Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મેચ ફિક્સિંગમાં Bishnoi gang ના કનેક્શનનો ખુલાસો

    April 22, 2026

    Sunrisers Hyderabad દિલ્હી કેપિટલ્સ સામે 47 રનથી વિજય મેળવ્યો

    April 22, 2026

    RR Vs LSG : સતત હારનો સામનો કરનાર લખનૌ અને રાજસ્થાન વચ્ચે જંગ

    April 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મેચ ફિક્સિંગમાં Bishnoi gang ના કનેક્શનનો ખુલાસો
    • Sunrisers Hyderabad દિલ્હી કેપિટલ્સ સામે 47 રનથી વિજય મેળવ્યો
    • RR Vs LSG : સતત હારનો સામનો કરનાર લખનૌ અને રાજસ્થાન વચ્ચે જંગ
    • નેટમાં ધોનીની સતત પ્રેકિ્ટસ : Ayush Mhatre આઉટ
    • હવે અમારા માટે દરેક મેચ નોક આઉટ જેવો હશે :Tilak Verma
    • મુંબઈમાં નજીવી બાબતે હિંસા : પુર્વ ક્રિકેટર Yusuf Pathan ના સસરા સહિત 3ની ધરપકડ
    • બ્લોગરનો ફોટો લાઈક કરવા પર Virat થયો ટ્રોલ
    • IPL ધરખમ ખેલાડીઓના `ફ્લોપ શો’ થી ટીમ પરફોર્મન્સ નબળા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»November માં મ્યુચ્યુઅલ ફંડના એકંદર ઈન્ફલોમાં 75 ટકા ગાબડું
    વ્યાપાર

    November માં મ્યુચ્યુઅલ ફંડના એકંદર ઈન્ફલોમાં 75 ટકા ગાબડું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 11, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઓકટોબરમાં રૂપિયા ૪૧૮૮૭  કરોડની  સરખામણીએ નવેમ્બરમાં  ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડ ઈન્ફલોસ ૧૪.૨૦ ટકા ઘટી રૂપિયા ૩૫૯૪૩.૪૯ કરોડ રહ્યો હતો. લાર્જ-કેપ તથા થીમેટિક-સેકટરલ ફન્ડસમાં ઈન્વેસ્ટમેન્ટ ધીમુ પડતા એકંદર ઈન્ફલોસ ધીમો પડયો છે, એમ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફન્ડસ ઓફ ઈન્ડિયા (એમ્ફી)ના ડેટા જણાવે છે. ફન્ડ ઉદ્યોગમાં ઈન્ફલોસમાં એકંદર ૭૫ ટકા ગાબડુ પડયું છે. 

    ઓપન એન્ડેડ ઈક્વિટી ફન્ડસમાં સતત ૪૫માં મહિને ઈન્ફલોસ પોઝિટિવ રહ્યો છે. ગયા મહિને સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઈપી) મારફત મન્થલી ઈન્વેસ્ટમેન્ટસ રૂપિયા ૨૫૩૨૦ કરોડ રહ્યું હતું જે ઓકટોબરમાં રૂપિયા ૨૫૩૨૩  કરોડ જોવા મળ્યું હતું.

    ગયા મહિને શેરબજારની કામગીરી નબળી રહેતા ઈક્વિટી ફન્ડ ઈન્ફલોસમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું એમ્ફીના સુત્રોએ જણાવ્યું હતું. નવેમ્બરમાં સેન્સેકસ ૦.૨૭ ટકા અને નિફટી ૦.૩૧ ટકા ઘટયો હતો.

    મ્યુચ્યુઅલ ફન્ડસ ઉદ્યોગમાં એકંદર ઈન્ફલોસ નવેમ્બરમાં રૂપિયા ૬૦૨૯૫ કરોડ રહ્યો હતો જે ઓકટોબરમાં રૂપિયા ૨.૪૦ ટ્રિલિયન જોવા મળ્યો હતો. નવેમ્બરમાં ફન્ડ ઉદ્યોગમાં એકંદર ઈન્ફલોસ ઓકટોબરની સરખામણીએ ૭૫ ટકા નીચો રહ્યો છે. 

