Rajkot,તા.10
શહેર પોલીસ કમિશનરે રીઢા તસ્કર સામે પાસા નું શસ્ત્ર ઉગામી રાહુલ ઉર્ફે ટકો વીકાણી વડોદરા ની જેલમાં ધકેલવા હુકમ કરતા ગુનેગારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચોરી, લૂંટ, મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા શખ્સનો ગુનાખોરી નો ઇતિહાસ ચેક કરી તેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ આપેલા આદેશને પગલે ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા મૂળ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામનો વતની અને હાલ લીંબડા ચોક શાસ્ત્રી મેદાન ફૂટપટ પર રહેતો રાહુલ ઉર્ફે ટકો અશોક વિકાણી નામના શખ્સની ગુનાહિત ઇતિહાસ ચેક કરતા તેની સામે શહેરના માલવિયાનગર, બી ડિવિઝન ,ભક્તિનગર, એ ડિવિઝન તાલુકા , થોરાળા પોલીસ મથક અને વાંકાનેર તાલુકા પોલીસ મથકના ચોપડે ચોરીના ગુના મળી 14 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો તેની સામે પીસીબી દ્વારા કરાયેલી પાસાની દરખાસ્તને પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ મંજૂરી ની મહોર મારતા છે.જે વોરંટની ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે રાહુલ ઉર્ફે ટકો અશોક વિકાણી ની અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલવામાં આવ્યો છે.ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા, એ.એસ.આઇ. ભરતભાઇ વનાણી, ઘનશ્યામભાઇ મેણીયા , કોન્સ. પ્રદિપસિંહ જાડેજા, જયરાજસિંહ કોટીલા , પી.સી.બી. એ.એસ.આઇ રાજુભાઇ દહેકવાલ અને હેડ કોન્સ ઇન્દ્રજીતસિંહ સીસોદીયા દ્રારા કામગીરી કરવામાં આવી છે.