New Delhi,તા.19
કેન્દ્ર સરકારની નોકરીમાંથી નિવૃત થનાર બધા કર્મચારીઓએ પેન્શન મેળવવા માટે હવે ઓનલાઈન ફોર્મ 6-એ ભરવું ફરજિયાત થઈ જશે. આ ફોર્મને ભવિષ્ય કે ઈ-એચઆરએમએસ પોર્ટલથી માત્ર ઓનલાઈન જ ભરવામાં આવી શકે છે.
પેન્શન પ્રક્રિયા સાથે જોડાયેલ આ નવો નિયમ દેશમાં 6 નવેમ્બર 2024થી લાગુ થઈ ચૂકયો છે. કેન્દ્ર સરકારની નોકરીઓથી રિટાયર થનારા કર્મચારીઓના હવે કાગળ પર લખેલા આવેદન સ્વીકારવામાં નહીં આવે.
અગાઉ પેન્શન માટે આવેદન કાગળ પર ભરવામાં આવતા હતા. પરંતુ હવે ઓનલાઈન પેન્શન ફોર્મ ભરવું પડશે. આ નવો નિયમ સરકારી પ્રક્રિયાઓને ડીજીટલ બનાવવાના એક મોટા પગલાનો ભાગ છે. આ ઓનલાઈન પોર્ટલ પેન્શન પ્રક્રિયાને સરળ અને વધુ અસરકારક બનાવવા બનાવાઈ છે.

