કચ્છ જિલ્લાના દુધઈ ખાતે 10 વર્ષ પૂર્વે ટ્રક અને જીપ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મુંબઈના દંપતિને ગંભીર ઇજા પહોંચવાના કેસમાં વીમા કંપનીને રૂપિયા 1.80 કરોડનું જંગી વળતર ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ મુંબઈ અંધેરી ખાતે રહેતા જમનાબેન બેરા અને તેમના પતિ કેશવજીભાઈ વેલજીભાઈ બેરા વતન કચ્છ મુકામે ગત તારીખ 16/ 1 /15 ના રોજ જીજે 12 સીડી 8033 નંબરની જીપમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે દૂધઇ પાસે પહોંચ્યા ત્યારે સામેથી આવતા આરજે 19 જીબી 1193 નંબરના ટ્રેક સાથે અકસ્માત સર્જાયેલા હતો.જેમાં બંને ને ગભીર ઇજા પહોંચી હતી.બાદ ગંભીર રીતે કવાયેલા દંપતીએ અકસ્માત વળતર મેળવવા માટે અદાલતમાં ક્લેમ કેસ દાખલ કર્યો હતો જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ક્લેમ કરનાર દંપત્તિના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ તબીબ દીનેશ ગજેરા ની જુબાનીમાં મગજમાં ઇજાઓ થવાથી જમનાબેન બન્ને આંખોએ અંધત્વ પામેલ હોય સરકારી હોસ્પિટલના અભિપ્રાયથી કોર્ટે અરજદાર જમનાબેનને ૮૦ ટકા ખોડ હોવાનુ માની લીધેલ હોય કલેઇમ ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા કોર્ટે અરજદારના વકીલની ધારદાર દલીલ અને રજુ કરેલા દસ્તાવેજોને ધ્યાનમાં લઇ જમનાબેનના કેશમાં કોર્ટે વ્યાજ સહિત ૧,૫૪ કરોડ અને જમનાબેનના પતી કેશવજીભાઈને ૨૫,૫૦ લાખ જંગી વળતર મંજુર કરતો હુકમ કર્યો છે. આ કામમાં જમનાબેન અને કેશવજીભાઈ વતી રાજકોટના કલેઈમક્ષેત્રના એડવોકેટ શ્યામ જે. ગોહિલ, કે.કે.વાઘેલા, ભાવીન હદવાણી(પટેલ), હિરેન જે.ગોહિલ, મીરા એસ.ગોહિલ, પુનીતા વેકરીયા(પટેલ), અશોક કે. લુભાણી(કોળી), દીવ્યેશ કણઝારીયા, હિરેન કણઝારીયા, મોહીત ગેડીયા વી.રોકાયેલા હતા.
Trending
- UPI પર રૂ।.2000થી વધુના પેમેન્ટ પર લાગી શકે છે MDR ચાર્જ
- EPFO 3.0:ગિગ વર્કર્સ અને ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સરકાર લાવી રહી નવી પેન્શન યોજના
- Uttar Pradesh ના રાજયપાલ આનંદીબેન પટેલે વિવિધ પાસાઓમાં નવા સંશોધનો કરવા પર ભાર મુકયો
- Iran ના પુલ, એરપોર્ટ, રેલવે સ્ટેશનો તબાહ : અમેરિકાના પ્રચંડ હુમલા
- West Asia નું યુદ્ધ અને વરસાદની ખેંચ ભારતમાં મોંઘવારી વધુ ડરાવશે?
- અમેરિકાનાં વિઝા નિયમોમાં મોટો ફેરફાર : વિદેશી વિદ્યાર્થીઓ માટે ‘Duration of Status’ ખતમ
- Vande Mataram નું અપમાન કરનાર સામે કડક કાર્યવાહી : ખરડો લાવવાની સરકારની તૈયારી
- એકતા કપૂરની ફિલ્મ ‘રાગિણી 3’નું લંડનમાં શૂટિંગ શરૂ થઈ ગયું : Actress Tamannaah Bhatia

