Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkotના યુવરાજનગરમાં ઘરમાં ઘૂસેલા શખ્સને ટપાળતા વૃદ્ધને માર માર્યો

    September 29, 2026

    Rajkot: ફોર્ચ્યુન હોટલ નજીક વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ

    September 29, 2026

    Rajkot સહિત રાજ્યના તમામ બાર એસો.ની ડિસેમ્બરમાં ચૂંટણીનું બ્યુગલ

    September 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkotના યુવરાજનગરમાં ઘરમાં ઘૂસેલા શખ્સને ટપાળતા વૃદ્ધને માર માર્યો
    • Rajkot: ફોર્ચ્યુન હોટલ નજીક વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ
    • Rajkot સહિત રાજ્યના તમામ બાર એસો.ની ડિસેમ્બરમાં ચૂંટણીનું બ્યુગલ
    • Babra માર્કેટિંગ યાર્ડમાં ભાજપ પ્રેરિત ઉમેદવારોનો વિજય
    • Morbi: ગ્રાહક અદાલતમાં ચાલતા કેસોમાં થતા વિલંબ મામલે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે સીએમને પત્ર લખ્યો
    • કાગડાઓને Kagvas શા માટે નાખવામાં આવે છે : પૌરાણિક મહત્વ
    • માથેરાન ફરવા ગયેલા Jamnagarના સેક્શન ઓફિસર સાથે ઓનલાઈન છેતરપિંડી
    • Jamnagar શહેર અને જિલ્લામાં જુગારના નવ દરોડામાં ૧૨ શખ્સો ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkotની સરકારી ધર્મેન્દ્રસિંહજી કોલેજના પ્રિન્સિપાલ પરેશ રાવલ ડિસમિસ, ૨૫.૩૬ લાખની નાણાકીય ગેરરીતિમાં કાર્યવાહી
    રાજકોટ

    Rajkotની સરકારી ધર્મેન્દ્રસિંહજી કોલેજના પ્રિન્સિપાલ પરેશ રાવલ ડિસમિસ, ૨૫.૩૬ લાખની નાણાકીય ગેરરીતિમાં કાર્યવાહી

    Vikram RavalBy Vikram RavalSeptember 29, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૨૯

    Rajkotની આઝાદી પૂર્વેની ઐતિહાસિક ધર્મેન્દ્રસિંહજી આર્ટ્‌સ સરકારી કોલેજના પ્રિન્સિપાલ પરેશકુમાર નવતમલાલ રાવલ સામે રાજ્ય શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. સરકારી ગ્રાન્ટના ઉપયોગમાં નાણાકીય ગેરરીતિ સહિતના ગંભીર આક્ષેપોની લાંબી તપાસ બાદ તેમને સરકારી સેવામાંથી ‘રૂખસદ’ની શિક્ષા કરવામાં આવી છે.

    રાજ્યપાલના હુકમથી કરવામાં આવેલી આ કાર્યવાહીના પગલે પરેશ રાવલને તાત્કાલિક અસરથી નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ રાજકોટની છસ્ઁ લો કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કમલેશ બુદ્ધભટ્ટીને ધર્મેન્દ્રસિંહજી કોલેજના આચાર્યનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

    શિક્ષણ વિભાગની કાર્યવાહીનો સંબંધ પરેશ રાવલની અગાઉની ફરજ સાથે છે. તેઓ ૫ ઓગસ્ટ ૨૦૧૧થી ૧૪ ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન કચ્છની રાપર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તથા ભુજની આર.આર. લાલન કોલેજમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. આ સમયગાળા દરમિયાન સરકારી ગ્રાન્ટના ઉપયોગમાં નિયમોના ભંગ, નાણાકીય પ્રક્રિયાઓનું પાલન ન કરવા અને સરકારી નાણાંના વ્યવહારમાં અનિયમિતતા સહિતના છ ગંભીર આરોપો અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સત્તાનો દુરુપયોગ અને નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતોના ભંગ અંગેના મુદ્દાઓ સામે આવ્યા હોવાનું શિક્ષણ વિભાગના આદેશમાં જણાવાયું છે.

    મામલાનો સૌથી મહત્વનો મુદ્દો વર્ષ ૨૦૧૬માં મળેલી આરયુએસએ  (રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન)ની ૫૦ લાખની ગ્રાન્ટ સાથે જોડાયેલો છે. વિભાગીય તપાસ મુજબ, ખર્ચ માટે જરૂરી પ્રક્રિયા અનુસર્યા વિના વિવિધ વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા અને તેના આધારે ૨૫,૩૬,૭૭૨નો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભુજ ખાતેની ફરજ દરમિયાન સરકારી હિસાબોમાં અનિયમિતતા અને મહત્વના દસ્તાવેજોના સંચાલનમાં બેદરકારી અંગે પણ તપાસમાં નોંધ લેવાઈ હતી.

