Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વેકેશન દરમિયાન Abha card કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ, શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો

    May 9, 2026

    વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં S T Bus ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે: કોંગ્રેસ

    May 9, 2026

    ૨૦ મેના રોજ ગુજરાત સહિત દેશભરના Chemistએ એક દિવસીય હડતાલનું એલાન કર્યું

    May 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વેકેશન દરમિયાન Abha card કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ, શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો
    • વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં S T Bus ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે: કોંગ્રેસ
    • ૨૦ મેના રોજ ગુજરાત સહિત દેશભરના Chemistએ એક દિવસીય હડતાલનું એલાન કર્યું
    • ’ચાલો હરિદ્વાર ફ્રી સેવા’ના નામે લાલચ આપી Cheatsએ વ્યક્તિ દિઠ ૫૦૦૦ ખંખેર્યા
    • કઠ ઉપનિષદનો ઋષિ પુત્ર નચિકેતા આપણને ભોગ વિષય પાછળની દોડમાં થોભવા કહે છે!
    • બનાસકાંઠામાં Honeytrap scandalનો પર્દાફાશ, પોલીસકર્મી સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા
    • સુરતમાં યુવતીને Message કરવા બાબતે મિત્રો વચ્ચે લોહિયાળ જંગ, કારખાનામાં કાતરના ઘા ઝીંકી હત્યા
    • 10 મેનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»Oil companie ઓને મહિને રૂ.૩૦,૦૦૦ કરોડનું નુકસાન
    મુખ્ય સમાચાર

    Oil companie ઓને મહિને રૂ.૩૦,૦૦૦ કરોડનું નુકસાન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જાપાનથી લઇને બ્રિટન સુધીના દેશોમાં ઇંધણના ભાવમાં ૩૦ ટકાનો ઉછાળો, ભારતમાં બે વર્ષથી ભાવ સ્થિર

    New Delhi, તા.૯

    ઇરાન યુદ્ધને કારણે વિશ્વભરમાં ઉર્જાના ભાવમાં ઉછાળો આવ્યો હોવા છતાં ભારતમાં પેટ્રોલ, ડીઝલના ભાવને સ્થિર રાખવાથી સરકાર માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓને દરરોજ આશરે રૂ.૭૦૦થી ૧,૦૦૦ કરોડ અને દર મહિને આશરે રૂ.૩૦,૦૦૦ કરોડનું નુકસાન થઈ રહ્યું છે. સરકારનો આ ખુલાસો સૂચવે છે કે આગામી સમયમાં બન્ને ઇંધણના ભાવમાં વધારો આવે તો નવાઇ નહીં.પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ચાલુ થયા પછી જાપાનથી લઇને બ્રિટન સુધીના દેશોએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આશરે ૩૦ ટકા સુધીનો વધારો કર્યો છે, પરંતુ ભારતમાં ઇંધણના ભાવ બે વર્ષથી સ્થિર છે. ઇરાન યુદ્ધથી ભારતની આશરે ૪૦ ટકા ક્રૂડ ઓઇલની આયાત, ૯૦ ટકા રાંધણ ગેસ એલપીજીની આયાત અને ૬૫ ટકા નેચરલ ગેસની આયાત સામે અવરોધ ઊભો થયો છે. પરંતુ સરકારી તેલ કંપનીઓએ છેલ્લા ૧૦ અઠવાડિયામાં કોઈપણ સમયે કોઈ રેશનિંગ કે અછત વિના અવિરત ઇંધણ પુરવઠો જાળવી રાખ્યો છે. પરંતુ આનાથી ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને દર મહિને રૂ.૩૦,૦૦૦ કરોડનું નુકસાન થઈ રહ્યું છે. આ કંપનીઓમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી), ભારત પેટ્રોલિયમ (બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (એચપીસીએલ)નો સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે માર્ચ-એપ્રિલમાં આ કંપનીઓના નુકસાનમાં તીવ્ર વધારો થયો હતો. એપ્રિલ દરમિયાન કંપનીઓને પેટ્રોલના વેચાણમાં લીટર દીઠ રૂ.૧૮ અને ડીઝલના વેચાણમાં લીટર દીઠ રૂ.૨૫નું નુકસાન થયું હોવાનો અંદાજ છે. તેનાથી આ કંપનીઓને દરરોજ સરેરાશ ૭૦૦થી ૧,૦૦૦ કરોડનું નુકસાન થયું હતું. પશ્ચિમ એશિયાની ગતિવિધિ અંગેની ન્યૂઝ કોન્ફરન્સમાં પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે બે મહિના પહેલા ક્રૂડ ઓઇલના ભાવ બેરલ દીઠ ૭૦ ડોલર હતાં, જે હવે વધી બેરલ દીઠ ૧૨૦ ડોલર થયા છે.સરકાર ભાવને સ્થિર રાખવાના દરેક પ્રયાસ કરી છે અને ગ્રાહકો માટે ભાવમાં વધારો થયો નથી. આનાથી કંપનીઓની નાણાકીય સ્થિતિને ફટકો પડ્યો છે અને કંપનીઓને માસિક ધોરણે રૂ.૩૦,૦૦૦ કરોડનું નુકસાન થાય છે. જોકે તેમણે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ યથાવત રહેશે કે નહીં તે અંગે સ્પષ્ટતા કરવાનો ઇનકાર કર્યો હતો. સરકાર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને થોડી રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. પેટ્રોલ પરની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી લીટર દીઠ ૧૩થી ઘટાડીને રૂ.૩ કરવામાં આવી હતી,  જ્યારે ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી પ્રતિ લીટર રૂ.૧૦થી ઘટાડીને શૂન્ય કરવામાં આવી હતી. જો સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો ન કર્યો હોત તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓનું નુકસાન વધીને રૂ.૬૨,૫૦૦ કરોડ થયું હોત.

