી. નડ્ડાએ વાતચીતને ‘સૌહાર્દપૂર્ણ’ ગણાવી હતી અને કહ્યું હતું કે વિદ્યાર્થીઓએ ત્રણ મુખ્ય માંગણીઓ અને પરીક્ષા સુધારણા માટે પાંચ સૂચનો આપ્યા છે, જેના પર શનિવારે બપોરે ફરી બેઠક યોજાશે. પેપર લીક સાથે જોડાયેલા મામલા અને શિક્ષણમંત્રીના રાજીનામાની માગ વચ્ચે આજે શુક્રવારે દિલ્હીના વિઠ્ઠલ હાઉસમાં કેન્દ્ર સરકાર અને કોકરોચ જનતા પાર્ટીના પ્રતિનિધિઓ વચ્ચે મહત્વની બેઠક યોજાઈ છે. બેઠક આશરે એક કલાક ચાલી છે. આંદોલન શરૂ થયા બાદ બંને પક્ષની આ બીજી મુલાકાત કરી. પરંતુ બેઠક પહેલા ઝ્રત્નઁના ફાઉન્ડર અભિજીત દીપકેએ સ્પષ્ટ કરી દીધું હતું કે શિક્ષણમંત્રીના રાજીનામા સિવાય કંઈ મંજૂર નથી. અમારૂ પ્રદર્શન ખતમ થશે નહીં.કેન્દ્ર સરકાર સાથે વાતચીત શરૂ થતાં પહેલા અભિજીત દીપકેએ કહ્યું- આ વિરોધ પ્રદર્શન દેશના યુવાઓનું છે અને તે માત્ર સોનમ વાંગચુક કે દીપકે સુધી સીમિત નથી. આ પ્રદર્શન દેશના યુવાઓનું છે, વિપક્ષી પાર્ટીઓનું નહીં. જો સરકાર વિરોધ પ્રદર્શનનો હલ ઈચ્છે છે તો તે માત્ર ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું છે.

