Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»stock market માં ‘ભૂવો’ : રૂ. 10 લાખ કરોડ ગરકાવ
    વ્યાપાર

    stock market માં ‘ભૂવો’ : રૂ. 10 લાખ કરોડ ગરકાવ

    Vikram RavalBy Vikram RavalOctober 4, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઇરાન-ઇઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નિકળવાની દહેશત

    કામકાજના અંતે સેન્સેક્સ 1769 પોઇન્ટના કડાકા સાથે 82,497 અને નિફ્ટી 547 પોઇન્ટ તૂટી 25250ના નીચા મથાળે

    વિદેશી રોકાણકારો દ્વારા રૂ. 15243 કરોડના શેરોની જંગી વેચવાલી

    Mumbai,તા.04

    ઇરાન દ્વારા ઇઝરાયલ પર કરાયેલ મિસાઇલ હુમલા બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની દહેશતની સાથોસાથ ચીનનું અર્થતંત્ર ઝડપથી સુધરવાના વિદેશી રોકાણકારોના ગણિત પાછળ વિદેશી રોકાણકારો દ્વારા ભારતના શેરબજારમાં જંગી વેચવાલી હાથ ધરતા આજે ભારતીય શેરબજારમાં સાર્વત્રિક કડાકો બોલી જતાં સેન્સેક્સમાં ૧૭૬૯ અને નિફ્ટીમાં ૫૪૭ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો સેન્સેક્સના ગાબડા પાછળ રોકાણકારોની સંપત્તિમાં આજે રૂ. ૯.૮૦ લાખ કરોડનું જંગી ધોવાણ થયું હતું.

    ઇરાન- ઇઝરાયલ વચ્ચે યુદ્ધની દહેશત વચ્ચે ક્રૂડના ભાવ વધવાની સાથોસાથ દેશની આયાત- નિકાસ પર પણ અસર થવાની ભીતિ સેવાઈ રહી હતી બીજી તરફ ચીન દ્વારા અર્થતંત્રને વેગ આપવા જાહેર કરાયેલ રાહત પેકેજના કારણે વિદેશી રોકાણકારો ભારત છોડી ચીન તરફ વળવાના સંકેતોની પણ બજાર પર પ્રતિકૂળ અસર થવા પામી હતી.

    આ અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારો સાથે ઓપરેટરો, ખેલાડીઓ તેમજ રોકાણકારો સહિત ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણે શેરોની જાતેજાતમાં કડાકો બોલી ગયો હતો. વેચવાલીના ભારે દબાણે આજે સેન્સેક્સમાં ઇન્ટ્રા-ડે ૧૮૩૨ પોઇન્ટનો કડાકો બોલ્યા બાદ કામકાજના અંતે ૧૭૬૯.૧૯ પોઇન્ટ તૂટીને કામકાજના અંતે ૮૨૪૯૭.૧૦ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ટ્રા-ડે ૫૬૬.૬૦ પોઇન્ટ તૂટયા બાદ કામકાજના અંતે ૫૪૬.૮૦ પોઇન્ટના કડાકા સાથે ૨૫૨૫૦.૧૦ના મથાળે ઉતરી આવ્યો હતો.

    વેચવાલીના ભારે દબાણે આજે હેવી વેઇટ શેરોની સાથે લાર્જકેપ, સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં મોટા પાયે વેચવાલી નીકળતા આજે નરમાઈ વધુ પ્રબળ બની હતી. આજે કુલ ૪૦૭૬ શેરોના થયેલા ટ્રેડિંગમાંથી ૨૮૮૧ શેર તૂટયા હતા બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સ ૧૦૫૪ અને મિડકેપ ઇન્ડેક્સ ૧૧૨૧ પોઇન્ટ તૂટયો હતો.

    સેન્સેક્સમાં બોલેલ કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૯.૭૯ લાખ કરોડનું ધોવાણ થતા કામકાજના અંતે રૂ. ૪૬૫.૦૭ લાખ કરોડ રહ્યું હતું. આજે રોકાણકારોની સંપત્તિમાં પણ ઇન્ટ્રા-ડે રૂ. ૧૧ લાખ કરોડ જેટલું ધોવાણ થયું હતું.

