Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkotના યુવરાજનગરમાં ઘરમાં ઘૂસેલા શખ્સને ટપાળતા વૃદ્ધને માર માર્યો

    September 29, 2026

    Rajkot: ફોર્ચ્યુન હોટલ નજીક વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ

    September 29, 2026

    Rajkot સહિત રાજ્યના તમામ બાર એસો.ની ડિસેમ્બરમાં ચૂંટણીનું બ્યુગલ

    September 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkotના યુવરાજનગરમાં ઘરમાં ઘૂસેલા શખ્સને ટપાળતા વૃદ્ધને માર માર્યો
    • Rajkot: ફોર્ચ્યુન હોટલ નજીક વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ
    • Rajkot સહિત રાજ્યના તમામ બાર એસો.ની ડિસેમ્બરમાં ચૂંટણીનું બ્યુગલ
    • Babra માર્કેટિંગ યાર્ડમાં ભાજપ પ્રેરિત ઉમેદવારોનો વિજય
    • Morbi: ગ્રાહક અદાલતમાં ચાલતા કેસોમાં થતા વિલંબ મામલે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે સીએમને પત્ર લખ્યો
    • કાગડાઓને Kagvas શા માટે નાખવામાં આવે છે : પૌરાણિક મહત્વ
    • માથેરાન ફરવા ગયેલા Jamnagarના સેક્શન ઓફિસર સાથે ઓનલાઈન છેતરપિંડી
    • Jamnagar શહેર અને જિલ્લામાં જુગારના નવ દરોડામાં ૧૨ શખ્સો ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી મુંબઈ આવતા જ ઝડપાયો, Surat સાયબર ક્રાઈમની કાર્યવાહી
    સુરત

    કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી મુંબઈ આવતા જ ઝડપાયો, Surat સાયબર ક્રાઈમની કાર્યવાહી

    Vikram RavalBy Vikram RavalSeptember 29, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.૨૯

    Surat સાયબર ક્રાઈમ  સેલે કરોડો રૂપિયાના ઓનલાઈન ફ્રોડના કેસમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી દુબઈમાં રહીને આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગ સાથે જોડાયેલો હતો અને બેન્ક એકાઉન્ટ તથા ડમી કંપનીઓના નેટવર્ક મારફતે નાણાકીય વ્યવહારો કરાવતો હતો.

    પોલીસે આરોપી સામે લુકઆઉટ સર્ક્‌યુલર જાહેર કર્યો હતો. આરોપી દુબઈથી ફ્લાઇટ મારફતે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચતા જ સુરત સાયબર ક્રાઈમની ટીમે એરપોર્ટ ઓથોરિટીની મદદથી તેને ઝડપી લીધો હતો. પકડાયેલા આરોપીની ઓળખ ૩૮ વર્ષીય મોહમદ સાહીબ મોહમદ સાદીક તંબુવાલા તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ તે સુરતના રાંદેર રોડ, અડાજણ પાટિયા વિસ્તારમાં ઝલ એપાર્ટમેન્ટમાં રહેતો હતો.

    Surat સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં વર્ષ ૨૦૨૩માં નોંધાયેલા એક કેસની તપાસ દરમિયાન આ નેટવર્ક સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, ફરિયાદીને લિંક મોકલવામાં આવી હતી. લિંક પર રજિસ્ટ્રેશન કરાવી શરૂઆતમાંં યુટયુબ ચેનલ રજિસ્ટ્રેશન કરવાના ટેગ આપવામાં આવ્યા હતા.

    આ ટાસ્ક પૂર્ણ કરવા બદલ કમિશન આપીને ફરિયાદીનો વિશ્વાસ જીતવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ કમાણીની લાલચ આપીને ઁઅલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદી પાસેથી કુલ ૩૦,૨૦,૧૩૭ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. તેમાંથી શરૂઆતમાં માત્ર ૩૦,૪૫૦ કમિશન તરીકે પરત આપવામાં આવ્યા હતા. બાકીના ૨૯,૮૯,૬૮૭ની રકમની છેતરપિંડી થઈ હતી.

