Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Future ૨૪૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!
    વ્યાપાર

    Nifty Future ૨૪૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

    Vikram RavalBy Vikram RavalApril 22, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૪.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૪૦૮ સામે ૭૯૭૨૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૨૫૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૮૭ પોઈન્ટના ઉછાળા સાથે ૭૯૫૯૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૧૩૫ સામે ૨૪૧૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૦૭૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૩ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૧૬૯ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    અમેરિકી ઉપપ્રમુખની ભારત મુલાકાતની સાથે સાથે ભારતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ૨૩, એપ્રિલના વોશિંગ્ટનની મુલાકાત લઈ વેપાર સંધિને અંતિમ મૂકામે લઈ જવા વાટાઘાટ કરવાની તૈયારી અને બીજી તરફ ચાઈના પણ ભારતથી આયાત વધારવા તૈયાર હોવાના પોઝિટીવ ડેવલપમેન્ટે વિદેશી ફંડોની ભારતીય શેરબજારમાં અવિરત આક્રમક ખરીદી રહેતા આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

    અમેરિકા-ભારત વચ્ચે એલ્યુમીનિયમ, ઓટો, સ્ટીલ સહિતમાં શૂન્ય ટેરિફની કોર્પોરેટ ઈન્ડિયાની પહેલ અને બીજી બાજુ વડાપ્રધાન મોદીની સાઉદી અરેબિયાની મુલાકાતથી પણ મોટી અપેક્ષાએ ફંડોની સતત ખરીદીએ આજે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક પડકારો અને ફેડ તથા ટ્રમ્પ વચ્ચેના વિવાદના કારણે ડોલર ઈન્ડેક્સ સતત તૂટી રહ્યો છે ત્યારે રૂપિયા મૂલ્યમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે ક્રૂડઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટિલિટીઝ, ટેક, પાવર, આઈટી, ફોકસ્ડ આઈટી, એનર્જી, કેપિટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ અને સર્વિસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૩૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૦૪ અને વધનારની સંખ્યા ૨૪૭૭ રહી હતી, ૧૪૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં આઈટીસી લિ. ૨.૫૮%, હિન્દુસ્તાન યુનીલીવર ૨.૦૯%, મહિન્દ્રા & મહિન્દ્રા ૧.૭૮%, કોટક બેન્ક ૧.૧૧%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૭૨% અને સન ફાર્મા ૦.૫૪% વધ્યા હતા, જયારે ઇન્ડસઇન્ડ બેન્ક ૪.૮૮%, પાવરગ્રીડ કોર્પ. ૨.૩૦%, ઇન્ફોસિસ લિ. ૧.૯૩%, ભારતી એરટેલ ૧.૬૮%, બજાજ ફિનસર્વ ૧.૨૫% અને એનટીપીસી લિ. ૧.૧૦% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકાને ફરી સર્વોપરી અને વિશ્વની મહાસત્તા બનાવી ધાક જમાવવાના ટ્રમ્પના આ વર્લ્ડ ટ્રેડ વોરમાં વિશ્વ ફરી મહામંદીમાં હોમાઈ જવાનો ખતરો ઊભો થયો હતો. અમેરિકાના હિતમાં વિશ્વને ટેરિફના નામે ઝુંકાવવા અને બિઝનેસ ડિલ માટે ટેબલ પર આવવવાની ફરજ પાડવાની અથાગ કોશિષમાં વિશ્વમાં સર્વોપરિતામાં અમેરિકાને હંફાવી દેનાર ડ્રેગન – ચાઈનાએ ટ્રમ્પને બરોબરની ટક્કર આપીને જેવા સાથે તેવાની ટ્રમ્પની નીતિનો ટેરિફથી ટેરિફનું શસ્ત્ર ઉગામી પડકારને ઝીલી લીધો છે. અમેરિકા વિરૂધ્ધ વિશ્વની બની રહેલું વર્લ્ડ ટ્રેડ વોર હવે અમેરિકા વિરૂધ્ધ ચાઈના સુધી સીમિત બનવા લાગ્યું છે.

    ચાઈનાને વિશ્વથી એકલું અટલું કરવાના ટ્રમ્પના મનસુબા અત્યારે તો ટ્રમ્પ વિશ્વના અનેક દેશોના હિતેચ્છું હોવાનો આભાસ ઊભો કરવા ૯૦ દિવસની મહોલત આપીને ટેરિફ અમલ ટાળવાનો નિર્ણય લીધો છે. પરંતુ હજુ આકરાં ટેરિફ દરો લાગુ થવાની શક્યતા તો છે જ. જેથી દરેક દેશો સાથે ટેરિફ-ટ્રેડ ડિલ કરવાની અમેરિકાની વાટાઘાટ આગામી ૯૦ દિવસ સુધી ચાલતી રહેશે અને હજુ વૈશ્વિક બજારોમાં ત્રણ મહિના અનિશ્ચિતતા બની રહેવાની પૂરી શકયતા સાથે આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

    તા.૨૩.૦૪.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    તા.૨૨.૦૪.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૧૬૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૩૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૨૦૨ પોઈન્ટ થી ૨૪૨૭૨ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    તા.૨૨.૦૪.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૫૫૭૬ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૫૩૭૩ પોઈન્ટ પ્રથમ અને ૫૫૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૫૭૦૭ પોઈન્ટ થી ૫૫૭૩૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૫૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ટેક મહિન્દ્રા ( ૧૩૭૩ ) :- મહિન્દ્રા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૫૫ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૩૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૯૩ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૦૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • વોલ્ટાસ લિ. ( ૧૩૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૧૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૬૭ થી રૂ.૧૩૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • અદાણી પોર્ટ્સ ( ૧૨૨૬ ) :- રૂ.૧૨૦૨ નો પ્રથમ તેમજ રૂ.૧૧૮૮ બીજા સપોર્ટથી પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૪૩ થી રૂ.૧૨૫૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
    • જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૧૦૪૨ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૬૩ થી રૂ.૧૦૭૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • એસબીઆઈ કાર્ડ્સ ( ૯૧૭ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૮૦ સ્ટોપલોસ ધ્યાને લઈ નોન બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૯૩૩ થી રૂ.૯૪૦ આસપાસ તેજી તરફી ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ટાટા કોમ્યુનિકેશન્સ ( ૧૫૯૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૩૩ આસપાસ વેચવાલી થકી રૂ.૧૫૮૦ થી રૂ.૧૫૬૫ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૪૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
    • એચસીએલ ટેક્નોલોજી ( ૧૪૭૬ ) :- રૂ.૧૪૯૪ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૦૮ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૪૬૦ થી રૂ.૧૪૩૪ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • એક્સિસ બેન્ક ( ૧૨૧૫ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૪૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૯૭ થી રૂ.૧૧૮૮ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ઓરબિન્દો ફાર્મા ( ૧૧૮૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૬૫ થી રૂ.૧૧૪૦ ના ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • રામકો સિમેન્ટ્સ ( ૯૮૦ ) :- રૂ.૯૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૦૮ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૯૬૭ થી રૂ.૯૪૬ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૧૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

    BSE Sensex Indian Stock Market Nifty future
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    China માં ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ : લોકોના વોલેટ પણ ફ્રીઝ કરી નખાયા

    June 5, 2025
    વ્યાપાર

    Income Tax Returns ફાઈલ કરતા સમયે તમામ દસ્તાવેજો પણ ડીજીટલી અપલોડ કરવા પડશે

    June 5, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 4, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.