Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Futures ૨૩૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty Futures ૨૩૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalJanuary 10, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૧.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૬૨૦ સામે ૭૭૬૮૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૭૦૯૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૪૧ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭૩૭૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૬૪૮ સામે ૨૩૬૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૪૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૫૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૫૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    સપ્તાહના છેલ્લા શુક્રવારે દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા માળ્યો હતો. શેરબજાર સળંગ ત્રીજા દિવસે વેચવાલી જોવા મળી હતી. પીએસયુ અને પાવર સેગમેન્ટના શેર્સમાં વેચવાલીનું પ્રેશર વધ્યું છે. પરિણામે રોકાણકારોએ છેલ્લા ત્રણ દિવસમાં રૂ.૧૨ લાખ કરોડ ગુમાવ્યા છે. દેશની ટોચની આઈટી કંપનીએ ત્રીજા ત્રિમાસિકમાં આકર્ષક પ્રદર્શન નોંધાવતાં આઈટી સેક્ટરનો ગ્રોથ પોઝિટિવ રહેવાની શક્યતાઓ વધી છે. પરિણામે ઈન્ડેક્સ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં ટીસીએસ 5 ટકા સુધી ઉછાળા સાથે ટોપ ગેનર રહ્યો છે. ટીસીએસએ ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ.૧૨૩૮૦  કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. 

    ભારતીય શેરબજાર માટે વર્ષ ૨૦૨૫ અનેક સ્થાનિક અને વૈશ્વિક પડકારોનું નીવડવાની અને હજુ મોટા કરેકશન, ઘટાડાની મૂકાતી શકયતાએ શેરોમાં વળતર અત્યંત મર્યાદિત રહેવાના અંદાજોએ દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી.કરન્સી માર્કેટની વાત કરીએ તો, રૂપિયા સામે ડોલરના ભાવ ફરી ઉછળતાં રૂપિયો નવા નીચા તળીયે જોવા મળ્યો હતો, જયારે ક્રુડ તેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. શેરબજાર સળંગ ચોથા દિવસે ઘટાળો થયો છે.પીએસયુ અને પાવર સેગમેન્ટના શેર્સમાં વેચવાલીનું પ્રેશર વધ્યું છે.

    ચાઈનામાં ફેલાયેલો કોરોના જેવો એચએમપીવી વાઈરસની ભારતમાં એન્ટ્રી થઈ જતાં અને કર્ણાટક, ગુજરાત સહિતના રાજયોમાં કેસો નોંધાતાં કેન્દ્ર અને રાજય સરકારો એલર્ટ મોડમાં આવી જતાં આ વાઈરસનું ભારતીય શેરબજારમાં પણ ઓવર રિએક્શન જોવાયું હતું અને સાર્વત્રિક કડાકો નોંધાયો હતો, જેથી રોકાણકારો હાલ સાવચેતીનું વલણ અપનાવતાં જોવા મળી રહ્યા છે. કરન્સી માર્કેટની વાત કરીએ તો,રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં રૂપિયો નવા નીચા તળીયે જોવા મળ્યો હતો. કોરોના જેવા નવા વાઈરસનો ફેલાવો વધવાની ભીતી વચ્ચે શેરબજાર કડાકાની કરન્સી બજારમાં રૂપિયા પર પણ દબાણ વધ્યાનું હતું.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૧૬૭ અને વધનારની સંખ્યા ૮૨૭ રહી હતી, ૮૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટીસીએસ,એચસીએલ ટેકનોલોજી,ઈન્ફોસીસ,ટેક મહિન્દ્રા,ભારતી ઐરટેલ,બાટા ઇન્ડિયા,મહાનગર ગેસ,જેએસડબ્લ્યુ સ્ટીલ વધ્યા હતા,જયારે એચડીએફસી એએમસી,ટોરેન્ટ ફાર્મા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,લાર્સેન,કોલ્પાલ,ગ્રાસીમ,લ્યુપીન,એસીસી,સન ફાર્મા,વોલ્ટાસ,એચડીએફસી બેન્ક,ઓરબિંદો ફાર્મા,એક્સીસ બેન્ક,હવેલ્લ્સ,ગ્લેનમાર્ક ફાર્મા,સિપ્લા,રિલાયન્સ,અદાણી પોર્ટસ ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં આરબીઆઈની પોલિસી બેઠક પણ યોજાવાની છે. તેના અંદાજ પર પણ બધાની નજર રહેશે.ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪ – ૨૫ માં દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપી વૃદ્ધિ દર ૬.૪% રહેવાનો અંદાજ છે. ગત નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા ૮.૨%ના દરે વૃદ્ધિ પામી હતી.૦૭ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ જાહેર કરાયેલા સરકારી આંકડામાં આ જાણકારી આપવામાં આવી છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે રાષ્ટ્રીય આવકનો અંદાજ જાહેર કરતાં કહ્યું કે, વાસ્તવિક જીડીપી આ નાણાકીય વર્ષમાં ૬.૪%ના દરે વધવાનો અંદાજ છે

