ગ્રંથાલયમાં પાંચ આયામોના વિશેષ જાગૃતિ માટે કોર્નર બનાવો(૧) કુટુંબ પ્રબોધન (૨) સામાજિક સમરસતા (૩) પર્યાવરણ (૪) સ્વદેશી ભાવના જાગરણ (૫) નાગરિક કર્તવ્ય બોધ ની બુકોનું કોર્નર બનાવો*
આજે જયારે પૂરા વિશ્વમાં ગ્રંથાલય સપ્તાહ ઉજવવામાં આવનાર છે. ત્યારે ગ્રંથાલય ”સત્યમ્ શિવમ્ સૂંદરમ્” નો સમન્વય એટલે ગ્રંથાલય.” જેને કોઈ ઉપમાં આપી ન શકાય તેનું નામ ગ્રંથાલય”,”જેની કોઈ સિમા નથી તેનું નામ ગ્રંથાલય”, ”જેની કોઈ પાનખર આવતી નથી તેનું નામ ગ્રંથાલય”. ચાલો ઉજવીએ ગ્રંથાલય સપ્તાહ.
ગ્રંથાલય એ માહિતી અને જ્ઞાનનો અનંત ભંડાર છે. જેનાં ઉપયોગ થકી મનુષ્ય પોતાનો માનવધર્મ શ્રેષ્ઠ રીતે નિભાવતા શીખવી શકે છે. હજારો વર્ષોની સંસ્કૃતિના નિચોડ રૂપી માનવીય મૂલ્યોનું જ્ઞાન ધરાવતા પુસ્તકોનું આશ્રયસ્થાન ગ્રંથાલયમાં છે.
આવા ગ્રંથાલયો મનુષ્યને સત્યનો પાઠ શીખવે છે. મહા માનવો એ સત્યને જ ઈશ્વર કહે છે. આથી આ સત્ય રૂપી ઈશ્વરનો બોધ અને સાક્ષાત્કાર ગ્રંથાલયમાં રહેલ પુસ્તકો કરાવે છે. જે પૂસ્તકો જ્ઞાનીઓના જીવન અને કવનથી સમૃધ્ધ હોય છે. માટે પૂસ્તકો રાખવા ઘર મોટા નહીં પરંતુ સંસ્કાર મોટા જોઈએ છે.
વળી ગ્રંથાલયો મનુષ્યને શીવ તત્વની પ્રાપ્તિ કરાવે છે. હજારો વર્ષોર્થી ધરા પર પોતાની સાધના તપશ્ચર્યા અને કર્મોથી અગમ તત્વની ઉપાસના કરતા સાધુ સંતો મહંતોએ જીવનના ગઢ રહસ્યો અને તેના કાયદારૂપ શીવ તત્વની ખોજ કરેલ છે. આવા પરમતત્વની અનુભૂતિ, સાધના અને રહસ્યોના નીચોડ સમા પૂસ્તકો ગ્રંથાલયમાં સંગ્રહીત હોય છે. જે માનવીને જગતના નિર્માણના રહસ્યો રૂપી શીવતત્વને સમજાવે છે, માટે રામ નથી રામાયણમાં, કૃષ્ણ નથી ગીતામાં, ખુદા નથી કુરાનમાં, ક્રાઈસ્ટ નથી બાઈબલમાં : તે બધા માણસના ચારિત્ર્યમાં છે, ચારિત્ર તે નીતિમાં છે, નીતિ સત્યમાં છે, સત્ય એ જ શિવ છે.
૧પમી સદીમાં છાપકામની નવી પધ્ધતિ આવ્યા બાદ પૂસ્તક નિર્માણમાં ક્રાંતિ આવી છે અને કવોલીટીમાં સુધારો આવ્યો અને કિંમતમાં ઘટાડો આવ્યો ઉચ્ચ ટેકનીકલ ઉપયોગથી આકર્ષક ગ્રંથો બનવા અને વાચક વર્ગનો વધારો થયો.
