Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વરસાદ ઓછો થવાનાં એંધાણ ? Savarkundla માં ટીટોડીએ બગીચામાં જમીન પર ઇંડા મુકયા

    May 1, 2026

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વરસાદ ઓછો થવાનાં એંધાણ ? Savarkundla માં ટીટોડીએ બગીચામાં જમીન પર ઇંડા મુકયા
    • રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!
    • 01 મે નું પંચાંગ
    • 01 મે નું રાશિફળ
    • Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો
    • America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો
    • Krishna Abhishek ના પુત્રો પહેલી વાર તેમની કાકી સુનિતાને મળ્યા
    • હું મારી પરંપરાઓને વળગી રહેવાનો પ્રયાસ કરું છું,Actress Priyanka Chopra
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty futures ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty futures ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 26, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૧૨.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૪૭૨ સામે ૭૮૫૫૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૮૧૭૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૨૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૦.૩૯ પોઈન્ટના ઘટાડા સાથે ૭૮૪૭૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૭૭૦ સામે ૨૩૮૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૬૩૩ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૭૪૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજાર પણ વેકેશન મૂડમાં હોવાની સાથે ગત સપ્તાહોમાં મોટાપાયે કરેકશન બાદ કેલેન્ડર વર્ષના અંતિમ સપ્તાહમાં દરેક ઉછાળે ઈન્ડેક્સ બેઝડ સાવચેતી જોવા મળી રહી છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં વેચવાલી સામે લોકલ ફંડો – સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી છતાં ગત સપ્તાહે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ૦.૨૫% સાથે આગામી વર્ષ ૨૦૨૫માં માત્ર બે વખત વ્યાજ દર ઘટાડો કરવાના સંકેત અને ફુગાવા સાથે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ મામલે અનિશ્ચિતતા અને વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શનને લઈ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં આજે બે તરફી મૂવમેન્ટ જોવા મળી હતી.

    ઉપરાંત વૈશ્વિક બજારમાં યુએસના બોન્ડની યીલ્ડ વધતાં તેની અસર એશિયાની વિવિધ કરન્સી બજારો પર દેખાઈ હતી. રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં ડોલરનો આઉટફલો વધતાં તથા દેશની વેપાર ખાધ વધવા ઉપરાંત ફોરેક્સ રિઝર્વમાં ઘટાડાના પગલે રૂપિયામાં સતત ધોવાણ જોવા મળ્યું હતું. સાથે સાથે રશિયાથી થતી ક્રૂડની આયાત ઘટતાં ક્રૂડતેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૧% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, કોમોડિટીઝ, ટેલિકોમ્યુનિકેશન, મેટલ, ઇન્ડસ્ટ્રીયલ, બેન્કેક્સ અને ફોકસ્ડ આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૨૯ અને વધનારની સંખ્યા ૧૬૩૯ રહી હતી, ૧૦૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં અદાણી પોર્ટ ૫.૧૯%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૫૭%, મારુતિ સુઝુકી ૧.૪૯%, સન ફાર્મા ૧.૩૧%, ભારતી એરટેલ ૦.૯૭%, ટાટા મોટર્સ ૦.૬૦%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૩૦%, કોટક મહિન્દ્રા બેન્ક ૦.૨૬% અને એચસીએલ ટેકનોલોજી ૦.૨૪% વધ્યા હતા, જ્યારે ટાઈટન કંપની લિ. ૧.૦૫%, એશિયન પેઈન્ટ ૧.૦૦%, નેસલે ઈન્ડિયા ૦.૭૫%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૫૬%, ઝોમેટો લિ. ૦.૫૬%, ટેક મહિન્દ્ર ૦.૪૪%, લાર્સન એન્ડ ટૂબ્રો ૦.૩૯%, બજાજ ફિનસર્વ ૦.૩૪% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા….મિત્રો, વર્ષ ૨૦૨૪ જીઓપોલિટીકલ ટેન્શન સહિતના પડકારોનું રહ્યા બાદ વર્ષ ૨૦૨૫માં પણ પરિસ્થિતિ અનિશ્ચિત જોવાઈ રહી છે. અમેરિકામાં સત્તાનું સુકાન હવે ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં આવવાની તૈયારી અને ટ્રમ્પ મજબૂત ડોલરની તરફેણમાં હોઈ એના ભાગરૂપ અત્યારે જાણે ભારતીય શેરબજારમાંથી વિદેશી ફંડો રોકાણ સતત પાછું ખેંચવા લાગ્યાના સંકેતે શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટ્રમ્પની નીતિ અને એના પર વિદેશી ફંડોનું ભારત સહિતના બજારોમાં ફંડ એલોકેશન વર્ષ ૨૦૨૫માં કેટલું રહેશે એ નિર્ભર હોઈ અત્યારે વર્ષાંતે દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

