Rajkot તા.૧૦
વી.ડી.પારેખ અંધ મહીલા આશ્રમનાં બે અંધ બહેનો દક્ષાબેન મગનભાઈ દુદકીયા (૬ર વર્ષ) તથા લલીતાબેન છગનલાલ લોઢીયા(૮૧ વર્ષ) ની જીવનપૂંજી માંથી રૂપિયા ૨,૫૦,૦૦૦/- નો રાજકોટની અંદાજે ૧૦ ગેોશાળામાં ૧૬૦૦ મણ ઘાસચારો તેમજ કબૂતરોને ચણ, ખીસકોલીઓને મકાઈના ડોડા, કીડીયારૂ, ગેોમાતાઓને રોટલી, શ્વાનોને દૂધ રોટલી ના ભાવતા ભોજનીયા જમાડાશે.
જીવદયા ગ્રુપનાં મોભી આદરણીયશ્રી ઉપેનભાઈ મોદીના માર્ગદર્શન અને બાપા સીતારામ ગેો શાળાનાં સમીરભાઈ કામદાર ના સહકારથી અંધ મહીલાશ્રમના ટ્રસ્ટીશ્રી દિનાબેન મોદી ની પ્રેરણાથી આ સેવાકાર્ય હાથ ધરાનાર છે. અંધ મહીલાશ્રમનાં દીનાબેન મોદી કે જેઓ છેલ્લા ૩પ વર્ષથી અંધ મહીલાશ્રમમાં સંતોકબેન બંગાળી ના રાહચીંધ્યે આગળ વધી નીજાનંદ સાથે સેવા કરી જીવદયા કાર્યોને હરસમયે યાદ કરી ભાવથી સેવા કરતા રહે છે.
તેમનાં જણાવ્યા પ્રમાણે આ બહેનો કે જેઓ મહીને નાનું મોટુ કાર્ય કરતા રૂપિયા જે ભેગા થાય તે પોસ્ટમાં કે પછી તેમની બેન્ક એફ.ડી. માંથી રૂપીયા જે મળે છે તેમાંથી વધતા તેઓ આવા સત્કાર્ય માટે વાપરતા હોય છે. ઈશ્વરે એક ઈન્દ્રીય નથી આપી પરંતુ અગાઢ શકિતઓ તેમની પાસે હોય છે રામાયાણ, મહાભારત,ગીતાજી, જૈન સ્ત્વનો, અન્ય ધાર્મિક સ્તવનો કંઠસ્થ કરી ભાવથી ગાય છે. તેઓને ઘરે આનંદ નથી મળતો તેવો આનંદ આશ્રમમાં મળતો રહે છે. તાજેતરમાં એક બહેનનાં સ્વર્ગવાસ સમયે અંધ બહેનો દવારા આશ્રમનાં પ્રાંગણમાં રંગોળીઓ કરી ભજન સ્તવનો સાથે બહેનની વિદાય કરવામાં આવેલ. આ સમયે બધા જ અંધ બહેનો સ્મશાનમાં અંતીમ વિધિમાં હાજર રહેલા. પ્રેમભર્યો માહોલ થી આ બહેનો નીજાનંદ થી જીવી બીજાને જીવવાની પ્રેરણા આપતા રહે છે. જીવદયા કાર્યમાં ખીસકોલીઓને મકાઈના ડોડા, કીડીઓને કીડીયારૂ, શ્વાનોને દૂધ રોટલી, કબૂતર ચણ હિરેન કામદાર, હેમાબેન પારસભાઈ મોદી વગેરે જહેમત ઉઠાવી રહયા છે.