નાના ગ્રંથાલયો/ મહાન ગ્રંથાલયોની સ્થાપનાઓ થઈ અને આ ગ્રંથાલયમાં વિવિધ પ્રકારે વહીવટની દ્રષ્ટિ નિર્માણ થઈ. શૈક્ષણિક ગ્રંથાલયો / ઔદ્યોગિક ગ્રંથાલયો / સરકારી ગ્રંથાલયો / ખાનગી ગ્રંથાલયો / જાહેર ગ્રંથાલયો / ધાર્મિક ગ્રંથાલયો, ગ્રંથાલયોને ઉપયોગી થયા, તેમાં પણ કોઈપણ ગ્રંથાલયમાં વર્ગીકરણ પધ્ધતિએ પૂસ્તકો ગોઠવવામાં આવ્યા હોય તો ઘડીના છઠ્ઠા ભાગમાં પૂસ્તક જોઈએ ત્યારે મળી શકે
અને આ ઈન્ટરનેટ યુગમાં ઈ-બુકનો જમાનો છે ત્યારે આ શ્રેષ્ઠ પધ્ધતિ બહુ જ કામમાં આવે છે. ખાલી બિલ્ડીંગથી કે પૂસ્તકો વસાવવાથી ગ્રંથાલય તૈયાર થતું નથી તેમા પણ નવી નવી પધ્ધતિ ઉમેરતી જવી પડે છે. ગ્રંથાલયની સાથે સંગ્રહીત વાંચન સામગ્રી નવી દ્રષ્ટિ ઉમેરતી જવી પડે છે. જેમકે, ડેટા લાઈબે્રરી/ડિઝીટલ લાઈબે્રરી/મેપ લાઈબે્રરી/ પિકચર(ફોટોગ્રાફ)લાઈબે્રરી /સ્લાઈડ લાઈબે્રરી આમ, તમામ પ્રકારની નવી સામગ્રી ઉમેરવી પડે છે.
સામાન્ય રીતે ૧૯પ૦માં એ જોવામાં આવ્યું કે, લોકો બુકસની બદલે રેડિયો / ટેલીવીઝન / સંગીતના સાધનો/કલબમાં જવા લાગ્યા છે. પોતાના પરસેવાની કમાણી અન્ય જગ્યાએ વાપરવા લાગ્યા છે જેમાંથી સંસ્કાર મળતા નથી તેથી આમ
સૌ પ્રથમ અમેરિકન લાયબે્રરી એસોશીએશને નેશનલ બુક કમિટિ નામની સંસ્થાની ૧૯પ૪માં સ્થાપના કરી તેમણે અમેરીકાના નાગરિકો તેઓના નવરાશના સમયમાં વાંચન કરી સંસ્કાર મેળવીને કૂટુંબનું ખર્ચ, હેલ્થ અને આવકમાં વૃધ્િધ કરે તેવા પ્રયત્નો શરૂ કર્યા.
આ શુભ હેતુથી શરૂ કરેલ નવી પધ્ધતિ પ્રોત્સાહીત કરી જેનાથી વાંચકોને પ્રોત્સાહીત કરી, ગ્રંથાલયની ઉપયોગીતા વધારી લોકો વધુ શિક્ષીત થાય, આયોજન બધ્ધ જીંદગી જીવેછે
નેશનલ બુક કમિટિએ નેશનલ લાયબે્રરી વિકનો પ્લાન ઘડયો વાંચકો વધારે થાય, બુકની ખરીદી થાય,
આ કમિટીએ નવું સુત્ર આપ્યું :”જાગો અને વાંચો˜˜ આમ, ૧૯૭૪માં અમેરિકન લાયબે્રરી એસોસીએશને નેશનલ લાયબે્રરી વિક ઉજવવાનું નક્કી કર્યું અને આમ, પૂરા વિશ્વમાં આજે આ શુભ આશ્રયથી ઉજવાતો
ગ્રંથાલય સપ્તાહ નવા નવા આયામો દ્વારા ઉજવવામાં આવે છે. આમ, જોઈએ તો આજે પુરાભારતમાં ગ્રંથાલયનો વ્યાપ ખુબજ વધ્યો છે.
*આજે જ્યારે પરિવર્તનના પાંચ બિંદુઓ ની જાગૃતિ માટે ગ્રંથાલયમાં સ્પેશિયલ કોર્નર બનાવો*
(*૧) કુટુંબ પ્રબોધન (૨) સામાજિક સમરસતા (૩) પર્યાવરણ (૪) સ્વદેશી ભાવના જાગરણ (૫) નાગરિક કર્તવ્ય બોધ*
*ગ્રંથાલય ભારતી* *ગ્રંથાલયના કર્મચારીઓ, વાચકો નું એક વિશિષ્ટ સંગઠન થાય , વાચકોની સંખ્યા વધે, સંસ્કારલક્ષી લાઇબ્રેરી નું નિર્માણ થાય, તે શુભ હેતુથીઅને સમાજસેવા અને દેશ સેવામાં જોડાય તે માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગ્રંથાલય ભારતી ની સ્થાપના કરવામાં આવેલ છે.*
જેમ કે, શૈક્ષણિક ગ્રંથાલયો – આ પ્રકારના ગ્રંથાલય કોલેજો અને યુનિવર્સીટી જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રસ્થાપિત થયેલ છે.
