Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 22 એપ્રિલનું પંચાંગ
    • 22 એપ્રિલનું રાશિફળ
    • કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.
    • આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??
    • 21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે
    • લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન
    • તંત્રી લેખ…માર્ગ અકસ્માતોની શ્રેણી
    • દાર્જિલિંગમાં યોજાયેલી જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah રાજ્યની રાજકીય સ્થિતિ પર આકરું નિવેદન આપ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Small,mid-cap શેરોમાં ફરી એકવાર તેજીના મંડાણ
    વ્યાપાર

    Small,mid-cap શેરોમાં ફરી એકવાર તેજીના મંડાણ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 28, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.28

    ઈઝરાયેલ દ્વારા લેબનોન સાથે યુદ્વના અંત માટે સમંતિ સાધવામાં આવતાં જીઓપોલિટીકલ ટેન્શન હળવું થવા સાથે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળે એ પૂર્વે પ્રધાન મંડળની રચનામાં થઈ રહેલી પસંદગી ચાઈનાને હંફાવવા તરફી હોવાના નિર્દેશોએ એડવાન્ટેજ ઈન્ડિયા બની રહેવાની પોઝિટીવ અસરે આજે શેરોમાં તેજી રહી હતી. આ સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની શેરોમાં વેચવાલી અટકીને નવેસરથી ખરીદી થવા લાગતાં બજારને જોઈતો બુસ્ટર ડોઝ મળ્યો હતો. ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો સક્રિય બની જતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી તોફાની તેજીના મંડાણ થતાં જોવાયા હતા.

    આ સાથે પસંદગીના બેંકિંગ-ફાઈનાન્સ શેરો એચડીએફસી બેંક, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેંક, ઓટોમોબાઈલ શેરો  મારૂતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, કેપિટલ ગુડઝ-પાવર શેરો એનટીપીસી, આઈટી શેરો ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ, એફએમસીજી  શેરો નેસ્લે ઈન્ડિયા, હિન્દુસ્તાન યુનિલિવરમાં તેજી થતાં સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૮૦૫૦૦ની સપાટી કુદાવી ઉપરમાં ૮૦૫૧૧.૧૫ સુધી જઈ અંતે ૨૩૦.૦૨ પોઈન્ટ વધીને ૮૦૨૩૪.૦૮ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૪૩૫૪.૫૫ સુધી જઈ અંતે ૮૦.૪૦ પોઈન્ટ વધીને ૨૪૨૭૪.૯૦ બંધ રહ્યા હતા.

    કેપિટલ ગુડઝ શેરોમાં તેજી

    કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોએ પસંદગીની મોટી ખરીદી કરી  હતી. ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૯.૪૫ વધીને રૂ.૩૦૭.૨૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૧૫.૧૦ વધીને રૂ.૪૪૭૮.૪૦, સિમેન્સ રૂ.૧૮૩.૮૦  વધીને રૂ.૭૪૨૯.૭૦, પોલીકેબ રૂ.૧૬૯.૫૫ વધીને રૂ.૭૦૪૪.૫૫, એબીબી ઈન્ડિયા રૂ.૧૭૫.૮૫ વધીને રૂ.૭૫૦૫, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૧૩૮.૮૫ વધીને રૂ.૧૫,૯૬૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૮૪.૮૫ પોઈન્ટ વધીને ૭૦૩૩૨.૪૬  બંધ રહ્યો હતો.

    ઓટોમોબાઈલ શેરોમાં આકર્ષણ

    ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ગઈકાલે મોટી વેચવાલી બાદ આજે ઘટાડે પસંદગીની ખરીદી રહી હતી. ટીવીએસ મોટર રૂ.૨૧.૩૦ વધીને રૂ.૨૪૪૩.૯૫, બજાજ ઓટો રૂ.૫૮.૭૫ વધીને રૂ.૯૧૯૮.૩૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૬.૫૦ વધીને રૂ.૩૦૦૪.૩૫, એમઆરએફ રૂ.૫૦૭.૩૫ વધીને રૂ.૧,૨૪,૭૧૪ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૨૪.૯૨ પોઈન્ટ વધીને ૫૩૧૪૬.૧૩ બંધ રહ્યો હતો.

    બેંકિંગ શેરોમાં તેજી

    બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ ફરી મોટી ખરીદી કરી હતી. એચડીએફસી બેંકમાં ફંડોની નવી ખરીદી થતાં શેર વધીને રૂ.૧૮૧૭.૨૦ નવી ટોચ બનાવી અંતે રૂ.૨૫.૬૦ વધીને રૂ.૧૮૧૧ નવી ઊંચાઈએ બંધ રહ્યો હતો. ફાઈનાન્સ, અન્ય બેંકિંગ શેરોમાં એબીએસએલ એએમસી રૂ.૩૬.૮૫ વધીને રૂ.૮૮૨.૩૫, પેટીએમ રૂ.૩૨.૨૦ વધીને રૂ.૯૧૮.૬૫, હુડકો રૂ.૭.૭૦ વધીને રૂ.૨૨૦.૬૦, બજાજ ફાઈનાન્સ રૂ.૮૫.૦૫  વધીને રૂ.૬૭૦૪.૧૫, આધાર હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૭.૨૫ વધીને રૂ.૪૨૪ રહ્યા હતા.

    આઈટી શેરોમાં તેજી

    આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. એક્સિસકેડ્સ ટેકનોલોજી રૂ.૧૬.૭૫ વધીને રૂ.૪૪૮.૬૫, ડાટામેટિક્સ રૂ.૧૮.૭૦ વધીને રૂ.૫૭૨, ક્વિક હિલ ટેકનોલોજી રૂ.૧૯.૮૦ વધીને રૂ.૬૨૧.૨૫, નેલ્કો રૂ.૩૦.૬૫ વધીને રૂ.૧૦૧૮.૨૫, ઝેનસાર ટેકનોલોજી રૂ.૨૧.૧૫ વધીને રૂ.૭૭૦.૧૦ રહ્યા હતા. 

    ૨૫૬૩ શેરો પોઝિટીવ બંધ

    ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો ફરી સક્રિય બની જવા સાથે આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજીના મંડાણ થતાં જોવાયા હતા. જેથી માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૫૬૩ અને ઘટનારની સંખ્યા ૧૩૮૦ રહી હતી.

    FIIની રૂ.૮ કરોડની ખરીદી 

    એફઆઈઆઈઝની આજે  બુધવારે કેશમાં શેરોમાં રૂ.૭.૭૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૩૦૧.૯૭ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. 

    રોકાણકારોની સંપતિ વધી

    સેન્સેક્સ, નિફટીમાં તેજી સાથે સ્મોલ, મિડ કેપ અનેક શેરોના ભાવો ઉછળતા રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૭૩  લાખ કરોડ વધીને રૂ.૪૪૪.૪૮  લાખ કરોડ પહોંચી ગયું હતું.  

    mid-cap stocks Small
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    વેલ્યુ બાયિંગ અને શોર્ટ કવરિંગ થી માર્કેટમાં સેન્ટિમેન્ટ તેજી તરફી…!!

    April 21, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 21, 2026
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

    April 20, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Adani Windએ Mundraમાં દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026
    વ્યાપાર

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026

    આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??

    April 21, 2026

    21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે

    April 21, 2026

    લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.