પીજીવીસીએલ ભાવનગર વર્તૂળ કચેરી હેઠળની સીટી-૧, ૨, ગ્રામ્ય, મહુવા તથા તળાજા ડિવિઝનમાં ગત તા.૧ ફેબુ્રઆરીથી તા.૯ ફેબુ્રઆરી દરમિયાન સર્કલ ડિસકનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ભાવનગર પીજીવીસીએલ દ્વારા કુલ ૨૭૫૭ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. જેમાં રૂ.૧.૦૨ કરોડનું વીજબીલ નહી ભરનારા સીટી-૧માં ૨૧૦ કનેક્શન, સીટી-૨માં ૨૯૧ કનેક્શન, ગ્રામ્યમાં ૪૩, મહુવામાં ૨૦૧ અને પાલિતાણામાં ૨૭૪ કનેક્શન મળી કુલ ૧૦૧૯ ગ્રાહકોના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. જ્યારે લાંબા સમયથી વીજબીલ નહી ભરનારા ૩૦,૯૧૩ ગ્રાહકો પાસે બાકી વીજબીલ પેટેના કુલ રૂ.૧૦.૬૫ કરોડની પીજીવીસીએલની ટીમ દ્વારા સ્થળ પર વસૂલાત કરવામાં આવી હતી. નાણાંકીય વર્ષ પૂર્ણ થાય તે પહેલા લાંબા સમયથી બાકી અને નિયમિત વીજ બીલ નહી ભરનારા ગ્રાહકો પાસે કડકહાથે ઉઘરાણી કરવા પીજીવીસીએલ દ્વારા ડિસકનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં લાંબા સમયથી બાકી અને નિયમિત વીજબીલ નહી ભરનારા ગ્રાહકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Trending
- જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા
- Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત
- ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત
- Lok Sabha માં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ
- 18 એપ્રિલ નું પંચાંગ
- 18 એપ્રિલ નું રાશિફળ
- રાહુલ ગાંધીના ભાષણથી લોકસભામાં હોબાળો,
- ટ્રમ્પ વહીવટ માટે એક ઝટકો, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે હૈતીયન ઇમિગ્રન્ટ્સને રક્ષણ આપતું બિલ પસાર કર્યું.

