New Delhi,તા.7
આ વખતે પ્રજાસતાક દિન પરેડમાં કર્તવ્ય પથ પર પહેલીવાર હવામાન વિભાગની ઝાંખી જોવા મળશે. કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયને અધિન હવામાન વિભાગની ઝાંખીમાં વિભાગની કાર્યપ્રણાલી જ નહીં, બલકે આગાહી કરવા અને એલર્ટ જાહેર કરવાની સીસ્ટમને પણ પ્રદર્શન કરવામાં આવશે.
‘સ્વર્ણિમ ભારત: વિરાસત સૌર વિકાસ’ થીમ પર તૈયાર આ ઝાંખીમાં હવામાન વિભાગના 150 વર્ષની લાંબી સફરની કથાને દર્શાવવામાં આવશે. આ ઝાંખીમાં જોવા મળશે કે 1875માં વિભાગની શરૂઆતને લઈને અત્યાર સુધીની તેની સફરમાં શું શું ફેરફાર થયા તેની કથા રજુ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી)ની સ્થાપના 1875માં એચએફ બ્લેનફોર્ડના નેતૃત્વમાં થઈ હતી, તેમને હવામાન વિજ્ઞાન રિપોર્ટની ઉપાધી અપાઈ હતી.
આઈએમડીના હાલના મહાનિર્દેશક ડો. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, અમે થીમને અનુરૂપ વિભાગના 150 વર્ષ પુરા થવા પર તેની મુખ્ય સિદ્ધિઓને દર્શાવવાનો પ્રયાસ કરશું. ઝાંખીમાં વિભાગના મોજૂદ અત્યાધુનિક સ્વરૂપ પર વધુ ફોકસ કરાશે.

