Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજ નું રાશિફળ

    May 17, 2025

    આજ નું પંચાંગ

    May 17, 2025

    Kutch ના ભચાઉમાં મસાણી મેલડીના ભૂવાની ધતિંગલીલાનો પર્દાફાશ, ભૂવાની પોલીસે અટકાત કરી

    May 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજ નું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Kutch ના ભચાઉમાં મસાણી મેલડીના ભૂવાની ધતિંગલીલાનો પર્દાફાશ, ભૂવાની પોલીસે અટકાત કરી
    • શશિ થરૂરે ’મોટી જવાબદારી’ મળી, હું સન્માનિત અનુભવી રહ્યો છું.
    • Bihar માં ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા જવાનોના પરિવારોને ૫૦ લાખની સહાય મળશે
    • Shashi Tharoor અમેરિકામાં સાંસદોના જૂથનું નેતૃત્વ કરશે, રવિશંકર ખાડી દેશો સામે પાકિસ્તાનનો પર્દાફાશ કરશે
    • Jagatguru Shankaracharya રચિત ચર્પટપંજરીકા સ્ત્રોત
    • ભારતે દુશ્મન દેશના પરમાણુ શસ્ત્રોને IAEA ની દેખરેખ હેઠળ લાવવા તરફ એક પગલું ભર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, May 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Future ૨૩૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    વ્યાપાર

    Nifty Future ૨૩૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    Vikram RavalBy Vikram RavalMay 9, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૫.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૩૩૪ સામે ૭૮૯૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૮૯૬૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૮૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૯૪૫૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૨૭૧ સામે ૨૪૦૬૩ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૯૮૪ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૩૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૬ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૦૬૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    વૈશ્વિક સ્તરે વ્યાજ દરમાં વધારો, ભૌગોલિક રાજકીય અશાંતિ તેમજ વધી રહેલા જિઓ-પોલિટિકલ ટેન્શનના પગલે ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતે અફરાતફરી જોવા મળી તેમજ આજે બજારમાં સાવચેતીમાં ફંડો, રિટેલ ઈન્વેસ્ટરોએ ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. ઉતાર-ચડાવના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડીમાં અંદાજીત ૫ લાખ કરોડનો ઘટાડો થયો હતો. જિઓ-પોલિટિકલ તણાવ વચ્ચે રોકાણકારોના સેન્ટિમેન્ટ ખરડાયા હોવાથી આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

    જિઓ પોલિટિકલ ક્રાઈસિસમાં વધારો, ફેડ રિઝર્વની જાહેરાત પૂર્વે સાવચેતીનું વલણ સહિતના પરિબળો શેરબજાર પર અસર કરી રહ્યા છે. જો કે, ભારતીય શેરબજાર ઐતિહાસિક રીતે ભૂ-રાજકીય તણાવના સમયમાં સ્થિતિસ્થાપક રહ્યું છે, જેનું મુખ્ય કારણ મજબૂત સ્થાનિક અર્થતંત્ર છે. ભારતીય શેરબજારોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની સતત વેચવાલી જ્યારે ઘરેલું સંસ્થાકીય તથા રિટેલ રોકાણકારો (ડીઆઈઆઈ)ની લેવાલીને પગલે ભારતના મૂડી બજારોમાં પ્રથમ વખત ડીઆઈઆઈનો રોકાણ હિસ્સો એફઆઈઆઈના હિસ્સા કરતા વધી ગયેલું જોવા મળ્યું.

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઇન્ડસ્ટ્રીયલ્સ અને મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૧૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૨૨ અને વધનારની સંખ્યા ૧૩૪૩ રહી હતી, ૧૪૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાઈટન લિ. ૪.૩૮%, ટાટા મોટર્સ ૩.૯૦%, લાર્સન લિ. ૩.૭૭%, સ્ટેટ બેન્ક ૧.૩૯% અને એશિયન પેઈન્ટ્સ ૦.૦૨% વધ્યા હતા, જયારે આઈસીઆઈસીઆઈ બેન્ક ૩.૧૬%, પાવર ગ્રીડ કોર્પ. ૨.૭૦%, બજાજ ફાઈનાન્સ ૨.૦૨%, એચડીએફસી બેન્ક ૧.૯૩%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૯૩% અને બજાજ ફિનસર્વ ૧.૭૭% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સના જણાવ્યા અનુસાર ભૌગોલિક રાજકીય અશાંતિ તેમજ વધતા તણાવ સાથે ભારત માટે ક્રેડિટ રિસ્ક પણ વધશે, એસએન્ડપીએ ભારતને ‘BBB-’ અને ‘CCC+’ (સ્થિર દ્રષ્ટિકોણ) ને સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે રેટિંગ આપ્યું. ભારત માટે પ્રાદેશિક ધિરાણ જોખમો વધ્યા છે પરંતુ ભારત મજબૂત આર્થિક વૃદ્ધિ જાળવી રાખશે, જેનાથી ચક્રીય ફિસ્કર સુધારા ચાલુ રહેશે. રેટિંગ એજન્સીએ ગયા અઠવાડિયે યુએસ વેપાર નીતિ પર અનિશ્ચિતતાનો ઉલ્લેખ કરીને નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ભારતના વિકાસ દરનો અંદાજ ૬.૫%થી ઘટાડીને ૬.૩% કર્યો હતો. તાજેતરમાં, વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝ રેટિંગ્સે ૨૦૨૫ માટે ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિનો અંદાજ ૬.૫%થી ઘટાડીને ૬.૩% કર્યો છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે યુએસ વેપાર નીતિ અને વેપાર અવરોધો અંગે અનિશ્ચિતતા વૈશ્વિક સ્તરે અર્થતંત્રો પર દબાણ લાવશે.

