ફિલ્મમાં સુપર નેચરલ પાવર્સ ધરાવતી બાળકીની વાર્તા હોવાની ચર્ચા
Mumbai,તા.06
રોહિત શેટ્ટીની ‘ગોલમાલ ફાઈવ’માં અનેક કલાકારોનો શંભુમેળો હશે. હવે તેમાં રણવીરનો પણ ઉમેરો થયો હોવાનું કહેવાય છે. રોહિત શેટ્ટીની દોસ્તી ખાતર રણવીરે ફિલ્મમાં એક કેમિયો કરવાનું સ્વીકાર્યું હોવાનું મનાય છે.
ફિલ્મમાં અજય દેવગણ, અરશદ વારસી, શ્રેયસ તલપડે, કુણાલ ખેમુ, તુષાર કપૂર રિપીટ થવાના છે.
આ ઉપરાંત અક્ષય કુમાર પણ એક નેગેટિવ રોલમાં છે. આ વખતે ફિલ્મની વાર્તા સુપર નેચરલ પાવર્સ ધરાવતી એક બાળકીને લગતી હશે તેમ ચર્ચાય છે.