    તપાસમાં જણાવ્યા મુજબ, કોલેજ ના વહીવટી અને નાણાકીય રેકોર્ડ જાળવવામાં પણ ગંભીર ખામીઓ સામે આવી હતી. આમાં ડેડસ્ટોક રજિસ્ટર અને કેશબુક ન લખવી, પીએલએ વાઉચર્સ તથા અન્ય રેકોર્ડ ગુમ થવા અને પસ્તીના વેચાણમાંથી મળેલી રકમ સરકારી ચલણ મારફતે જમા ન કરાવવાના મુદ્દાઓનો સમાવેશ થાય છે. ખરીદી અને અન્ય કામગીરીમાં સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગની ખરીદ નીતિ તથા સમયાંતરે જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન ન થયું હોવાનો પણ તપાસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    બીજી ગેરરીતિ ગ્રાન્ડ એજ્યુકેશન ફેર સાથે જોડાયેલી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ૭૬ વિદ્યાર્થીઓ અને ૩ અધ્યાપકોને ભુજથી અમદાવાદ લઈ જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ માટેની એજન્સીના બિલ અને ટોલટેક્સ સ્લીપમાં દર્શાવાયેલા બસ નંબર વચ્ચે વિસંગતતા હોવા છતાં ચુકવણી કરવામાં આવી હતી. વિભાગીય તપાસમાં આ ચુકવણી પહેલાં જરૂરી ચકાસણી કરવામાં આવી ન હોવાનો મુદ્દો પણ નોંધાયો છે.

    તપાસ દરમિયાન વધુ એક નાણાકીય અનિયમિતતા સામે આવી હતી. ૨૯ ઓગસ્ટ ૨૦૧૭ના જીમ સંબંધિત બિલની રકમ ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ પીએલએ એકાઉન્ટમાંથી એક જ કામ અને એક જ પાર્ટીને બે વખત ચૂકવાઈ હોવાનો તપાસમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૪માં તિજોરી કચેરી દ્વારા અમાન્ય ઠેરવાયેલા એક ટીએ બિલને પણ બાદમાં નિયમો વિરુદ્ધ પીએલએ એકાઉન્ટમાંથી મંજૂર કરીને ચૂકવણી કરવામાં આવી હોવાનો આરોપ તપાસમાં નોંધાયો છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ટૂંક સમયમાં જ કોંગ્રેસમાં જોડાશે, અમિત ચાવડાનો ખુલાસો
    Next Article કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી મુંબઈ આવતા જ ઝડપાયો, Surat સાયબર ક્રાઈમની કાર્યવાહી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotના યુવરાજનગરમાં ઘરમાં ઘૂસેલા શખ્સને ટપાળતા વૃદ્ધને માર માર્યો

    September 29, 2026
    રાજકોટ

    Rajkot: ફોર્ચ્યુન હોટલ નજીક વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ

    September 29, 2026
    રાજકોટ

    Rajkot સહિત રાજ્યના તમામ બાર એસો.ની ડિસેમ્બરમાં ચૂંટણીનું બ્યુગલ

    September 29, 2026
    રાજકોટ

    Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિવૃત અધ્યાપકોનો અભિવાદન સમારોહ યોજાયો

    September 29, 2026
    રાજકોટ

     Rajkot નાગરિક સહકારી બેંક લિ.ની ૭૩મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન

    September 29, 2026
    રાજકોટ

    Rajkot: નિવા બુપા હેલ્થ વીમા કંપનીને વળતર ચુકવવા આયોગનો હુકમ

    September 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,690
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,380
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,520
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-09-2026 21:09
    Categories
    Latest News

    Rajkotના યુવરાજનગરમાં ઘરમાં ઘૂસેલા શખ્સને ટપાળતા વૃદ્ધને માર માર્યો

    September 29, 2026

    Rajkot: ફોર્ચ્યુન હોટલ નજીક વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ

    September 29, 2026

    Rajkot સહિત રાજ્યના તમામ બાર એસો.ની ડિસેમ્બરમાં ચૂંટણીનું બ્યુગલ

    September 29, 2026

    Babra માર્કેટિંગ યાર્ડમાં ભાજપ પ્રેરિત ઉમેદવારોનો વિજય

    September 29, 2026

    Morbi: ગ્રાહક અદાલતમાં ચાલતા કેસોમાં થતા વિલંબ મામલે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે સીએમને પત્ર લખ્યો

    September 29, 2026

    કાગડાઓને Kagvas શા માટે નાખવામાં આવે છે : પૌરાણિક મહત્વ

    September 29, 2026
    Search
    Main News

    આઇએએસ પદ પરથી રાજીનામું આપનાર Divya Mittal રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી

    September 29, 2026

    Supreme Court રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીના પરિણામો પર સ્ટે લગાવી દીધો છે

    September 29, 2026

    ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ

    September 29, 2026

    SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

    September 29, 2026

    અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે Essar Group !

    September 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkotના યુવરાજનગરમાં ઘરમાં ઘૂસેલા શખ્સને ટપાળતા વૃદ્ધને માર માર્યો

    September 29, 2026

    Rajkot: ફોર્ચ્યુન હોટલ નજીક વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ

    September 29, 2026

    Rajkot સહિત રાજ્યના તમામ બાર એસો.ની ડિસેમ્બરમાં ચૂંટણીનું બ્યુગલ

    September 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.