    વિદેશી રોકાણકારો દ્વારા આજે રૂ. ૧૫૨૪૩.૨૭ કરોડની જંગી વેચવાલી હાથ ધરાઈ હતી. આમ ચાલુ સપ્તાહના ત્રણ દિવસમાં જ વિદેશી રોકાણકારોએ રૂ. ૩૦,૬૧૪ કરોડની વેચવાલી હાથ ધરી છે. જો કે, આજે સ્થાનિક સંસ્થાઓએ રૂ. ૧૨,૯૧૪ કરોડની લેવાલી હાથ ધરી હતી.

    ઈઝરાયેલને ઈરાન પર હુમલાની અમેરિકાની મંજૂરીએ

    ક્રુડ ઓઈલમાં વિશ્વ બજારમાં ફરી ભડકો : ભાવ વધુ 4 ટકા ઉછળ્યા

    મુંબઈ : અમેરિકાની બાયડન સરકારે ઈઝરાયેલને ઈરાનના મિસાઈલ હુમલાનો જવાબ આપવા લીલીઝંડી આપતાં ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્વ ગમે તે ઘડીએ ફાટી નીકળવાની દહેશત વચ્ચે આજે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવોમાં ફરી ભડકો થયો હતો. ભાવો ચાર ટકા જેટલા  વધુ ઉછળી આવ્યા હતા.

    આંતરરાષ્ટ્રીય બ્રેન્ટ ક્રુડના ભાવ બેરલ દીઠ ઊંચામાં ૭૭.૬૫ ડોલર સુધી પહોંચી મોડી સાંજે ૭૬.૬૬ ડોલર જેટલા બોલાતા હતા. જ્યારે નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડના ભાવ ઉંચામાં ૭૪ ડોલર નજીક પહોંચી મોડી સાંજે ૭૨.૯૫ ડોલર બોલાઈ રહ્યા હતા.

    ઈઝરાયેલ દ્વારા ઈરાનને સમય પર જડબાતોડ જવાબ આપવાના નિર્ધાર અને  ટૂંકસમયમાં જ ઈઝરાયેલ એને અંજામ આપશે એવી મૂકાતી શકયતા વચ્ચે વૈશ્વિક બેંકિંગ જાયન્ટ સિટીએ વિશ્વના ક્રુડના પુરવઠા પર દૈનિક ૧૫ લાખ બેરલ અસર જોવાય એવી શકયતા મૂકી છે. ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલ હુમલાના પરિણામે ઓઈલ વોર પ્રીમિયમમાં પણ ઉછાળો આવ્યાના સમાચાર છે.

    સેન્સેક્સના મોટા કડાકા

    તારીખ

    ગાબડું (પોઇન્ટમાં)

    ૪ જૂન ૨૦૨૪-

    ૪૩૯૦

    ૨૩ માર્ચ- ૨૦૨૦

    ૩૯૪૩

    ૧૨ માર્ચ- ૨૦૨૦

    ૨૯૧૩

    ૧૬ માર્ચ- ૨૦૨૦

    ૨૭૧૩

    ૨૪ ફેબ્રુ.- ૨૦૨૨

    ૨૭૦૨

    ૫ ઓગસ્ટ- ૨૦૨૪

    ૨૨૨૨

    ૪ મે, ૨૦૨૦

    ૨૦૦૨

    ૯ માર્ચ- ૨૦૨૦

    ૧૯૨૦

    ૩ ઓક્ટોબર- ૨૦૨૪

    ૧૭૬૯

     

    Nifty Sensex Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    China માં ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ : લોકોના વોલેટ પણ ફ્રીઝ કરી નખાયા

    June 5, 2025
    વ્યાપાર

    Income Tax Returns ફાઈલ કરતા સમયે તમામ દસ્તાવેજો પણ ડીજીટલી અપલોડ કરવા પડશે

    June 5, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 4, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.