    બીજા કેસમાં આરોપીઓએ એક ફર્મના નામે બનાવટી દસ્તાવેજો  તૈયાર કર્યું હોવાનો પોલીસનો આરોપ છે. આ બનાવટી ડીએસસીનો ઉપયોગ કરીને ભારત સરકારના આઇસીઇજીએટીઇ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ માટે ફેક ઈ-મેઈલ આઈડી અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ફર્મનાનો કથિત રીતે ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવ્યો હતો.એશિયન કમ્યુનિટીમાં જોડાઓ

    પોલીસના જણાવ્યા મુજબ, ફરિયાદીની જાણ બહાર સરકારની આરઓએસસીટીએલ યોજના હેઠળ મળેલી ૭ ઈ-સ્ક્રિપ્સમાંથી ૪ ઈ-સ્ક્રિપ્સ અન્ય ધારકોને ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ ૪ ઈ-સ્ક્રિપ્સની કુલ કિંમત ૫૪,૨૫,૭૬૭ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે ૭ ઈ-સ્ક્રિપ્સની કુલ કિંમત ૯૫,૪૨,૮૩૧ હતી.

    પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી પાસેથી વધુ માહિતી સામે આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, સાહીબ તંબુવાલા સુરતના સ્થાનિક સાગરીતો પાસેથી કમિશનના આધારે બેન્ક એકાઉન્ટ મેળવતો હતો. ત્યારબાદ આવા બેન્ક એકાઉન્ટ દુબઈમાં રહેલા સાયબર ગેંગના કથિત મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડવામાં આવતા હતા. આરોપી પોતે આશરે ૨૦,૧૧૫ યુએઇ દિરહામ, એટલે કે અંદાજે ૫ લાખ, જેટલું કમિશન રાખતો હોવાનો પોલીસનો દાવો છે. તપાસમાં એક બેન્ક એકાઉન્ટમાં ૧૧ અને ૧૨ મે ૨૦૨૩, એટલે કે માત્ર બે દિવસ દરમિયાન ૫,૧૭,૫૪,૫૯૮ના વ્યવહારો થયાનું સામે આવ્યું છે.

    પોલીસે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતાં આ બેન્ક એકાઉન્ટ સાથે દેશના અલગ-અલગ રાજ્યોમાંથી નોંધાયેલી ૪૯ ફરિયાદો જોડાયેલી હોવાનું શોધી કાઢ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ફરિયાદોમાં સીધી રીતે ૮૬,૩૪,૯૪૨ની ફ્રોડ રકમ આ એકાઉન્ટમાં જમા થયેલી હોવાનું સામે આવ્યું છે. આ ખુલાસા બાદ સુરત સાયબર ક્રાઈમ સેલે આરોપીના આંતરરાષ્ટ્રીય કનેક્શન અંગે તપાસ વધુ તેજ કરી છે.સિટી ગાઇડ મેળવો

    આ કેસમાં અગાઉ ઝડપાયેલા સલાબતપુરાના તક્ષલ લુંગીવાલા સાથે મળીને આરોપીએ એક બોગસ કંપની અને તેની બનાવટી ડીએસસી તૈયાર કરી હોવાનો પોલીસનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ફેક કંપનીનો દુબઈમાં રહેલા વોન્ટેડ આરોપીને આપવામાં આવ્યા હતા. તેના બદલામાં ૫૦,૦૦૦ કમિશન મેળવવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ કથિત નેટવર્ક દ્વારા ફરિયાદીની ૨૫,૩૬,૮૭૭ની સરકારી ઈ-સ્ક્રિપ્સ ટ્રાન્સફર કરવામાં આવી હોવાનો પોલીસનો દાવો છે.