    ઈક્વિટી ફન્ડસમાં સતત નેટ ઈન્ફલોસ રોકાણકારોનો ઈક્વિટીસમાં પોઝિટિવ મૂડ હોવાનું સૂચવે છે. જો કે ઈક્વિટી ફન્ડ સેગમેન્ટમાં લાર્જ કેપ ફન્ડસમાં ઈન્ફલોસમાં ઓકટોબરની સરખામણીએ ૨૬ ટકા ઘટાડો રહીને તે રૂપિયા ૨૫૪૭.૯૨ કરોડ રહ્યો હતો. જ્યારે સ્મોલ-કેપ ફન્ડસમાં ઈન્ફલોસ ૯ ટકા વધી રૂપિયા ૪૧૧૧.૮૯ કરોડ જ્યારે મિડ-કેપ ફન્ડસમાં ૪.૩૦ ટકા વધી રૂપિયા ૪૮૮૩.૪૦ કરોડનો ઈન્ફલોસ રહ્યાનું એમ્ફીના ડેટા જણાવે છે. 

    વિવિધ બૃહદ આર્થિક પરિબળોને પરિણામે તથા અમેરિકામાં ચૂંટણીને કારણે ભારત સહિત વૈશ્વિક ઈક્વિટી બજારોમાં અનિશ્ચિતતાને કારણે નવેમ્બર મહિનો ભારે વોલેટાઈલ રહ્યો હતો. આ ઉપરાંત ભૌગોલિકરાજકીય તાણની પણ અસર જોવા મળી હતી. અનિશ્ચિત વાતાવરણ વચ્ચે રોકાણકારોએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હતી અને એકસાથે મોટી રકમ ઠાલવવાથી દૂર રહ્યા હતા. 

    થીમેટિક-સેકટરલ ફન્ડસમાં ઈન્વેસ્ટમેન્ટસ નીચું રહેતા ઈન્ફલોસ ૩૭.૬૦ ટકા ઘટી રૂપિયા ૭૬૫૭.૭૫ કરોડ રહ્યો હતો. હાઈબ્રિડ ફન્ડસ જે ઈક્વિટી,ડેબ્ટ તથા કોમોડિટીસમાં રોકાણ કરે છે તેમાં ઈન્ફલોસ ૭૬ ટકા ઘટી રૂપિયા ૪૧૨૩.૬૯કરોડ રહ્યો હતો. 

    નવેમ્બરના અંતે દેશના મ્યુચ્યુઅલ ફન્ડોની એકંદર એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) રૂપિયા ૬૮.૦૮ લાખ કરોડ રહી હતી, જે ઓકટોબરમાં રૂપિયા ૬૭.૨૫ કરોડ રહી હતી. 

    mutual-fund-inflows
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    ખાતામાંથી હપ્તો કાપતા પહેલા 24 કલાક અગાઉ ગ્રાહકને જાણ કરવી પડશે: RBI

    April 22, 2026
    વ્યાપાર

    વેલ્યુ બાયિંગ અને શોર્ટ કવરિંગથી માર્કેટમાં સેન્ટિમેન્ટ તેજી તરફી…!!

    April 21, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 21, 2026
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

    April 20, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Adani Windએ Mundraમાં દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મેચ ફિક્સિંગમાં Bishnoi gang ના કનેક્શનનો ખુલાસો

    April 22, 2026

    Sunrisers Hyderabad દિલ્હી કેપિટલ્સ સામે 47 રનથી વિજય મેળવ્યો

    April 22, 2026

    RR Vs LSG : સતત હારનો સામનો કરનાર લખનૌ અને રાજસ્થાન વચ્ચે જંગ

    April 22, 2026

    નેટમાં ધોનીની સતત પ્રેકિ્ટસ : Ayush Mhatre આઉટ

    April 22, 2026

    હવે અમારા માટે દરેક મેચ નોક આઉટ જેવો હશે :Tilak Verma

    April 22, 2026

    મુંબઈમાં નજીવી બાબતે હિંસા : પુર્વ ક્રિકેટર Yusuf Pathan ના સસરા સહિત 3ની ધરપકડ

    April 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મેચ ફિક્સિંગમાં Bishnoi gang ના કનેક્શનનો ખુલાસો

    April 22, 2026

    Sunrisers Hyderabad દિલ્હી કેપિટલ્સ સામે 47 રનથી વિજય મેળવ્યો

    April 22, 2026

    RR Vs LSG : સતત હારનો સામનો કરનાર લખનૌ અને રાજસ્થાન વચ્ચે જંગ

    April 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.