Bhavnagar તા.18
ભાવનગર ના વરતેજમાં રોડવેઝ ટ્રાન્સપોર્ટ ચલાવતા યુવાને ફેસબુક પરની જાહેરાત વાંચી ઓઇલનો મોટો જથ્થો મંગાવવા 15 લાખથી વધુની રકમ મોકલાવી દીધા બાદ પણ માલ નહીં મળતા તેમજ ફોન પણ નહીં ઉપાડી બે શખ્સોએ તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.શહેરના બેંક કોલોની ચિત્રામા રહેતા અને વરતેજ ખાતે રાધે રોડવેજ ટ્રાન્સપોર્ટ નામની ઓફિસ ચલાવતા મેહુલભાઈ ઓઘડભાઈ ડાંગરે ગો ગ્રીન ઇન્ડિયા નામના ફેસબુક પેજ ઉપર એમ. એચ. ઓ. ઓઇલની જાહેરાત વાંચી અને તેને ઓઇલ ની જરૂર હોય તેથી તેમણે આ જાહેરાતમાં જણાવેલ મોબાઈલ ફોન નંબર 8928618799 ઉપર આરોપી પંકજ સિંઘ સાથે વાતચીત કરી હતી.
ફોનમાં નક્કી થયા મુજબ એક કિલોગ્રામ ઓઇલના રૂપિયા 97 લેખે કુલ 15. 950 ટન વજન ઓઇલ એમ એચ ઓ નો માલ મંગાવવા મેહુલભાઈએ પંકજસિંઘ ને જણાવ્યું હતું. તે માટે નુ પેમેન્ટ આંગણીયા મારફત ચૂકવી આપવા જણાવેલ અને ત્યારબાદ ગાડી રવાના કરવા નું કહેલ. તેથી માલ ભરાઈ જતા અને ડ્રાઇવર સાથે ખરાઈ કરતાં બીજી એપ્રિલના રોજ શિહોર બસ સ્ટેશનના ઢાળ પાસે આવેલ આંગણીયા મારફત પંકજશીંઘના નામે કુલ રૂપિયા 15,47,150 નું આંગડીયુ કરી પેમેન્ટ મોકલી આપેલ.
પરંતુ ત્યારબાદ અક્ષય મિશ્રાએ જણાવેલ કે હજુ સુધી તમાં પેમેન્ટ પંકજસિંહ એ મોકલેલ નથી. જેથી તેનો સંપર્ક સાધવા અવારનવાર પ્રયત્ન કરવા છતાં તેણે ફોન સ્વીચ ઓફ કરી દીધેલ અને હજુ સુધી પેમેન્ટ લઈ લીધા હોવા છતાં ફોન નહીં ઉપાડી તથા માલ પણ નહીં મોકલી આ બંને શખ્સોએ તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.

