નાયબ કલેકટર એચ.ટી.મકવાણાની ટીમે રાત્રે બે કલાકે દરોડો પાડી રૂ 1.50 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો :આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહીની તજવીજ
Rajkot,તા.05
પવિત્ર યાત્રા ધામ ચોટીલાના ડુંગરે બિરાજતી ચામુંડા માં ની ભૌગોલિક સ્થિતિને નુકસાન પહોંચાડતા ભૂમાફિયાઓ સામે વહીવટી તંત્રએ મધરાતે મોટી કાર્યવાહી કરી છે. લાંબા સમયથી તંત્રને થાપ આપી નાસી છૂટવામાં સફળ રહેતો ખનીજ માફિયા લાલા ભીમા જોગરાણા આખરે ઝડપાઈ ગયો છે. નાયબ કલેક્ટરની એચ. ટી. મકવાણા અને તેમની ટીમે રાત્રિના સમયે દરોડો પાડી રૂ. ૧.૫૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરતા ફફડાટ વ્યાપી ગયો છે.આ અંગે મળતી માહિતી મુજબ છેલ્લા ઘણાં સમયથી ચોટીલા પંથકમાં તાસનું ખનન કરી લાખો રૂપિયાનું સરકારનું નુકશાન કરનાર શખ્શો પર એક પછી એક ખનિજ માફિયા ને ઝડપી લેવાયા છે ગઈ મધરાતે ફિલ્મી ઢબે ગત રાતે વહેલી સવારે ૨:૦૦ વાગ્યાની આસપાસ, ચોટીલા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા અને તેમની ટીમે ગુપ્ત બાતમીના આધારે કાંચાસર અને સાંગાણી ગામ વચ્ચેના ડુંગરાળ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે તાસનું ખનન ચાલી રહ્યું હતું. અંધારાનો લાભ લઈને ભાગવાની ફિરાકમાં રહેલા તત્વોને તંત્રએ ઘેરી લીધા હતા.ખનીજ ચોરીના આ કેસમાં ઝડપાયેલા વાહન માલિક નાના પાળીયાદ રહેતો લાલાભાઈ ભીમાભાઈ જોગરાણા સામે તંત્રએ ઝડપી લીધા હતા અને રૂ. ૧,૫૦,૦૦,૦૦૦ કિંમતના એક ડમ્પર,એક એક્સકેવેટર હિટાચી મશીન,એક એક્સકેવેટર લઈ જવાનું કેરિયર (પાટલો) સહિત નો જપ્ત કરાયેલ મુદ્દામાલ
તંત્ર દ્વારા સ્થળ પરથી નીચે મુજબના વાહનો જપ્ત કરી મામલતદાર કચેરી, ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યા છે લાંબા સમયથી ગેરકાયદેસર ખનન કરનારા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર સુધીની કાર્યવાહી કરવા તંત્ર હરકત આવતા ગુનેગારી માં ફફડાટ ફેલાયો હતો લાલો જોગરાણા અગાઉ પણ અનેકવાર ખનીજ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે. લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે

