Bhavnagar, તા.24
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દયાળ ગામે વાવડીની વેણમાં દરિયા કિનારે આવેલ બારૈયા પરિવારના મેલડી માતાના મંદિરમાં તસ્કરો એ ચોરી કરી છે. આ મંદિરમાં કોઈ અજાણ્યા ઈસમોએ મંદિરનો નકૂચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ મંદિરમાં વર્ષો પહેલા શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવેલા અંદાજે રૂ. 40 હજારની કિંમતના નાની-મોટી સાઈઝના 60 જેટલા ચાંદીના છતરની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
આ બનાવ અંગે મંદિરમાં સેવાપૂજા કરતા રાઘવભાઈ ભવાનભાઈ બારૈયા (રહે. કળસાર, તા. મહુવા) એ દાઠા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે. જેની ગંભીરતા નોંધીને દાઠા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની તપાસ હાથ ધરી છે.