    ટ્રમ્પ સરકારની નીતિ ચાઈના વિરૂધ્ધ અને ભારતની તરફેણમાં રહેવાની શકયતા જોવાઈ રહી છે, પરંતુ પાછલા દિવસોમાં ટ્રમ્પના નવા નીતિ ઘડવૈયાઓ દ્વારા ભારતને પણ નિકાસો પર વધુ આકરી ડયુટી ચૂકવવા તૈયાર રહેવાની ચીમકી સહિતના નેગેટીવ નિવેદનોએ શેરોમાં રોકાણકારોફંડો નવા કમિટમેન્ટ, ખરીદીથી દૂર થવા લાગ્યા છે ત્યારે વૈશ્વિક મોરચે વિદેશી ફંડોની ઓછી સક્રિયતાના પગલે બજારની ચાલ સ્ટોક સ્પેસિફિક જોવા શકે છે.

    તા.૨૭.૧૨.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૬.૧૨.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૭૪૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૯૭૯ પોઈન્ટના પ્રથમ અને ૨૪૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૬૭૬ પોઈન્ટ થી ૨૩૬૦૬ પોઈન્ટ,૨૩૫૭૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૨૬.૧૨.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૫૭૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૩૦૩ પોઈન્ટ પ્રથમ અને ૫૧૧૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૮૦૮ પોઈન્ટ થી ૫૧૯૩૯ પોઈન્ટ,૫૨૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!      

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ટાટા કોમ્યુનિકેશન ( ૧૭૩૭ ) :- ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૦૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૮૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૫૩ થી રૂ.૧૭૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ભારતી ઐરટેલ ( ૧૬૦૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૮૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૬૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૬૨૩ થી રૂ.૧૬૩૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • બાટા ઇન્ડિયા ( ૧૩૪૯ ):- રૂ.૧૩૨૦ નો પ્રથમ તેમજ રૂ.૧૩૦૩ બીજા સપોર્ટથી ફૂટ વેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૬૬ થી રૂ.૧૩૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૨૯૭ ) :- પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૧૩ થી રૂ.૧૩૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૨૧૫ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૧૯૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક રિફાયનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૨૩૩ થી રૂ.૧૨૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • લ્યુપીન લીમીટેડ ( ૨૧૮૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૨૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૧૬૭ થી રૂ.૨૧૩૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૨૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • એચસીએલ ટેકનોલોજી ( ૧૮૯૨ ):- રૂ.૧૯૧૯ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૯૨૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૮૭૭ થી રૂ.૧૮૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • એસબીઆઈ લાઈફ ( ૧૪૦૫ ) :- લાઈફ ઇન્સ્યુરન્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૫૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૭૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • ઓરબિંદો ફાર્મા ( ૧૨૫૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૩૩ થી રૂ.૧૨૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • અદાણી પોર્ટસ ( ૧૨૪૦ ) :- રૂ.૧૨૬૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૭૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૨૨૩ થી રૂ.૧૨૦૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૭૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026
    રાષ્ટ્રીય

    બ્રેન્ટ ક્રૂડ 120 ડોલર, રૂપિયો 95.18ના તળીયે: Inflation વધવાના ભણકારા

    April 30, 2026
    વ્યાપાર

    બેંકોએ Loanની તમામ શરતો સ્પષ્ટપણે જણાવવી પડશે: RBI

    April 30, 2026
    રાષ્ટ્રીય

    Private Bankમાં Branches વધી પણ… કર્મચારીઓ ઘટી ગયા ?

    April 30, 2026
    વ્યાપાર

    સરકાર ટૂંક સમયમાં Gold Monetization Scheme ફરીથી લાવી શકે છે

    April 30, 2026
    રાષ્ટ્રીય

    Indiaમાં માર્ચમાં Credit Card દ્વારા થતો ખર્ચ 24% વધ્યો: 2,194 અબજ સુધી પહોંચ્યો

    April 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વરસાદ ઓછો થવાનાં એંધાણ ? Savarkundla માં ટીટોડીએ બગીચામાં જમીન પર ઇંડા મુકયા

    May 1, 2026

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026

    01 મે નું રાશિફળ

    April 30, 2026

    Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો

    April 30, 2026

    America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વરસાદ ઓછો થવાનાં એંધાણ ? Savarkundla માં ટીટોડીએ બગીચામાં જમીન પર ઇંડા મુકયા

    May 1, 2026

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.