Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty futures ૨૩૬૭૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty futures ૨૩૬૭૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalDecember 27, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૧૨.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૪૭૨ સામે ૭૮૬૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૮૫૯૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૬ પોઈન્ટના ઉછાળા સાથે ૭૮૬૯૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૯૧૯ સામે ૨૩૯૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૯૨૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૯૯૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    ભારતીય શેરબજારમાં ગત બે સપ્તાહથી ભારે અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે છેલ્લા બે દિવસ માર્કેટ ઘટાડે બંધ રહ્યા બાદ આજે સપ્તાહના અંતિમ દિવસે વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની વેચવાલી સામે લોકલ ફંડો – સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદીએ ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો અને સેન્સેક્સે ફરી ૭૯૦૦૦ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરએ પણ ૨૪૦૦૦ પોઈન્ટની સપાટી પાર કરી હતી.

    ફાર્મા, ઓટો, મીડિયા અને એફએમસીજી શેરોમાં ભારે ખરીદી અને મેઈન બોર્ડ ખાતે આજે પાંચ આઈપીઓનું લિસ્ટિંગ થયું હતું જેમાં મમતા મશીનરીએ અંદાજીત ૧૪૭% પ્રીમિયમે લિસ્ટિંગ થયું હતું આ સાથે ડીએએમ કેપિટલનો ઈશ્યૂ ૩૯%, સનાથન ટેક્સટાઈલ ૨૯.૬૪%, ટ્રાન્સરેલ લાઈટિંગ ૩૫.૪૫% અને કોનકર્ડ એન્વારો ૧૮.૬૯%ના પ્રીમિયમે લિસ્ટિંગ થતા બજારને ટેકો મળ્યો હતો.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં રૂપિયામાં નવો કડાકો નોંધાયો હતો. વૈશ્વિક સ્તરે અમેરિકાના બોન્ડની યીલ્ડ વધતાં રૂપિયા સહિત એશિયાની વિવિધ કરન્સીઓ પર નેગેટીવ અસર દેખાઈ હતી. નવા વર્ષમાં અમેરિકામાં વ્યાજના દરમાં ઘટાડાની ગતી ધીમી પડશે એવી શક્યતાએ એશિયાની કરન્સીઓ સામે ડોલર મજબૂત બની રહ્યો છે. ડોલરનો આઉટફલો વધતાં તથા વેપાર ખાધ વધવા ઉપરાંત તાજેતરમાં ફોરેક્સ રિઝર્વમાં પણ પીછેહટ થતાં કરન્સી માર્કેટમાં રૂપિયા પર દબાણ જોવા મળી રહ્યું છે. ઉપરાંત, વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવમાં તેજી જોવા મળતાં તેની અસર રૂપિયાના ભાવ પર જોવા મળી હતી.

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૮% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, પાવર, એનર્જી, કેપિટલ ગુડ્સ, કોમોડિટીઝ, ટેલિકોમ્યુનિકેશન, રિયલ્ટી, સર્વિસીસ, યુટીલીટીઝ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઇન્ડસ્ટ્રીયલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૨૬ અને વધનારની સંખ્યા ૧૯૪૮ રહી હતી, ૧૧૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા….મિત્રો, વર્તમાન વર્ષમાં દેશનું ફોરેકસ રિઝર્વ ૭૦૫ અબજ ડોલરની નવી ટોચે જોવા મળ્યું હતું, જો કે કેલેન્ડર વર્ષ ૨૦૨૪ના અંતે દેશના એકંદર ફોરેકસ રિઝર્વમાં ટોચેથી ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે બીજી તરફ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગોલ્ડ રિઝર્વમાં વધારો થયો છે. અમેરિકન ડોલર સામે રૂપિયામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે ત્યારે વર્તમાન વર્ષના નવેમ્બરમાં સતત ૧૧માં મહિને રિઝર્વ બેન્ક દ્વારા સોનાની ખરીદી જળવાઈ રહી હતી. વર્તમાન વર્ષમાં રિઝર્વ બેન્કે કુલ ૭૨.૬૦ ટન ગોલ્ડની ખરીદી કરી છે. સોનાની સતત ખરીદીને પગલે એકંદર રિઝર્વમાં ગોલ્ડ રિઝર્વનો હિસ્સો વધી ૧૦%ને પાર કરી ગયો છે.

