Morbi,તા.02
દારૂનો જથ્થો, ટ્રક અને મોબાઈલ સહીત ૧.૧૫ કરોડનો મુદામાલ જપ્ત કરાયો
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ છેલ્લા એકાદ વર્ષથી મોરબી જીલ્લામાં વધુ સક્રિય જોવા મળી રહી છે સ્થાનિક પોલીસની નાકામીને કારણે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને દારૂ અને જુગાર જેવા ગુનાઓ અટકાવવા રેડ કરવી પડે છે માળિયા પંથકમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ભુસાની આડમાં લઇ જવાતો ૯૨ લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી લઈને ટ્રક અને દારૂ સહીત ૧.૧૫ કરોડનો મુદામાલ ક્બ્જે લીધો છે
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે માળિયા (મી.) જામનગર હાઈવે પર રેલ્વે ક્રોસિંગ પાસેથી દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધો હતો ભુસાની આડમાં છુપાવીને લઇ જવાતો દારૂ ભરેલો ટ્રક આંતરી લીધો હતો જે ટ્રકમાં તપાસ કરતા ઈંગ્લીશ દારૂની ૭૨૧૩ બોટલનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો જેથી SMC ટીમે દારૂનો જથ્થો કીમત રૂ ૯૨,૬૯,૧૦૦, ટ્રક કીમત રૂ ૨૦ લાખ અને ભૂસા બેગ્સ ૨૦૦ કીમત રૂ ૨,૯૧,૦૦૦ રોકડ રૂ ૪૪૫૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ મળીને કુલ રૂ ૧,૧૫,૬૯,૫૫૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો
SMC ટીમે આરોપી ભાવેશ નાથા મોરી અને લીલા ટપુ મોરી રહે બંને દરેડ જામનગર વાળાને ઝડપી લીધા છે તો મુખ્ય આરોપી અરજણ આલા કોડીયાતર રહે દેવભૂમિ દ્વારકા, મુખ્ય આરોપીનો સાગરિત ભરત ઉર્ફે જીગો સોમાભાઈ કોડીયાતર રહે દેવભૂમિ દ્વારકા, ટ્રક જીજે ૧૦ ટીટી ૯૧૮૫ નો માલિક, પંજાબથી દારૂનો જથ્થો ભરી આપનાર બે આરોપીઓ અને દારૂનો પંજાબ ખ્તેનો મુખ્ય સપ્લાયર સહિતના આરોપીઓના નામો ખુલતા માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે