Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઋતુ એક જ પણ છતાં એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?

    July 15, 2026

    ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?

    July 15, 2026

    કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી-ભારત સરકાર

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઋતુ એક જ પણ છતાં એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?
    • ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?
    • કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી-ભારત સરકાર
    • Indian stock market માં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે રોકાણકારો સાવચેત…!!
    • રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧૦૫૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજની મંજૂરી આપી
    • Anand માં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ
    • Bhavnagar માં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી,એલસીબીએ ૧૨૪૮ બોટલ ઝડપી
    • 16 જુલાઈનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Future ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    વ્યાપાર

    Nifty Future ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    Vikram RavalBy Vikram RavalMay 26, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૫.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૨૧ સામે ૮૧૯૨૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૮૬૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૧૭૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૭૯ સામે ૨૪૯૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૯૩૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૦૩૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓના વાદળો વચ્ચે ભારતીય શેરબજારમાં વોલેટિલિટી જળવાઈ રહેતા આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકાની ટેરિફ ડેડલાઈન ઘણા દેશો માટે નજીક આવી રહી હોઈ અમેરિકા સાથે ડિલની વાટાઘાટો વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી યુરોપીયન યુનિયન પર ૫૦% ટેરિફનું એલાન કરતાં અને હજુ અન્ય ચીજો મામલે અનિશ્ચિતતાએ વૈશ્વિક વેપાર સેન્ટીમેન્ટ ડહોળાવાની શકયતા સાથે જીઓપોલિટીકલ ટેન્શન વધી રહ્યું હોઈ વૈશ્વિક બજારોમાં સાવચેતી સામે આજે સ્થાનિક બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાએ યુરોપ સામે ફરી ટેરીફનું શસ્ત્ર ઉગામતાં વૈશ્વિક ટ્રેડ વોર ફરી શરૂ થવાની શક્યતા વચ્ચે વૈશ્વિક ડોલર ઈન્ડેકસ તથા બોન્ડ યીલ્ડ ઘટતા આજે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો નોંધાયો હતો, જયારે ઓપેકના દેશો ઉત્પાદન વધારશે એવા નિર્દેશોએ ક્રૂડઓઈલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.

    સેક્ટર મુવમેન્ટ…

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર સર્વિસીસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૭૨ અને વધનારની સંખ્યા ૨૩૦૧ રહી હતી, ૧૯૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મહિન્દ્રા & મહિન્દ્રા ૨.૧૭%, નેસ્લે ઇન્ડિયા ૧.૬૫%, એચસીએલ ટેકનોલોજી ૧.૫૩%, ટાટા મોટર્સ ૧.૫૨%, આઈટીસી ૧.૪૯%, હિન્દુસ્તાન યુનીલીવર ૧.૪૧%, લાર્સેન લિ. ૧.૩૫%, ટેક મહિન્દ્ર ૧.૨૭% અને ઈન્ફોસીસ લિ. ૧.૦૨% વધ્યા હતા, જયારે ઝોમેટો લિ. ૪.૫૧%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૪૭%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૪૫%, સન ફાર્મા ૦.૪૫%, એનટીપીસી લિ. ૦.૩૨%, ટાટા સ્ટીલ ૦.૩૧%, કોટક બેન્ક ૦.૩૦% અને મારુતિ સુઝુકી ૦.૧૭% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતે વૈશ્વિક આર્થિક સ્તરે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે. ભારતનું અર્થતંત્ર ૪ લાખ કરોડ ડોલરને વટાવી જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. હવે અર્થતંત્રની બાબતમાં અમેરિકા, ચીન અને જર્મની એમ ત્રણ જ દેશ ભારતથી આગળ છે. જો ભારત આ જ રીતે યોજના પ્રમાણે કામ કરતું રહેશે, તો ત્રણેક વર્ષમાં વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. આઈએમએફના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક એપ્રિલ ૨૦૨૫ રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૬માં ભારતનો જીડીપી અંદાજીત ૪૧૮૭ અબજ ડૉલર રહેશે. જ્યારે જાપાનનો જીડીપી ૪૧૮૬ અબજ ડૉલર રહેવાનો અંદાજ છે.

