જ્યારે શુદ્ધ મનોરંજન અને કોમેડીની વાત આવે છે, ત્યારે દર્શકોએ પોતાની પસંદગી સ્પષ્ટ કરી દીધી છે
Mumbai, તા.૬
આ અઠવાડિયાની ટીઆરપી રેટિંગ્સ જાહેર થઈ ગઈ છે અને જુના લોકપ્રિય શો હવે ટોચના સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. વસુધા સતત ગતિ જાળવી રાખીને ફરી ટોચ પર પહોંચી છે. આ વખતનું ટીઆરપી લીડરબોર્ડ કેટલાક આશ્ચર્ય અને ટોચના સ્થાન માટેની મજબુત ટક્કર લઈને આવ્યું છે. નવા શો આ ચાર્ટમાં પ્રભુત્વ જમાવી રહ્યા છે, જ્યારે કલ્ટ ક્લાસિક ગણાતા શો ટોપ ૫માં ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ‘વસુધા’ તમામ ચેનલો વચ્ચે નંબર વન શો તરીકે સામે આવ્યો છે, જેને ૧.૯ રેટિંગ મળ્યું છે. શોની રસપ્રદ વાર્તા અને હાઈ-વોલ્ટેજ ડ્રામાએ સ્પષ્ટપણે દર્શકોને આકર્ષ્યા છે. જ્યારે ‘તુમ સે તુમ તક’એ ૧.૮ રેટિંગ સાથે બીજું સ્થાન મેળવ્યું છે. તેની સાથે જ ત્રીજા સ્થાને ‘ગંગા માઈ કી બેટિયાં’ પણ ૧.૮ રેટિંગ સાથે બરાબરીમાં છે.પરંતુ ત્યાર પછીના સ્થાન પર દિગ્ગજોની ટક્કર જોવા મળે છે. ચોથા સ્થાને લોકપ્રિય શો ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’નું રીબૂટ વર્ઝન, જેને ૧.૬ રેટિંગ મળ્યું છે. જોકે, આ અઠવાડિયાનું સૌથી મોટું આશ્ચર્ય ‘અનુપમા’ તરફથી આવ્યું છે.રૂપાલી ગાંગુલી અભિનીતના આ લિસ્ટમાં સૌથી જુના અને લોકપ્રિય શોમાં થોડો ઘટાડો નોંધાયો છે અને તે આ અઠવાડિયે ૧.૫ રેટિંગ સાથે પાંચમા સ્થાને પહોંચી ગયો છે. છઠ્ઠા સ્થાને ‘નાગિન ૭’ પણ ૧.૫ રેટિંગ સાથે છે, જે પોતાની ઓળખ બનેલા ટિ્વસ્ટ્સ દ્વારા દર્શકોને જોડીને રાખી રહ્યો છે.જ્યારે શુદ્ધ મનોરંજન અને કોમેડીની વાત આવે છે, ત્યારે દર્શકોએ પોતાની પસંદગી સ્પષ્ટ કરી દીધી છે. સ્ટાર્સથી ભરપુર કૂકિંગ-કોમેડી શો લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ સતત સારો દેખાવ કરી રહ્યો છે અને ૧.૪ રેટિંગ સાથે સાતમા સ્થાને છે. એ જ ૧.૪ રેટિંગ સાથે આઠમા સ્થાને છે ટેલિવિઝનનો સૌથી લાંબા સમયથી ચાલતો સૌથી લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ રહ્યો છે. ટોપ ૧૦ની યાદીમાં લાંબા સમયથી ચાલી રહેલા શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ અને ‘ક્યુંકી રિશ્તોં કે ભી રૂપ બદલતે હૈં’ ને પણ સ્થાન મળ્યું છે.