    losing Oil companie
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં S T Bus ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે: કોંગ્રેસ

    May 9, 2026
    મુખ્ય સમાચાર

    બંગાળમાં Suvendu સરકાર આજથી શરૂ, ૫ મંત્રીઓએ શપથ લીધા,વડાપ્રધાન સહિત એનડીએના નેતા હાજર રહ્યાં

    May 9, 2026
    મુખ્ય સમાચાર

    IMF એ પાકિસ્તાનને રાહત આપી, ૧૧,૦૦૦ કરોડથી વધુની લોન મંજૂર

    May 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    Trump વહીવટીતંત્ર ક્યુબા પર પોતાની પકડ મજબૂત બનાવે છેઃ અનેક સંગઠનો પર પ્રતિબંધો લાદવામાં આવ્યા

    May 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    Russia and Ukraine ત્રણ દિવસ સુધી એકબીજા પર હુમલો નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી

    May 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પે Russia and Ukraine વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને રોકવાની ઇચ્છા વ્યક્ત કરી

    May 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વેકેશન દરમિયાન Abha card કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ, શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો

    May 9, 2026

    વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં S T Bus ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે: કોંગ્રેસ

    May 9, 2026

    ૨૦ મેના રોજ ગુજરાત સહિત દેશભરના Chemistએ એક દિવસીય હડતાલનું એલાન કર્યું

    May 9, 2026

    ’ચાલો હરિદ્વાર ફ્રી સેવા’ના નામે લાલચ આપી Cheatsએ વ્યક્તિ દિઠ ૫૦૦૦ ખંખેર્યા

    May 9, 2026

    કઠ ઉપનિષદનો ઋષિ પુત્ર નચિકેતા આપણને ભોગ વિષય પાછળની દોડમાં થોભવા કહે છે!

    May 9, 2026

    બનાસકાંઠામાં Honeytrap scandalનો પર્દાફાશ, પોલીસકર્મી સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા

    May 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વેકેશન દરમિયાન Abha card કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ, શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો

    May 9, 2026

    વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં S T Bus ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે: કોંગ્રેસ

    May 9, 2026

    ૨૦ મેના રોજ ગુજરાત સહિત દેશભરના Chemistએ એક દિવસીય હડતાલનું એલાન કર્યું

    May 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.