    છેલ્લા કેટલાક સમયથી ઘટતા વોલ્યૂમ સાથે બજાર કોન્સોલિડેટ થઇ રહ્યું છે તે બજારમાં ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સના ઘટેલા રસને સૂચવે છે. હવે જો વધુ લાંબો સમય કોન્સોલિડેશનની સ્થિતિ રહેશે તો આની વિપરીત અસર થઈ શકે છે, જો કે હવે નવા વર્ષ ૨૦૨૫માં વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળનાર હોઈ વિશ્વની વેપાર નીતિ પર તેની અસર અને જીઓપોલિટીકલ પરિબળ કેવા વળાંક લે છે એના પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે. સાથે સાથે આગામી મહિનામાં ફોરેન ફંડોનો રોકાણ વ્યુહ કેવો રહેશે અને ફંડ એલોકેશન કેવું રહેશે એના સંકેત મળવા સુધી દરેક ઉછાળે સાવચેતી આવશ્યક છે.વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે ત્રિમાસિકમાં નબળા દેખાવ બાદ ભારતીય કંપનીઓની ત્રીજા ત્રિમાસિક ગાળાની કામગીરી પણ નબળી જોવા મળવાની ધારણાં મૂકવામાં આવી રહી છે.

    તા.૧૩.૦૧.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૦.૦૧.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૫૦૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૩૭૩ પોઈન્ટ થી ૨૩૩૦૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૧૦.૦૧.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૪૮૮૮૬ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૯૦૯૦ પોઈન્ટ પ્રથમ અને ૪૯૧૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૯૬૭૬ પોઈન્ટ થી ૪૮૪૦૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૪૯૦૯૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!   

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ઓબેરોઈ રિયાલિટી ( ૨૧૩૫ ) :- ઓબેરોઈ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૧૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૧૯૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૧૭૩ થી રૂ.૨૧૯૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૧૯૯ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એચડીએફસી બેન્ક ( ૧૬૬૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૬૩૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૬૮૩ થી રૂ.૧૬૯૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • હવેલ્લ્સ ઇન્ડિયા ( ૧૬૦૦ ):- રૂ.૧૫૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૫૭૦ બીજા સપોર્ટથી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૬૩૩ થી રૂ.૧૬૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • એસબીઆઈ લાઈફ ( ૧૪૮૦ ) :- લાઇફ ઇન્શ્યોરન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૦૩ થી રૂ.૧૫૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૪૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • બાટા ઇન્ડિયા ( ૧૪૨૭ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૩૮૦ સ્ટોપલોસ આસપાસ ફૂટવેર સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૬૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૭૬૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૭૭ આસપાસ વેચવાલી થકી રૂ.૧૭૪૭ થી રૂ.૧૭૩૦ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૦૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • ટાટા કમ્યુનિકેશન ( ૧૭૨૩ ):- રૂ.૧૭૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૫૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૬૯૬ થી રૂ.૧૬૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૫૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( ૧૧૭૬ ) :- પેર્સનલ કેર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૪૪ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૯૪ થી રૂ.૧૨૦૮ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • અદાણી પોર્ટસ ( ૧૧૧૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પોર્ટ એન્ડ પોર્ટ સેર્વીસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૯૭ થી રૂ.૧૦૮૮ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ઝાઈડસ લાઈફ ( ૧૦૦૫ ) :- રૂ.૧૦૨૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૩૦ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૯૮૮ થી રૂ.૯૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    China માં ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ : લોકોના વોલેટ પણ ફ્રીઝ કરી નખાયા

    June 5, 2025
    વ્યાપાર

    Income Tax Returns ફાઈલ કરતા સમયે તમામ દસ્તાવેજો પણ ડીજીટલી અપલોડ કરવા પડશે

    June 5, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 4, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.