Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Duleep Trophy ની સેમિફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ અર્ધશતક લગાવતાં એક વધુ રેકોર્ડ બનાવી દીધો

    August 31, 2026

    Djokovic સૌથી અમીર,સૌથી વધુ ઇનામી રકમ જીતનારા ટેનિસ ખેલાડી

    August 31, 2026

    England પાકિસ્તાન સામે સીરીઝ જીતી

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Duleep Trophy ની સેમિફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ અર્ધશતક લગાવતાં એક વધુ રેકોર્ડ બનાવી દીધો
    • Djokovic સૌથી અમીર,સૌથી વધુ ઇનામી રકમ જીતનારા ટેનિસ ખેલાડી
    • England પાકિસ્તાન સામે સીરીઝ જીતી
    • Kagiso Rabada ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણાની ટેસ્ટ સીરિઝમાંથી બહાર
    • Javagal Srinath નો આજે જન્મદિવસ : નિવૃત્તિ પાછી ખેંચીને 2003 વિશ્વકપ રમ્યાં હતાં
    • Duleep Trophy : ઇશાન ઇજાગ્રસ્ત થતાં 15 વર્ષનો વૈભવ બન્યો ઇસ્ટ ઝોનનો કેપ્ટન
    • US Open : જોકોવિચનું 25મું ગ્રાન્ડસ્લેમ જીતવાનું સ્વપ્ન રોળાયું
    • ચેમ્પીયનની ઓળખ શું! D.N.A. સાયન્સ પર જશે Gujarat
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»અમેરિકાનાં વિઝા નિયમોમાં ફેરફાર: વિદેશી વિદ્યાર્થીઓ માટે ‘Duration of Status’ ખતમ
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકાનાં વિઝા નિયમોમાં ફેરફાર: વિદેશી વિદ્યાર્થીઓ માટે ‘Duration of Status’ ખતમ

    Vikram RavalBy Vikram RavalJuly 17, 2026Updated:July 18, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington, તા. 17
    અમેરિકાનાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) એ વિદેશી વિદ્યાર્થીઓ, એક્સચેન્જ વિઝિટર્સ અને આંતરરાષ્ટ્રીય પત્રકારો માટેનાં વિઝા નિયમોમાં એક મોટો અને ગંભીર બદલાવ લાવવાની પ્રક્રિયાને આખરી ઓપ આપી દીધો છે.

    દાયકાઓથી ચાલી આવતી ‘ડ્યુરેશન ઓફ સ્ટેટસ’ની વ્યવસ્થા હવે સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જ્યાં સુધી પોતાનો અભ્યાસ ચાલું રાખે ત્યાં સુધી આપોઆપ અમેરિકામાં કાયદેસર રીતે રહી શકતાં હતાં.

    પરંતુ હવે તેનાં બદલે વિઝા માટે એક ચોક્કસ અને મર્યાદિત સમયસીમા નક્કી કરી દેવામાં આવી છે, જે સપ્ટેમ્બર 2026થી લાગું થવાની સંભાવના છે. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે આ ફેરફાર રાષ્ટ્રીય સુરક્ષા અને વિઝા ધારકોની દેખરેખ માટે જરૂરી છે.

    આ નવા ‘ફાઇનલ લ’ હેઠળ, અભ્યાસ માટે (F-1 વિઝા) અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમો માટે (J-1 વિઝા) પર આવતાં વિદ્યાર્થીઓ તથા સંશોધકો મહત્તમ 4 વર્ષ સુધી જ અમેરિકામાં રહી શકશે.

    જો કોઈ વિદ્યાર્થીનો કોર્સ કે પીએચ.ડી., મેડિકલ રિસર્ચ જેવાં ઉચ્ચ અભ્યાસ 4 વર્ષથી વધુ સમયનાં હશે, તો તેમણે પોતાનો પ્રી-ઓથોરાઇઝ્ડ સમય પૂરો થાય તે પહેલાં હોમલેન્ડ સિક્યોરિટી (DHS) પાસે વિઝા એક્સટેન્શન (સમય વધારવા) માટે કાયદેસર મંજૂરી મેળવવી પડશે.

