Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 08 મેનું પંચાંગ
    • 08 મેનું રાશિફળ
    • કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે
    • કેસર નાં એક ખોટાં ચુનાવનું પરિણામ, એવું આવ્યું કે જીંદગીભર એને એનું શૂળ રહેશે?
    • US-Iran tensions માં એક ઐતિહાસિક વળાંક – યુદ્ધવિરામથી લઈને કરારના ઉંબરે
    • પહેલીવાર India and Zimbabwe મહિલા ટીમો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીનો સમાવેશ થશે
    • Hyderabad માં શાનદાર જીત સાથે SRH એ ઇતિહાસ રચ્યો, ચેન્નાઈ સુપર કિંગ્સનો રેકોર્ડ તોડી નાખ્યો
    • ૨૨ વર્ષીય બેટ્‌સમેન કૂપર કોનોલીએ સદી ફટકારીને ક્રિસ ગેલને પાછળ છોડી દીધો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»આપણું શરીર આપણું નથી ભગવાને આપેલું છે
    લેખ

    આપણું શરીર આપણું નથી ભગવાને આપેલું છે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 3, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એક કોર્પોરેટ  ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત મહાનુભાવના મૃત્યુ પ્રસંગે ખરેખરો કરવા ગયેલો તેમના એક સ્નેહીએ મૃત્યુ પામેલા મહાનુભાવો માટે દુઃખ વ્યક્ત કરતા કહ્યું .. ભાઈ તો પ્રભુને વહાલા થયા પણ પાછળ લીલીવાડી મૂકીને મરી ગયા છે.!ત્યારે પાસે બેઠેલા એક સ્નેહીએ તેમના મિત્રના કાનમાં  કહ્યું લીલીવાડી એકઠી કરવા કેટલાં વરસો ખર્ચ્યા અને તે મૂકી જવા માટે ? તો પછી સાથે કેમ ન લઈ ગયા ? પ્રશ્નમાં વેધકતાની સાથે સચ્ચાઈનો રણકો પણ હતો. તો પચાસ વરસ ખર્ચ્યા -શું આ બધું મૂકી જવા માટે? હાસ્તો તે સાથે લઈ જઈ શકાય તેમ નહોતું ને ?

    આના સંદર્ભમાં સંસ્કૃતમાં સુભાષિત છે. તેનો સાર કાંઈક આ પ્રકારે છે! મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે તેનું ધન-વૈભવ બધું  અહીં જ રહે છે. પત્ની પણ વિલાપ કરતી ઘરના બારણા સુધી જ આવે છે. સગાસંબંધી -મિત્રો સ્મશાન સુધી આવે છે. અને જેને લાડ કરી ઠઠાર્યો તે મનુષ્ય દેહ પણ ચિંતા સુધી જ આવે છે. પરલોકમાં સાથે આવનાર તો માનવીના સારા-નરસાં કર્મોનું ભાથું જ આવે છે! તે નિઃસ્વાર્થભાવે કેટલાં સત્કર્મોની નાની પોટલી પણ હોય અને પાપકર્મોનું મોટું પોટલું પણ હોય તેથી મનુષ્ય દેહની સ્પષ્ટ સમજણ આપતા કહ્યું છે.ઈંદ શરીરે કૌન્જ્ઞેય ક્ષેત્રમિત્યભિધીયતે/એતધ્યોરો  વેત્તિ ત્વં પ્રાહું : ક્ષેત્રજ્ઞં ઈતિ તિદ્રદઃ //

    આ શરીર ક્ષેમ  એટલે ખેતર છે.(અ.૧૩/૭) અને મને જ ક્ષેત્રજ્ઞ-એટલે કે મને જ ખેતરનો માલિક સમજ અને આ ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન, તે જ સાચું જ્ઞાન છે એમ (અર્જુન) તું જાણ.ભગવાને આ અણમોલ માનવી દેહને ક્ષેત્ર સમજ એમ કહ્યું છે તો દેહનો કઈ રીતે ઉપયોગ કરવો તેની સમજ આ ક્ષેત્રે શબ્દમાં આવી જાય છે. અને તેનો ક્ષેત્રજ્ઞ એટલે તેનો માલિક ભગવાન છે જો આ બે વાત ધ્યાનમાં રહે તો જીવનમાં કોઈ સમસ્યા જ ન આવે.

    આ શરીર આપણું નથી ભગવાને આપેલું છે અને ભગવાન એનો માલિક છે જો આપણે માલિક હોત તો આપણામાંથી કોઈ ઈચ્છતું નથી કે આપણે ઘરડા થઈએ અને બધા જ ઘકડા થાય છે. કોઈ બિમાર ન પડત.આ શરીર આપણું હોત તો આપણા મન, બુદ્ધિ, ચિત્ત અહંકાર ચાલે છે તેની બધી ખબર પડત !તેથી ભગવાન કહે છે આ દેહ ખેતર છે અને તેનો માલિક ભગવાન છે.દેહ ખેતર છે તો  ખેતર હમેશાં લઈને અનેકગણું કરી આપે છે. એક દાણાના સો ગણા -અનેકગણા કરીને આપે છે. પરંતુ તેની ખેડ સારી થઈ હોય અને સમયસર વાવણી થઈ હોત તો આ શરીર ખેતર છે તો સમયસર એટલે કે મનુષ્યની બુદ્ધિ ખીલવી લાગે એટલે કે કિશોરનવસ્થા-યૌવનના પ્રારંભમાં જ પુખ્ત વયમાં આવતા જ વાવણી આવતાં જ વાવણી ન થાય તો ખેતરમાં ઘાસકુશ-ઝાંખરાં જ ઊગે મતલબ પાછલી ઉંમરે વાવવા માટે તેને રાખી ન મુકાય.

    પરંતુ સમયસર વાવણી કરી હોય અને ભગવાને કહ્યું છે તેવા સદ્રુણનું બિયારણ વાવ્યું હોય તો જીંદગીમાં આવા માઠા દા’ડા જોવાનો વારો ન આવે તો આપણે નક્કી કરવાનું છે કે શું વાવણું અને કયારે વાવવું ?

     

    God
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026
    લેખ

    કેસર નાં એક ખોટાં ચુનાવનું પરિણામ, એવું આવ્યું કે જીંદગીભર એને એનું શૂળ રહેશે?

    May 7, 2026
    લેખ

    US-Iran tensions માં એક ઐતિહાસિક વળાંક – યુદ્ધવિરામથી લઈને કરારના ઉંબરે

    May 7, 2026
    લેખ

    તંત્રી લેખ…આત્મનિરીક્ષણને બદલે આરોપોનો આશરો લેવો

    May 7, 2026
    ધાર્મિક

    સંસારના વિષયોમાંથી મન હટી જાય તો સમાધિ જેવો આનંદ મળે છે

    May 5, 2026
    ધાર્મિક

    Maharishi Ved Vyasa અને પંચમ વેદ કહેવાતાં મહાભારતનાં મુખ્ય બોધને જાણીએ

    May 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026

    કેસર નાં એક ખોટાં ચુનાવનું પરિણામ, એવું આવ્યું કે જીંદગીભર એને એનું શૂળ રહેશે?

    May 7, 2026

    US-Iran tensions માં એક ઐતિહાસિક વળાંક – યુદ્ધવિરામથી લઈને કરારના ઉંબરે

    May 7, 2026

    પહેલીવાર India and Zimbabwe મહિલા ટીમો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીનો સમાવેશ થશે

    May 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.