રીસર્ચ ગ્રંથાલયો – આ પ્રકારના ગ્રંથાલયો શૈક્ષણિક સંશોધનોના હેતુ માટે સ્થાપિત કરાયેલ હોય છે, સ્કુલ ગ્રંથાલય – આ પ્રકારના ગ્રંથાલયો સ્કુલના પાઠયક્રમને સપોટ કરવા હેતુ સ્કુલોમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે. જાહેર ગ્રંથાલયો – આ પ્રકારના ગ્રંથાલયો સામાન્ય નાગરિકોની સેવા હેતુ પ્રસ્થાપિત હોય છે.
આમ, ગ્રંથાલયોની વ્યવસ્થામાં વિવિધ વિભાગો બનાવવામાં આવે છે, પૂસ્તક ઈશ્યુ/રીટર્ન, કલેકનશન ટેવલોપેમેન્ટ, સંદર્ભ ટેકનીકલ સેવાઓ જેવી કે,ઈન્ટરનેટ, સી.ડી., ડી.વી.ડી., ઈ-લાઈબે્રરી, સ્ટેક મેઈન્ટેનન્સ દ્વારા વાચકો માટે અદ્દભુત અને ઝડપી સેવા મળી રહે તેવી વ્યવસ્થાની સાથે તેમનું સંચાલન પણ એક હ્રદય ગણાય છે અને ગ્રંથાલયના સ્ટાન્ડર્ડાઈઝેશન માટે ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર સ્ટાન્ડર્ડાઈઝેશન (ISO) એ ગ્રંથાલય મેનેજમેન્ટમાં પણ ”લાયબ્રેરી મેનેજમેન્ટ, મ્યુઝીયમ ડોકયુમેન્ટેશન, ઈન્ડેકસીંગ અને એબ્સ્ટ્રેકટીંગ સર્વીસીઝ અને ગ્રંથાલય વિજ્ઞાન” ઉપર ધ્યાન કેન્દ્રીત કરેલ છે. ગ્રંથાલયમાં ઉપરોકત આદર્શ વ્યવસ્થા ખાસ હોવી જોઈએ. આવા ઉપરોકત સંસ્કારોના સંચય માટે અને સારા વાંચન માટે વાચકોના ઉત્સાહમાં વધારો થાય તેવું આધુનિક આયોજન કરવું જોઈએ.
રાજા હેનરી ધી લાયનની વાર્તા નામની ઈ.સ. ૧૧૭૩માં બુન્સવિક નગરમાં લખાયેલ જર્મન હસ્તપ્રત (લીલામોના ઈતિહાસ) ૮૧.૪ લાખ પાઉન્ડ ઉપજાવ્યા (ભારતના ચલણમાં ૧ર કરોડ રૂપીયા થાય)
દુનિયાના સૌથી મોટા બુક સ્ટોર લાન્ર્સ એન્ડ નોબલ્સનું વાર્ષિક ટર્નઓવર ૮પ૦ કરોડ જેટલું છે. ખાલી અમેરિકામાં દર વર્ષે ૩,૦૦૦ કરોડ ડોલરના પૂસ્તકો વેચાઈ છે જે માથાદીઠ ૧૧૦ ડોલર દરવર્ષે પુસ્તકો વેચાય છે.
એડવિન આર્નલ્ડ કહે છે કે, ભગવદ્દગીતાÒનો ગ્રંથ એ સવર્ોત્તમ ગ્રંથ છે જેણે મારા નિરાશાના સમયે અમૂલ્ય સહાય કરી છે.
