બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ખાંભડા ગામે ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂ બહારથી લાવી કટિંગ થઈ રહ્યો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડયો હતો. જ્યાં પોલીસને જોઈને બુલટલેગરો ફરાર થયાં હતા. બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલે અહીંથી રૂ.૧,૨૮,૮૪,૭૦૦ની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ ૧૬,૮૨૦ બોટલ તથા ટ્રક, કાર, પીકઅપ વાહન અને બાઈક સહિત રૂ.૫૨,૧૦,૦૦૦ની કિંમતના કુલ પાંચ વાહનો સહિત કુલ રૂ.૧,૮૦,૯૫,૨૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના પોલીસ મથકમાં દારૂ મંગાવનાર હિતેન્દ્ર ઉર્ફે મુન્નો અનકુભાઈ ખાચર (રહે.ખાંભડા), વિજય રવુભાઈ બોરીચા (રહે.રાયપર, તા.ગઢડા), દારૂનો જથ્થો મોકલનાર, જીજે-૦૧-કેએમ-૦૦૦૧ અને જીજે-૧૩-એએમ-૭૧૧૩ નંબરની કારના માલિક તથા જીજે-૩૭-ટી-૨૪૨૫ અને જીજે-૧૯-વાય-૦૪૮૮ નંબરના પીકઅપ વાહનના માલિક, જીજે-૧૨-બીવી-૯૯૮૬ નંબરના ટ્રકના માલિક તથા ડ્રાઈવર અને જીજે-૩૩-જે-૪૬૯૨ નંબરની બાઈકના માલિક સામે ગુનો નોંધી આગળની તપાસ આપી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે બરવાળા પંથકમાંથી આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી લેતા સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ છે.
Trending
- જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા
- Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત
- ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત
- Lok Sabha માં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ
- 18 એપ્રિલ નું પંચાંગ
- 18 એપ્રિલ નું રાશિફળ
- રાહુલ ગાંધીના ભાષણથી લોકસભામાં હોબાળો,
- ટ્રમ્પ વહીવટ માટે એક ઝટકો, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે હૈતીયન ઇમિગ્રન્ટ્સને રક્ષણ આપતું બિલ પસાર કર્યું.

