વિશ્વ પર્યાવરણ દિવસ પર પંકજ ત્રિપાઠીએ કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવાના પોતાના પ્રયાસો વિશે વાત કરી
Mumbai, તા.૬
પંકજ ત્રિપાઠી અંગત જીવનમાં સંપુર્ણ સાદગી અને ફિલ્મોમાં દમદાર અભિનય માટે જાણીતા કલાકાર છે. તે એક એવા કલાકાર છે, જે કોઈ જાતના શોર મચાવ્યા વિના અને પ્રમોશન વિના મૌન રહીને જ કેટલાંક એવા પગલાં લીધાં છે, જેનાથી તેઓ પોતાની કક્ષાએ પર્યાવરણના મુદ્દાઓનું શક્ય એટલું નિરાકરણ લાવી શકે અને કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડી શકે. હવે તેઓ કુદરત પ્રત્યેની પોતાની તકેદારીથી અન્યોને પ્રેરણા આપી રહ્યા છે. વિશ્વ પર્યાવરણ દિવસ પહેલાં તેમણે જણાવ્યું કે તેમણે કઈ રીતે આવા પગલાં લેવાની શરુઆત કરી. પંકજ ત્રિપાઠી જણાવે છે, “જ્યારે અણે ૨૦૨૨માં શેરદીલનું શૂટિંગ કરતા હતા, ત્યારે અમે જંગલમાં ઘણુ શૂટ કર્યું. ત્યારે મને માણસ અને પ્રાણીઓ વચ્ચેનો સંઘર્ષ સમજાયો. પરંતુ મને અહેસાસ પણ થયો અને મેં તેના પર કામ કરવાનું શરૂ કર્યું. હું ગામડામાં ઉચર્યો છું અને મને જ્યારે પર્યાવરણની સમસ્યાઓ સમજાઈ તો મેં મારી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાના શક્ય એટલાં પ્રયત્નો શરૂ કરી દીધા.”પંકજ ત્રિપાઠીએ શૂટિંગ વખતે જ કેટલાંક પગલાં લઈ લીધા. તેમણે જણાવ્યું, “મારા સમગ્ર શૂટ દરમિયાન મેં મારી પોતાની વેનિટીમાં મારું પોતાનું ભોજન બનાવ્યું – દાળ, ચોખા ને શાકભાજી નાખીને ખીચડી બનાવતો અને મિર્ઝાપુર ફિલ્મ શૂટ વખતે તો મારી સાથેના બીજા એક્ટર્સને પણ જમાડતો. હું સ્ટીલનું ટિફિન અને બોટલ વાપરતો અને પાણી માટીના મટકામાં રાખતો, જેથી હું બને એટલો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી શકું. હું શૂટ ન કરતો હોય તે સિવાય મેં બ્રાન્ડેડ કપડાનો ઉપયોગ ઘટાડી દીધો છે, હું ખાદી, હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટનાં કપડાં પહેરવાનું પસંદ કરું છું.”તેઓ સહમત થાય છે કે તે એકલા કોઈ પરિવર્તન નહીં લાવી શકે, પરંતુ “કમ સે કમ મારી ટીમ અને મારી આસપાસના લોકોને તો પ્રેરણા મળશે. જો આપણે બધાં વ્યક્તિગત રીતે પ્રયત્ન શરૂ કરી દઇશું તો ચોક્કસ પરિવર્તન આવશે અને આપણી યુવા પેઢી પાસે મારી ઘણી ઉંચી અપેક્ષાઓ છે.”પર્યાવરણની ગંભીરતા મુદ્દે તેઓ કહે છે, “શહેરો અને મેટ્રો સિટીમાં રહીએ ત્યારે કુદરત સાથેનો નાતો તુટી જાય છે પરંતુ ફરી તાજગી મેળવવા અને કુદરત સાથે સંબંધ જોડવા આપણે કુદરત પાસે પાછા જઈએ છીએ. હકિકત એ છે કે આપણે કુદરતનો હિસ્સો છીએ, પરંતુ આપણે એવું માનવા લાગ્યા છીએ કે આપણે કુદરતના માલિક છીએ, જે સાચું નથી અને પ્રકૃત્તિ આપણને ઝાટકા આપીને ચેતવણી આપ્યા કરે છે કે સુધરી જાઓ. આપણે એ સમજવું પડશે, આપણે કોઈ પણ વસ્તુથી સૌથી વધુ કુદરત અને ઓક્સિજન પર વધુ આધારીત છીએ.”પોતાના બાળપણની યાદો તાજી કરતા પંકજ ત્રિપાઠી જણાવે છે, “મારા જીવનની શરૂઆતના ૨૦ વર્ષ ગામડાંમાં(બિહારનું ગોપાલગંજ) વિત્યા છે, જ્યાં અમારા ઘરમાં વિજળી પણ નહોતી. અમારા ખેતરમાં અમારી આસપાસ ૫૦૦ વૃક્ષો હશે. પ્રકૃત્તિ અમારા જીનનો એક હિસ્સો હતી કારણ કે અમારા જીવનમાં ગેજેટ્સ નહોતાં. મારી પત્ની છોડ અને ફુલો સાથે એટલી જોડાયેલી છે કે જાણે એ એમની સાથે વાતો કરતી હોય. કુદરત સાથે અમારો નાતો આવો રહ્યો છે.”પંકજ ત્રિપાઠી આજે પણ વૃક્ષો વાવ્યા કરે છે અને તેમના ફૅન્સ પણ તેમના જન્મ દિવસે વૃક્ષો વાવે છે. પંકજ ત્રિપાઠી માનજાત અને પ્રકૃત્તિના સહઅસ્તિત્વ વિશે વાત કરે છે. તેમણે કહ્યું, “હું સમજું છું કે વિકાસ અને પ્રકૃત્તિનું જતન બે વિરોધાભાસી બાબતો છે.