તમે કહેશો કે એ તો પૈસાદારનું કામ છે પૂસ્તકો ખરીદી કરીએ એટલી અમારી શકિત નથી પરંતુ અબ્રાહમ લીંકનની ગરીબીનું આપણને અત્યારે ગરીબ લાગતું હશે? પરંતુ તેમને એક પૂસ્તક માટે ર૦ માઈલ ચાલીને ગયા હતા. બીજીવાર જયોર્જ વોશીંગ્ટનનું જીવન ચરિત્ર્યનું પૂસ્તક ઉછીતું લીધુ, પરંતુ વરસાદ પડવાથી ઘરમાં પૂસ્તક સાવ ખરાબ થઈ ગયેલ જે પૂસ્તક પાછુ ન આપી શકતા તેમના ફાર્મ હાઉસમાં પરિશ્રમ કરી પૂસ્તકની કિંમત જેટલું ફાર્મ હાઉસમાં કામ કર્યુ અને જે પૂસ્તક પોતાનું બનાવ્યું તેનો આનંદ થયો, આ માણસ અમેરિકાના પ્રમુખ બન્યા જેમને ગુલામીની પાશ્વિપ્રથા નાબુદ કરનાર પ્રમુખ તરીકે જગતભરમાં ઈતિહાસમાં અમર થયો.
દુનીયાના સૌથી જબ્બર પૂસ્તક શોખીન સર થોમસ ફિલિપ્સ ૧૮૬૩માં તેના એક લાખના પૂસ્તકના સંગ્રહને ખસેડવા ૧૦૩ વેગનની જરૂર પડેલ.
હિંદુ સંસ્કૃતિમાં પૂસ્તકોનું જબ્બર મૂલ્ય રહ્યું છે. ગીતાજી/રામાયણ, ભાગવત ગ્રંથ, સાહિબ ગણીને ઈશ્વર તુલ્ય ગણવામાં આવે છે જેનું પૂજન પણ કરવામાં આવે છે, જેના વિચારો આજે પણે વિશ્વમાં પૂજાય છે.
ગાંધીજીને ”અન ટુ ધી લાસ્ટ” ના પૂસ્તક વાંચનથી સર્વોદયની પ્રેરણા મળી તેમજ ‘ટોલ્સટોય કૃત-કિંગડમ ઓફ ગોડ ઈઝ વિધિન ધાય સેલ્ફ” વૈકુંઠ તારા હ્રદયમાં છે˜ જે પૂસ્તકથી ગાંધીજીએ આધ્યાત્મિક અભિગમ કેળવ્યો.
શિવાજીએ ગ્રંથો અને રામાયણો અને મહાભારતની પે્રરક વાતો સાંભળી સનાતન ધર્મ – મહાન રાષ્ટ્રની સ્થાપના કરી.
નેપોલીયન યુદ્ઘમાં જતા ત્યારે પૂસ્તકો સાથે રાખતા.
પ. પૂ. ગુરૂજી ૧૯ર૬માં બનારસ યુનિવર્સીટીમાં અભ્યાસના ૪ વર્ષ દરમ્યાન ગ્રંથાલયની એક લાખ બુક
રાત-દિવસ જાગી બુકનું વાંચન કરતા. ઝડપી વાંચન અને ગઝબની યાદશકિત એક દિવસ માધવને તાવ આવ્યો ત્યારે વિદ્યાર્થીઓએ કહ્યું કે, માધવ તને તાવ છે તોય તું વાંચશ? ત્યારે માધવે જવાબ આપ્યો કે તાવ તાવનું કામ કરે વાંચન વાંચનનું કામ કરે. આવા જ્ઞાનસ્વામી ગુરૂજી હતા.
આમ ભારતીય પરંપરામાં જ્ઞાન, દ્રિષ્ટ, આશા, રસ, સૌંદર્ય એ મહત્વની વાત છે માટે સાહિત્ય એક સંયોગ-સંયોજન છે. આમ, ગ્રંથનાં વાંચન જેવા જેવા કે, રામાયણ, મહાભારત, ભગવદ્દગીતાના વાંચનથી અનેક લોકોનાં પ્રશ્નો, મુશ્કેલીઓ દુર થઈ છે. તેમજ શિવાજીમહારાજ,મહારાણા પ્રતાપ, વિવેકાનંદ, ભગતસિંહજી, સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડો. હેડગેવારજીના ગ્રંથમાંથી દેશ સેવાની અનેક પ્રેરણાઓ મળે છે અને જે વાંચનથી અનેક ક્રાંતિકારીઓએ પ્રેરણા લીધી છે. જેના દ્વારા માનવી ઘણું મેળવી શકે છે.