    ડિસેમ્બર માસના અંતે ફોરેકસ રિઝર્વનો આંક ૬૫૨.૮૬ અબજ ડોલર રહ્યો હતો જેમાં ગોલ્ડ રિઝર્વનો આંક ૬૮.૦૫ અબજ ડોલર રહ્યો હતો, જે કુલ રિઝર્વના ૧૦.૪૨% જેટલો થવા જાય છે. રાજકીય ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખી કોઈપણ નાણાંકીય કટોકટી સામે અર્થતંત્રને ટકાવી રાખવા રિઝર્વ બેન્કે ગોલ્ડ રિઝર્વમાં વધારો કરતા રહેવાનો વ્યૂહ અપનાવ્યો છે. એકંદર ફોરેકસ રિઝર્વમાં ગોલ્ડ રિઝર્વ વધારી રિઝર્વના ઘટકોને મજબૂત બનાવવાનો પણ હેતુ રહેલો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ડોલર સામે રૂપિયાના ઘસારાને અટકાવવા રિઝર્વ બેન્કે ડોલરની સતત વેચવાલી કરવાની ફરજ પડી રહી છે. આવી સ્થિતિમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભારતીય ઈક્વિટીસમાં સતત વેચવાલીને ધ્યાનમાં રાખતા દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

    તા.૩૦.૧૨.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૭.૧૨.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૯૯૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૩૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૦૮૮ પોઈન્ટ થી ૨૪૧૩૩ પોઈન્ટ,૨૪૨૦૨ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૨૭.૧૨.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૭૨૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૨૩૦૩ પોઈન્ટ પ્રથમ અને ૫૨૩૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૬૦૬ પોઈન્ટ થી ૫૧૪૭૪ પોઈન્ટ,૫૧૩૦૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૨૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!     

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • મુથૂટ ફાઈનાન્સ ( ૨૦૭૯ ) :- મુથૂટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૦૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૧૦૩ થી રૂ.૨૧૧૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૧૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એચસીએલ ટેકનોલોજી ( ૧૮૯૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૯૧૩ થી રૂ.૧૯૩૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • વોલ્ટાસ લીમીટેડ ( ૧૭૧૨ ):- રૂ.૧૬૮૬ નો પ્રથમ તેમજ રૂ.૧૬૭૦ બીજા સપોર્ટથી હોઉસહોલ્ડ અપ્લાય્ન્સીસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૩૭ થી રૂ.૧૭૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ભારત ફોર્જ ( ૧૩૨૫ ) :- કમ્પોનન્ટ્સ અને ઇક્વિપમેન્ટ્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૩૭ થી રૂ.૧૩૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • રામકો સિમેન્ટ્સ ( ૯૭૩ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૪૪ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૯૮૪ થી રૂ.૯૯૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૯૩૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૯૦૯ થી રૂ.૧૮૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • હવેલ્લ્સ ઇન્ડિયા ( ૧૬૬૦ ):- રૂ.૧૬૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૬૩૩ થી રૂ.૧૬૧૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૦૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • સિપ્લા લીમીટેડ ( ૧૫૧૪ ) :- ફાર્માસ્યુટિકલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૪૪ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૯૭ થી રૂ.૧૪૮૪  ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • લોઢા ડેવલપર્સ ( ૧૪૧૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૩૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૯૬ થી રૂ.૧૩૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ટાટા કેમિકલ્સ ( ૧૦૫૨ ) :- રૂ.૧૦૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૦૨૩ થી રૂ.૧૦૦૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૯૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    China માં ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ : લોકોના વોલેટ પણ ફ્રીઝ કરી નખાયા

    June 5, 2025
    વ્યાપાર

    Income Tax Returns ફાઈલ કરતા સમયે તમામ દસ્તાવેજો પણ ડીજીટલી અપલોડ કરવા પડશે

    June 5, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 4, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.