    ઉલ્લેખનીય છે કે ૨૦૨૪ સુધીમાં ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર હતું. આઈએમએફનો અંદાજ હતો કે ૨૦૨૫ અને ૨૦૨૬માં ભારતનો વિકાસ દર અનુક્રમે ૬.૨% અને ૬.૩ રહી શકે છે. આ વર્ષે ભારતનું અર્થતંત્ર ૬.૩%ની ગતિએ આગળ વધશે, જે દુનિયાના કોઈ પણ અર્થતંત્રના વિકાસ દર કરતા વધુ છે. આ દરમિયાન ચીનનું અર્થતંત્ર ૪.૬%, અમેરિકાનું ૧.૬%, જાપાનનું ૦.૭% અને યુરોપનું ૧% ના દરે વધવાનું અનુમાન છે. જર્મનીના અર્થતંત્રમાં તો ૦.૧%નો સામાન્ય ઘટાડો થઈ શકે એમ છે.

    તા.૨૭.૦૫.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૬.૦૫.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૦૩૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૮૮૦ પોઈન્ટના પ્રથમ અને ૨૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૫૦૮૮ પોઈન્ટ થી ૨૫૧૩૩ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૬૩ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૩૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૧૭ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૭૭ થી રૂ.૧૪૮૪ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ભારત ફોર્જ ( ૧૨૫૦ ) :- રૂ.૧૨૨૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૬૪ થી રૂ.૧૨૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • એક્સીસ બેન્ક ( ૧૨૧૬ ) :- રૂ.૧૧૯૩ નો પ્રથમ તેમજ રૂ.૧૧૮૦ બીજા સ્ટ્રોંગ સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૩૭ થી રૂ.૧૨૫૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
    • અદાણી ગ્રીન ( ૧૦૧૨ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૨૭ થી રૂ.૧૦૪૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૯૧૨ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફાર્મા સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૮૦ નાં સ્ટોપલોસને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૩૪ થી ૯૪૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ઈન્ફોસિસ લિ. ( ૧૫૮૦ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૦૬ આસપાસ વેચવાલી થકી રૂ.૧૫૫૭ થી રૂ.૧૫૪૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૨૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
    • સિપ્લા લિ. ( ૧૪૮૨ ) :- રૂ.૧૫૦૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૨૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૪૬૪ થી રૂ.૧૪૫૦ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૩૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૮૩ ) :- પર્સનલ કેર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૩૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૬૦ થી રૂ.૧૨૪૪ ના ભાવની આસપાસ રેન્જ બાઉન્ડ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • વોલ્ટાસ લિ. ( ૧૨૫૪ ) :- હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૩૦ થી રૂ.૧૨૧૭ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • જિંદાલ સ્ટીલ ( ૯૫૬ ) :- રૂ.૯૭૯ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૮૮ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૯૪૪ થી રૂ.૯૩૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    BSE Sensex Indian Stock Market Nifty future
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Indian stock market માં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે રોકાણકારો સાવચેત…!!

    July 15, 2026
    રાષ્ટ્રીય

    Inflation: જથ્થાબંધ ફુગાવો ડબલ ડીજીટ નજીક

    July 15, 2026
    રાષ્ટ્રીય

    Mutual Fund Market માં મુંબઈ મોખરે અને દિલ્હી બીજા નંબરે,અમદાવાદ છઠ્ઠા ક્રમે

    July 15, 2026
    વ્યાપાર

    વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી Stock Marketમાં સાવચેતીનો માહોલ…!!!

    July 14, 2026
    વ્યાપાર

    વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી Volatilityથી બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    July 13, 2026
    મુખ્ય સમાચાર

    બ્રેન્ટ ક્રૂડ 80 ડોલરની નજીક: Stock Market, Gold, Silver And Rupee ગગડ્યા

    July 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઋતુ એક જ પણ છતાં એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?

    July 15, 2026

    ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?

    July 15, 2026

    કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી-ભારત સરકાર

    July 15, 2026

    Indian stock market માં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે રોકાણકારો સાવચેત…!!

    July 15, 2026

    રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧૦૫૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજની મંજૂરી આપી

    July 15, 2026

    Anand માં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઋતુ એક જ પણ છતાં એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?

    July 15, 2026

    ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?

    July 15, 2026

    કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી-ભારત સરકાર

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.