Ahmedabad,તા.16
અમદાવાદના અમરાઈવાડી-રખિયાલ રોડ ઉપર આવેલ શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે તા.16.05.2026ને શનિવારના રોજ શ્રી શનિદેવ જન્મોત્સવની ભારે ભવ્યતાથી ઉજવણી કરવામાં આવશે. મંદિરના મહંતશ્રી રંગનાથાચાર્યજી મહારાજે જણાવ્યું છે કે શ્રી શનિદેવ જન્મોત્સવ પ્રસંગે સવારે 10.00 થી બપોરે 01.00 વાગ્યે મંદિર ખાતે આવેલ શનિદેવની શિલાનું તેલથી લઘુરુદ્રભિશેક કરવામાં આવશે. સાંજે 6.00 થી 8.00 કલાકે સમગ્ર વિશ્વમાં શાંતિ અને કલ્યાણ અર્થે શનિદેવના મંત્રોચ્ચાર સાથે 23000 આહુતિઓ સાથે શનિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે સાંજે 7.00 થી 9.00 કલાકે બટુક ભોજન અને રાત્રે 8.30 કલાકે શ્રી શનિદેવ જન્મોત્સવની મંગલ આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ દિવસે શનિભકતો શ્રી શનિદેવને સરસોનું તેલ, કાળું કાપડ, કાળા અડદ,કાળી છત્રી, કાળા બુટ-ચંપલ, લોખંડની વસ્તુઓને અર્પણ કરી વિશેષ પુણ્યનો લાભ પ્રાપ્ત કરી શકે છે.