    આ જ રીતે, મીડિયા (I વિઝા) પર આવતાં વિદેશી પત્રકારો માટે અમેરિકામાં રહેવાની મર્યાદા મહત્તમ 240 દિવસ (ચાઈનીઝ પત્રકારો માટે 90 દિવસ) નક્કી કરાઈ છે, જેને વધારવા માટે સરકારી મંજૂરી કે દેશની બહાર જઈને ફરી પ્રવેશ મેળવવો પડશે.

    આ નવા ફેરફારની સૌથી મોટી અને નકારાત્મક અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડવાની પૂરેપૂરી આશંકા છે. હાલમાં અમેરિકામાં 3.3 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે, જે કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી સમુદાયનાં લગભગ 30 થી 31 ટકા જેટલો મોટો હિસ્સો ધરાવે છે.

    ભારતમાંથી જતાં ઘણાં વિદ્યાર્થીઓ એવા ઉચ્ચ સંશોધન આધારિત કોર્સ, એન્જિનિયરિંગ રિસર્ચ કે ડોક્ટરેટ ડિગ્રી પસંદ કરે છે જે 4 વર્ષ કરતાં વધુ સમય સુધી ચાલે છે. આ સંજોગોમાં ભારતીય વિદ્યાર્થીઓએ દર વખતે બાયોમેટ્રિક ડેટા અને કાગળિયાં સબમિટ કરીને, વધારાનો આર્થિક બોજ વેઠીને વારંવાર વિઝા એક્સટેન્શન કરાવવું પડશે.

    આ નિયમોમાં માત્ર રહેવાની મુદત જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓની શૈક્ષણિક સ્વતંત્રતા પર પણ ગંભીર નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. નવા નિયમ અનુસાર, અંડરગ્રેજ્યુએટ (UG) વિદ્યાર્થીઓ તેમનાં પ્રથમ વર્ષ દરમિયાન પોતાનાં અભ્યાસનો મુખ્ય વિષય કે પ્રોગ્રામ બદલી શકશે નહીં.

    જ્યારે પોસ્ટગ્રેજ્યુએટ (Graduate) અને તેનાથી ઉપરનાં સ્તરનાં વિદ્યાર્થીઓ તો કોઈ પણ સંજોગોમાં સંસ્થાની પૂર્વ પરવાનગી વિના પોતાનો શૈક્ષણિક વિષય કે ટ્રેનિંગ પ્રોગ્રામ બદલી જ નહીં શકે.

    એટલું જ નહીં, એકવાર એક સ્તરનો અભ્યાસ (દા.ત. બેચલર્સ ડિગ્રી) પૂરો કર્યા પછી, તે જ સ્તરનો કે તેનાથી નીચલા સ્તરનો અન્ય કોઈ કોર્સ બીજી શૈક્ષણિક લાઈનમાં કરવા પર પણ પ્રતિબંધ મુકાયો છે, જેનાથી પ્રોફેશનલ્સ માટે સ્કિલ અપગે્રડેશન કરવું મુશ્કેલ બનશે.

    વિદ્યાર્થીઓ માટે વધુ એક મોટો ફટકો એ છે કે અભ્યાસ અથવા પ્રેકિ્ટકલ ટ્રેનિંગ પૂરી થયાં પછી દેશ છોડવા અથવા અન્ય કોઈ વિઝા કેટેગરીમાં ટ્રાન્સફર થવા માટે મળતો વધારાનો ગ્રેસ પિરિયડ અડધો કરી દેવાયો છે. પહેલાં આ માટે 60 દિવસનો સમય મળતો હતો, જે હવે ઘટાડીને માત્ર 30 દિવસ કરી દેવાયો છે.

