હેલ્મેટ વગર, ચાલુ વાહને મોબાઈલ વાપરનારાઓ પર વિશેષ કાર્યવાહી થી વાહન ચાલકોમાં ફફડાટ…
Rajkot, તા.09
રાજકોટ ગ્રામ્ય વિસ્તાર માં માર્ગ અકસ્માતો ઘટાડવા ટ્રાફિક ઝુંબેશ ચલાવી શાપર વેરાવળપોલીસે નિયમ ભંગ કરી વાહન ચલાવતા તત્વો પર ધોષ બોલાવી ‘૫૦’કેસ કરીને ૧૦,૦૦૦ થી વધુ નો દંડ વસૂલતા નિયમ ભંગકરનાર વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. ગોંડલ ડીવાયએસપી સિમરન ભારદ્વાજ ના માર્ગદર્શન મુજબ શાપર વેરાવળ આર બી રાણા, અને સ્ટાફે તા,૭/૫ ના રોજ ટ્રાફિક ઝુંબેશ ચલાવી હેલ્મેટ , સીટ બેલ્ટ, વગર, વાહન પર મોબાઈલનો ઉપયોગ કરનાર, ત્રીપલ સવારી, વાહન પાર્કિંગ કરવા સબબ૫૦ થી વધુ કેસ કરી ૧૦,૬૦૦ નો દંડ વસુલ કર્યો હતો, સાપર વેરાવળ પોલીસની આકરી કાર્યવાહીથી નિયમ ભંગ કરનાર માં ફફડાટ ફેલાયો છે