રાજકોટ શહેર – જિલ્લાની હદમાં સંજય ને ચાર મહિના ની પ્રવેશ બંધી
Rajkot, તા.09
રાજકોટ રેન્જ પોલીસ મહા નિરીક્ષક અશોકકુમાર યાદવ ,ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિમકરસિંહ, નાયબ પોલીસ અધિક્ષક આર, એ ડોડીયા ની સૂચનાથી જેતપુર તાલુકા પોલીસ મથકની હદમાં અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલા તત્વો સામે આકરી કાર્યવાહીના આદેશના પગલે જેતપુર ના કુખ્યાત શખ્સને રાજકોટ જિલ્લા માં થી હદપાર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ જેતપુર તાલુકા પીઆઇ એએમ હેરમા એ જેતપુર તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા મૂળ ચારણીયા નો રહેવાસી સંજય દુદા રાઠોડ દેવીપુજક ૪૮ વિરુદ્ધ હદપારિની દરખાસ્ત તૈયાર કરતા સબ ડિવિઝનલ મેજીએ સંજય રાઠોડ ને રાજકોટ શહેર ,ગ્રામ્ય જિલ્લાની હદ માં થી ચાર મહિના માટે હદપાર નો હુકમ કરતા પોલીસે સંજય ની હદપારી નો અમલ કર્યો હતો આ કામગીરીમાં, પીઆઇ એએમ હેરમાં, અને તેમની ટીમના બી,એચ ગંભીર, એ એમ ચૌહાણ, એમ.આર જોગરાદિયા, નરેન્દ્ર પુરી નથુપુરી એ જહેમત ઉઠાવી હતી