    આ સમગ્ર કેસમાં ડીંડોલીના કૃણાલ સેંધાણે અને સલાબતપુરાના તક્ષલ લુંગીવાલાની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે અને તેઓ જેલમાં હોવાનું પોલીસ તપાસમાં જણાવાયું છે. હવે મોહમદ સાહીબ તંબુવાલાની ધરપકડ બાદ સાયબર ક્રાઈમ પોલીસે તેના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસ હાલ આરોપીના બેન્ક એકાઉન્ટ, ડમી કંપનીઓ, સ્થાનિક સાગરીતો અને દુબઈમાં રહેલા કથિત સાયબર ગેંગ સાથેના કનેક્શન અંગે તપાસ કરી રહી છે. આ નેટવર્ક સાથે વધુ લોકો જોડાયેલા છે કે કેમ અને અન્ય કેટલા નાણાકીય વ્યવહારો થયા છે તે અંગે તપાસ આગળ વધી રહી છે.

    surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkotની સરકારી ધર્મેન્દ્રસિંહજી કોલેજના પ્રિન્સિપાલ પરેશ રાવલ ડિસમિસ, ૨૫.૩૬ લાખની નાણાકીય ગેરરીતિમાં કાર્યવાહી
    Next Article Bigg Bossના ઘરમાં વાતાવરણ ગરમાયું છે, જેમાં કાઝી તૌકીર સહિત ૧૧ સ્પર્ધકોને એક સાથે નોમિનેટ કરવામાં આવ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat: રૂ.૫૦૦ની બનાવટી નોટો સાથે યુવક ઝડપાયો

    September 29, 2026
    સુરત

    Surat: કામરેજ નજીક એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસતાં ૪નાં મોત

    September 25, 2026
    સુરત

    Surat: વેન્ટિલેશન વગરના બાથરૂમમાં ગેસ ગીઝર બન્યું જીવલેણ, ૭ મહિનામાં ૪ લોકોના મોત

    September 21, 2026
    સુરત

    Suratમાં ૮૪ વર્ષીય વૃદ્ધાની ઘરમાં જ હત્યા, મોબાઈલ ગાયબ; પરિચિત વ્યક્તિ પર પોલીસની નજર

    September 15, 2026
    સુરત

    Surat: માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગતાં 13 વર્ષીય કિશોરનો આપઘાત

    September 2, 2026
    સુરત

    Surat: યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા

    September 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,690
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,380
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,520
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-09-2026 21:09
    Categories
    Latest News

    Rajkotના યુવરાજનગરમાં ઘરમાં ઘૂસેલા શખ્સને ટપાળતા વૃદ્ધને માર માર્યો

    September 29, 2026

    Rajkot: ફોર્ચ્યુન હોટલ નજીક વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ

    September 29, 2026

    Rajkot સહિત રાજ્યના તમામ બાર એસો.ની ડિસેમ્બરમાં ચૂંટણીનું બ્યુગલ

    September 29, 2026

    Babra માર્કેટિંગ યાર્ડમાં ભાજપ પ્રેરિત ઉમેદવારોનો વિજય

    September 29, 2026

    Morbi: ગ્રાહક અદાલતમાં ચાલતા કેસોમાં થતા વિલંબ મામલે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે સીએમને પત્ર લખ્યો

    September 29, 2026

    કાગડાઓને Kagvas શા માટે નાખવામાં આવે છે : પૌરાણિક મહત્વ

    September 29, 2026
    Search
    Main News

    આઇએએસ પદ પરથી રાજીનામું આપનાર Divya Mittal રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી

    September 29, 2026

    Supreme Court રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીના પરિણામો પર સ્ટે લગાવી દીધો છે

    September 29, 2026

    ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ

    September 29, 2026

    SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

    September 29, 2026

    અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે Essar Group !

    September 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkotના યુવરાજનગરમાં ઘરમાં ઘૂસેલા શખ્સને ટપાળતા વૃદ્ધને માર માર્યો

    September 29, 2026

    Rajkot: ફોર્ચ્યુન હોટલ નજીક વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ

    September 29, 2026

    Rajkot સહિત રાજ્યના તમામ બાર એસો.ની ડિસેમ્બરમાં ચૂંટણીનું બ્યુગલ

    September 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.