Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty futures ૨૨૬૦૬ પોઈન્ટ ઉપર તેજી રહેશે…!!
    વ્યાપાર

    Nifty futures ૨૨૬૦૬ પોઈન્ટ ઉપર તેજી રહેશે…!!

    Vikram RavalBy Vikram RavalApril 9, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૪.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૨૨૭ સામે ૭૪૧૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૩૬૭૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭૯ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૮૪૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૬૩૦ સામે ૨૨૫૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૪૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૪૭૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…     

    વૈશ્વિક અને સ્થાનિક પરિબળોના પગલે ભારતીય શેરબજાર ભારે વોલેટાઈલ બન્યું છે. અમેરિકાએ ચાઈના પર વધુ ટેરિફ લાદતાં અને હજુ ૫૦% ટેરિફ લાદવાની ચેતવણી આપતાં વૈશ્વિક સ્તરે ટ્રેડવૉરની ભીતિ અને અમેરિકામાં ફુગાવો વધવાની શક્યતાએ વૈશ્વિક બજારોમાં કડાકાની સ્થિતિ સામે સ્થાનિક સ્તરે આરબીઆઈ દ્વારા વ્યાજના દરમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરતાં ફુગાવામાં ઘટાડો અને વપરાશ માંગ વધવાના અંદાજ છતાં આજે ભારતીય શેરબજાર વૈશ્વિક સંકેતોની અસરે ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, ટ્રમ્પના ટેરિફ વૉરના કારણે રૂપિયો ડોલર સામે મજબૂત બન્યો હતો, જો કે આજે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ ઉંચકાતાં અને આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કરતાં રૂપિયો ડોલર સામે ૩૦ પૈસા તૂટી ૮૬.૫૬ પર ટ્રેડ થઈ રહ્યો હતો, જયારે ક્રુડ ઓઈલના ભાવમાં નીચા મથાળેથી રીકવરી જોવા મળી હતી.

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૫૯ અને વધનારની સંખ્યા ૧૫૨૯ રહી હતી, ૧૪૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં નેસ્લે ઇન્ડિયા ૩.૨૪%, હિન્દુસ્તાન યુનિલીવર ૨.૬૩%, ટાઈટન કંપની લિ. ૧.૬૬%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૫૬%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૦૩%, આઈટીસી લિ. ૦.૮૭%, એશિયન પેઈન્ટ ૦.૬૭%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૨૭% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૧૪% વધ્યા હતા, જયારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૩.૪૩%, ટેક મહિન્દ્ર ૩.૩૫%, લાર્સેન લિ. ૩.૨૩%, ટાટા સ્ટીલ ૨.૩૦%, સન ફાર્મા ૨.૧૮%, ઇન્ફોસિસ લિ. ૧.૭૬%, ઝોમેટો લિ. ૧.૭૪%, એચસીએલ ટેકનોલોજી ૧.૬૫% અને એકસિસ બેન્ક ૧.૪૭% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વૉરની શરૂઆત કરતાં વૈશ્વિક શેરબજારોમાં ભારે કડાકો નોંધાયો છે ત્યારે આરબીઆઈએ મોનિટરી પોલિસીની મહત્ત્વપૂર્ણ બેઠકના અંતે રેપો રેટમાં ૦.૨૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરી ૬% સાથે મોટી રાહત આપી છે. એટલે કે હવે આવનારા દિવસોમાં લોન સસ્તી થશે અને ઈએમઆઈમાં પણ ઘટાડો નોંધાશે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે સતત બીજી વખત આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. અગાઉ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ની ફેબ્રુઆરી માસની છેલ્લી ફાયનાન્શિયલ મીટિંગમાં આરબીઆઈએ રેપો રેટને ૬.૫૦% થી ઘટાડીને ૬.૨૫% કર્યો હતો. આ ઘટાડો લગભગ પાંચ વર્ષ બાદ કરવામાં આવ્યો હતો.

    રેપો રેટમાં ઘટાડો થતાં બેન્કો પણ હાઉસિંગ અને ઓટો જેવી લોન સામેના વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. જ્યારે વ્યાજદરો ઘટશે તો હાઉસિંગની ડિમાંડ વધશે અને મોટાભાગના લોકો રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા પ્રોત્સાહિત થશે. આગામી દિવસોમાં કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો પણ જાહેર થશે જેના પગલે માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક સુધારો જોવા મળી શકે છે. જો કે, ચીન અને અમેરિકા વચ્ચે શરૂ થયેલું ટ્રેડવૉર ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવી ભીતિ વર્તાઈ રહી છે, ઉપરાંત યુરોપના અન્ય દેશો પણ ટ્રેડવૉરમાં ભાગ લેવા સજ્જ બન્યા છે, ત્યારે દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

    તા.૧૧.૦૪.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    તા.૦૯.૦૪.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૨૪૭૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૨૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૨૨૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૪૩૪ પોઈન્ટ થી ૨૨૩૭૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૨૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    તા.૦૯.૦૪.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૦૪૬૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૦૬૭૬ પોઈન્ટ પ્રથમ અને ૫૦૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૦૩૭૩ પોઈન્ટ થી ૫૦૨૩૨ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૦૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • એચડીએફસી બેન્ક ( ૧૭૭૨ ) :- એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૨૭ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૮૯ થી રૂ.૧૭૯૫ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૦૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • હેવેલ્સ ઈન્ડિયા ( ૧૪૭૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૧૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૮૮ થી રૂ.૧૪૯૪ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૩૭૩ ) :- રૂ.૧૩૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૩૩૦ બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૮૮ થી રૂ.૧૪૦૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ટેક મહિન્દ્ર ( ૧૨૭૪ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૯૩ થી રૂ.૧૩૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • અદાણી પોર્ટ્સ ( ૧૧૩૬ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૮૮ સ્ટોપલોસ આસપાસ પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૧૫૩ થી રૂ.૧૧૬૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ટાટા કોમ્યુનિકેશન્સ ( ૧૫૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૯૪ આસપાસ વેચવાલી થકી રૂ.૧૫૨૩ થી રૂ.૧૫૦૮ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૦૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • એસબીઆઈ લાઈફ ( ૧૪૮૭ ) :- રૂ.૧૫૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૨૩ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૪૭૦ થી રૂ.૧૪૩૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૦૬ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૬૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૮૮ થી રૂ.૧૨૭૦ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • મહાનગર ગેસ ( ૧૨૪૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એલપીજી/સીએનજી/પીએનજી/એલએનજી સપ્લાયર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૨૩ થી રૂ.૧૨૦૮ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૧૮૭ ) :- રૂ.૧૨૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૨૩ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૧૭૦ થી રૂ.૧૧૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

    BSE Sensex Indian Stock Market Nifty futures
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    China માં ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ : લોકોના વોલેટ પણ ફ્રીઝ કરી નખાયા

    June 5, 2025
    વ્યાપાર

    Income Tax Returns ફાઈલ કરતા સમયે તમામ દસ્તાવેજો પણ ડીજીટલી અપલોડ કરવા પડશે

    June 5, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 4, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.