    બીજી તરફ ભારત ઝડપથી ઉભરતી વૈશ્વિક અર્થવ્યવસ્થા બની રહ્યું છે. વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક – એપ્રિલ ૨૦૨૫ના રિપોર્ટમાં ભારત ૨૦૨૫માં જાપાનને પાછળ કરી વિશ્વનું ચોથુ અર્થતંત્ર બનવા સજ્જ છે. જે ભારતના અર્થતંત્રના પ્રવાસમાં નોંધનીય સફળતા બનશે. આઈએમએફ દ્વારા જારી કરેલા વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક – એપ્રિલ ૨૦૨૫ રિપોર્ટ અનુસાર, ભારતનો ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટેનો જીડીપી ૪૧૮૭.૦૧૭ અબજ ડૉલર (અંદાજે રૂ.૩૪૮ લાખ કરોડ) થશે. આ સાથે ભારત જાપાનને ઓવરટેક કરી વિશ્વની ચોથી મહાસત્તા ધરાવતો દેશ બનશે.

    તા.૧૨.૦૫.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    તા.૦૯.૦૫.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૦૬૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૮૮૦ પોઈન્ટના પ્રથમ અને ૨૩૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૧૦૮ પોઈન્ટ થી ૨૪૨૩૨ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    તા.૦૯.૦૫.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૩૭૩૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૩૪૭૪ પોઈન્ટ પ્રથમ અને ૫૩૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૩૯૩૯ પોઈન્ટ થી ૫૪૦૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૪૧૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • એસબીઆઈ લાઈફ ( ૧૭૦૮ ) :- એસબીઆઈ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૮૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૭૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૩૭ થી રૂ.૧૭૪૪ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૯૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૪૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૧૪ થી રૂ.૧૪૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • એક્સિસ બેન્ક ( ૧૧૫૭ ) :- રૂ.૧૧૨૭ નો પ્રથમ તેમજ રૂ.૧૧૦૮ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૭૭ થી રૂ.૧૧૯૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
    • ટાટા કન્ઝ્યુમર ( ૧૧૧૩ ) :- ટી એન્ડ કોફી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૫૫ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • રામકો સિમેન્ટ્સ ( ૯૪૨ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૯૦ સ્ટોપલોસ ધ્યાને લઈ સિમેન્ટ અને સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૯૫૭ થી ૯૭૦ આસપાસ તેજી તરફી ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • હેવેલ્સ ઈન્ડિયા ( ૧૫૪૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૭૭ આસપાસ વેચવાલી થકી રૂ.૧૫૦૮ થી રૂ.૧૪૯૪ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૯૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
    • સિપ્લા લિ. ( ૧૪૮૨ ) :- રૂ.૧૫૦૮ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૨૧ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૪૬૦ થી રૂ.૧૪૪૪ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૩૮૪ ) :- રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૨૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૭૦ થી રૂ.૧૩૪૪ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • વોલ્ટાસ લિ. ( ૧૨૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૬૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૧૭ થી રૂ.૧૨૦૩ ના ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૩૮ ) :- રૂ.૧૨૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૮૦ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૨૦૮ થી રૂ.૧૧૯૩ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૯૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

    BSE Sensex Indian Stock Market Nifty future
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Indian Stock Marketમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્‌…!!

    May 17, 2025
    વ્યાપાર

    MCX Weekly માર્કેટ રિપોર્ટ

    May 17, 2025
    આંતરરાષ્ટ્રીય

    મૂડીઝે America ના રેટિંગમાં ઘટાડો કર્યો

    May 17, 2025
    વ્યાપાર

    IndusInd Bank માં વધુ એક રૂા.674 કરોડની ગોલમાલ બહાર આવી

    May 16, 2025
    ઓટો સમાચાર

    Jaguar Land Roverએ નાણાકીય વર્ષ 2025માં 1.15 લાખ યુનિટ વેચીને રેકોર્ડ બનાવ્યો

    May 15, 2025
    વ્યાપાર

    નિફટી ફ્યુચર ૨૪૪૭૪ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    May 14, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજ નું રાશિફળ

    May 17, 2025

    આજ નું પંચાંગ

    May 17, 2025

    Kutch ના ભચાઉમાં મસાણી મેલડીના ભૂવાની ધતિંગલીલાનો પર્દાફાશ, ભૂવાની પોલીસે અટકાત કરી

    May 17, 2025

    શશિ થરૂરે ’મોટી જવાબદારી’ મળી, હું સન્માનિત અનુભવી રહ્યો છું.

    May 17, 2025

    Bihar માં ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા જવાનોના પરિવારોને ૫૦ લાખની સહાય મળશે

    May 17, 2025

    Shashi Tharoor અમેરિકામાં સાંસદોના જૂથનું નેતૃત્વ કરશે, રવિશંકર ખાડી દેશો સામે પાકિસ્તાનનો પર્દાફાશ કરશે

    May 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજ નું રાશિફળ

    May 17, 2025

    આજ નું પંચાંગ

    May 17, 2025

    Kutch ના ભચાઉમાં મસાણી મેલડીના ભૂવાની ધતિંગલીલાનો પર્દાફાશ, ભૂવાની પોલીસે અટકાત કરી

    May 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.