    ઈમિગ્રેશન નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, અમેરિકન ઇમિગ્રેશન વિભાગની વહીવટી ઢીલાશ, બેકલોગ કે કાગળિયાંની સામાન્ય ભૂલના કારણે જો સમયસર વિઝા એક્સટેન્શન મંજૂર નહીં થાય, તો વિદ્યાર્થીઓ આપોઆપ ‘ગેરકાયદેસર હાજરી’ના દાયરામાં આવી જશે. જો આવું થશે તો ગેરકાયદેસર રહેવાનાં ગુના હેઠળ વિદ્યાર્થીઓ પર અમેરિકામાં પ્રવેશવા માટે 3 થી 10 વર્ષ સુધીનો પ્રતિબંધ પણ લાગી શકે છે.

    US visa rules Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVande Mataramનું અપમાન કરનાર સામે કડક કાર્યવાહી: ખરડો લાવવાની સરકારની તૈયારી
    Next Article West Asiaનું યુદ્ધ અને વરસાદની ખેંચ ભારતમાં મોંઘવારી વધુ ડરાવશે?
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gujarat નો `પાવર’ : આગામી દશકામાં 250 બીલીયન યુનિટ વીજ માંગ થશે

    August 31, 2026
    ગુજરાત

    Gujarat માં ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો

    August 31, 2026
    રાષ્ટ્રીય

    Glacier તળાવો ફાટવાથી ભારતમાં પણ સર્જાઈ શકે છે ભારે તબાહી

    August 31, 2026
    આંતરરાષ્ટ્રીય

    Canada જતા પહેલા વધુ એક ઈ-ઓથોરાઈઝેશન જરૂરી બનશે

    August 31, 2026
    રાષ્ટ્રીય

    PM Modi-Jinping તથા રશિયાના રાષ્ટ્રપતિ Vladimir Putin ની મુલાકાત પર વિશ્વની નજર

    August 31, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran war વચ્ચે પીએમ મોદી અને પેઝેશ્કિયાન વચ્ચે યોજાઈ બેઠક

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,780
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,720
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,810
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-08-2026 18:32
    Categories
    Latest News

    Duleep Trophy ની સેમિફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ અર્ધશતક લગાવતાં એક વધુ રેકોર્ડ બનાવી દીધો

    August 31, 2026

    Djokovic સૌથી અમીર,સૌથી વધુ ઇનામી રકમ જીતનારા ટેનિસ ખેલાડી

    August 31, 2026

    England પાકિસ્તાન સામે સીરીઝ જીતી

    August 31, 2026

    Kagiso Rabada ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણાની ટેસ્ટ સીરિઝમાંથી બહાર

    August 31, 2026

    Javagal Srinath નો આજે જન્મદિવસ : નિવૃત્તિ પાછી ખેંચીને 2003 વિશ્વકપ રમ્યાં હતાં

    August 31, 2026

    Duleep Trophy : ઇશાન ઇજાગ્રસ્ત થતાં 15 વર્ષનો વૈભવ બન્યો ઇસ્ટ ઝોનનો કેપ્ટન

    August 31, 2026
    Search
    Main News

    Gujarat નો `પાવર’ : આગામી દશકામાં 250 બીલીયન યુનિટ વીજ માંગ થશે

    August 31, 2026

    Gujarat માં ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો

    August 31, 2026

    Glacier તળાવો ફાટવાથી ભારતમાં પણ સર્જાઈ શકે છે ભારે તબાહી

    August 31, 2026

    Canada જતા પહેલા વધુ એક ઈ-ઓથોરાઈઝેશન જરૂરી બનશે

    August 31, 2026

    PM Modi-Jinping તથા રશિયાના રાષ્ટ્રપતિ Vladimir Putin ની મુલાકાત પર વિશ્વની નજર

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Duleep Trophy ની સેમિફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ અર્ધશતક લગાવતાં એક વધુ રેકોર્ડ બનાવી દીધો

    August 31, 2026

    Djokovic સૌથી અમીર,સૌથી વધુ ઇનામી રકમ જીતનારા ટેનિસ ખેલાડી

    August 31, 2026

    England પાકિસ્તાન સામે સીરીઝ જીતી

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.