New Delhi,તા.30
સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નામે વાયરલ થયેલા કથિત રાજીનામા પત્રને કેન્દ્ર સરકારે સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક ગણાવ્યો છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ની ફેક્ટ ચેક ટીમે ગુરુવારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આવો કોઈ રાજીનામાનો પત્ર જારી કરવામાં આવ્યો નથી અને વાયરલ પત્ર પર દર્શાવવામાં આવેલી સહી પણ અસલી નથી.
PIBફેક્ટ ચેકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “આ પત્ર સંપૂર્ણપણે નકલી છે. પ્રધાનમંત્રી દ્વારા આવો કોઈ પત્ર જારી કરવામાં આવ્યો નથી અને તેના પર તેમની કોઈ સહી પણ નથી.” સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર ફરતા આવા દાવાઓ પર વિશ્વાસ કરતા પહેલાં સત્તાવાર સ્ત્રોતો દ્વારા તેની ચકાસણી કરવી જોઈએ અને અફવાઓ ફેલાવવાથી બચવું જોઈએ અને તેમના પ્લેટફોર્મ પર ફોરવર્ડ નહીં કરવું જોઈએ.
પીઆઇબી દ્વારા ટ્વીટમાં ઉલ્લેખ કરાયો છે કે ભ્રામક માહિતી અને ઓનલાઈન છેતરપિંડી અટકાવવામાં મદદ કરો. કોઈપણ શંકાસ્પદ અથવા ચેડા કરાયેલ સામગ્રીની જાણ કરવા સંપર્ક કરો : +91 8799711259.

