Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026

    01 મે નું રાશિફળ

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!
    • 01 મે નું પંચાંગ
    • 01 મે નું રાશિફળ
    • Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો
    • America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો
    • Krishna Abhishek ના પુત્રો પહેલી વાર તેમની કાકી સુનિતાને મળ્યા
    • હું મારી પરંપરાઓને વળગી રહેવાનો પ્રયાસ કરું છું,Actress Priyanka Chopra
    • Bipasha Basu એ પતિ કરણ સિંહ ગ્રોવર સાથે પોતાની ૧૦મી લગ્ન વર્ષગાંઠ ઉજવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેશિફિક મૂવમેન્ટ નોંધાશે…!!
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેશિફિક મૂવમેન્ટ નોંધાશે…!!

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 26, 2025No Comments11 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

    વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળો તેમજ ભારત – અમેરિકા વચ્ચે દ્વિપક્ષિય વેપાર કરાર થવાની સંભાવનાઓ સાથે સ્થાનિક સ્તરે પણ જીડીપી અને ફુગાવો કાબૂના રહેવાના અહેવાલોએ વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં કમબેક કરતા ગત સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજારમાં સુધારોનો માહોલ જોવા મળ્યો હતો, જો કે સપ્તાહના અંતે પહલગામ આતંકી હુમલા બાદ ભારત સરકારની કાર્યવાહી પર નજર સાથે જેપી મોર્ગને અમેરિકા અને વૈશ્વિક મંદીનો અંદાજ ૪૦%થી વધારી ૬૦% કરતાં અને ગોલ્ડમેન સાસે ભારતનો જીડીપી અંદાજ ૬.૩%થી ઘટાડી ૬.૧% કરતાં ડેરિવેટિવ્ઝ એક્સપાયરી પૂર્વે ફંડો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

    અમેરિકા દ્વારા માલસામાનની આયાત પર ટેરિફમાં કરાયેલા વધારા સામે રિઝર્વ બેન્કે ચિંતા વ્યકત કરી હતી. અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને કારણે ભારતની નિકાસમાં ઘટાડો થશે અને ઘરેલુ માંગ ધીમી પડશે જેને પરિણામે દેશના એકંદર વિકાસ પર અસર પડશે એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના બુલેટિનમાં જણાવાયું છે. અન્ય દેશોની સરખામણીએ ભારતને ટેરિફમાં કેટલાક લાભ જોવાઈ રહ્યા છે છતાં ટેરિફને કારણે આવનારી વૈશ્વિક મંદીથી સ્થાનિક સ્તરે વિકાસ તથા નિકાસ કામગીરી પર અસર પડવાની સંભાવના રહેલી છે. જો કે હાલમાં અનેક મુદ્દે અનિશ્ચિતતા પ્રવર્તતી હોવાથી ટેરિફની પ્રતિકૂળ અસરની માત્રાનો અંદાજ મેળવવાનું મુશકેલ છે. અમેરિકા દ્વારા ટેરિફની જાહેરાત બાદ, કોમોડિટીના વૈશ્વિક ભાવ અસ્થિર બની ગયા છે.

    ઊર્જા તથા મેટલ્સના ભાવ ઘટી ગયા છે અને સોનાના ભાવમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે. આને પરિણામે ભારતમાં ફુગાવાનું આઉટલુક અનિશ્ચિત બની ગયું છે અન્યથા ખાધ્ય પદાર્થોની કિંમતમાં તાજેતરના દિવસોમાં અપેક્ષા કરતા વધુ ઘટાડો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ છ મહિનામાં નબળી કામગીરી બાદ વિકાસમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ અપેક્ષા પ્રમાણે વિકાસ જોવા મળતો નથી એમ પણ બુલેટિનમાં વધુમાં નોંધવામાં આવ્યું છે. જો કે પૂરવઠા સાંકળની નવરચના, વૈવિધ્યસભર એફડીઆઈ સ્રોતો તથા સ્થિતિ સ્થાપકતા શોધતા વૈશ્વિક રોકાણકારો સાથે સંપર્કને કારણે ભારતને લાભ થવાની શકયતા છે. સેવા ક્ષેત્રની નિકાસમાં મજબૂતાઈ તથા રેમિટેન્સના ઈન્ફલો દેશના કરન્ટ એકાઉન્ટ માટે જરૂરી બળ પૂરુ પાડી રહ્યા છે.

    મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થાનિક

    તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

    સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૩૪૮૬.૦૨ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૦૧૭૪.૮૬ કરોડની ખરીદી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૦૮૫૭.૩૦ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૦૭,૨૫૪.૬૮ કરોડની ખરીદી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૪૪૮૩.૮૬ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૪૧૯૪.૭૩ કરોડની ખરીદી, જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૬૫૯૧.૮૦ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૪૮૫૩.૧૯ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૩૭૫૮૫.૬૮ કરોડની ખરીદી તેમજ ૨૪ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૧૮૭૦૯.૬૨ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

    જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૪૦૭.૮૩ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૩૯.૨૬ કરોડની વેચવાલી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૨૬૧૧.૭૯ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૧૪,૪૪૫.૮૯ કરોડની વેચવાલી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૫૯૭૪.૧૨ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૬૯૮૨.૪૮ કરોડની વેચવાલી જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૭૩૭૪.૬૬ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૫૮૯૮૮.૦૮ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૦૧૪.૧૮ કરોડની ખરીદી તેમજ ૨૪ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૫૧૨૭.૫૯ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

    બજારની ભાવિ દિશા….

    મિત્રો, અમેરિકાને ફરી સર્વોપરી અને વિશ્વની મહાસત્તા બનાવી ધાક જમાવવાના ટ્રમ્પના આ વર્લ્ડ ટ્રેડ વોરમાં વિશ્વ ફરી મહામંદીમાં હોમાઈ જવાનો ખતરો ઊભો થયો હતો. ટેરિફને પગલે સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે દુનિયાના અર્થતંત્રની વૃદ્ધિ પર ખરાબ અસર જણાય છે તેમજ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ આઇએમએફ દ્વારા આ વર્ષે ગ્લોબલ ઇકોનોમીમાં વૃદ્ધિનો દર જાન્યુઆરીમાં ૩.૩%ની આગાહીની સરખામણીમાં ૨.૮% જ થવાની ધારણાં મૂકી છે. યુએસ દ્વારા ટેરિફ લાદવામાં આવ્યા હોઇ ચીનનો વૃદ્ધિ દર પણ આ વર્ષે  ઘટીને ૪% થવાની સંભાવના છે. જે અગાઉ કરતાં ૧.૫% ઓછો છે. ટ્રમ્‌પ હવે શું કરશે તે બાબતે અનિશ્ચિતતા પ્રવર્તતી હોવાથી યુએસ અને દુનિયાના અર્થતંત્ર પર તેની મોટી અસર પડશે.

    અમેરિકાના હિતમાં વિશ્વને ટેરિફના નામે ઝુંકાવવા અને બિઝનેસ ડિલ માટે ટેબલ પર આવવવાની ફરજ પાડવાની અથાગ કોશિષમાં વિશ્વમાં સર્વોપરિતામાં અમેરિકાને હંફાવી દેનાર ડ્રેગન – ચાઈનાએ ટ્રમ્પને બરોબરની ટક્કર આપીને જેવા સાથે તેવાની ટ્રમ્પની નીતિનો ટેરિફથી ટેરિફનું શસ્ત્ર ઉગામી પડકારને ઝીલી લીધો છે. અમેરિકા વિરૂધ્ધ વિશ્વની બની રહેલું વર્લ્ડ ટ્રેડ વોર હવે અમેરિકા વિરૂધ્ધ ચાઈના સુધી સીમિત બનવા લાગ્યું છે.

    ચાઈનાને વિશ્વથી એકલું અટલું કરવાના ટ્રમ્પના મનસુબા અત્યારે તો ટ્રમ્પ વિશ્વના અનેક દેશોના હિતેચ્છુ હોવાનો આભાસ ઊભો કરવા ૯૦ દિવસની મહોલત આપીને ટેરિફ અમલ ટાળવાનો નિર્ણય લીધો છે. પરંતુ હજુ આકરાં ટેરિફ દરો લાગુ થવાની શક્યતા તો છે જ. જેથી દરેક દેશો સાથે ટેરિફ-ટ્રેડ ડિલ કરવાની અમેરિકાની વાટાઘાટ આગામી ૯૦ દિવસ સુધી ચાલતી રહેશે અને હજુ વૈશ્વિક બજારોમાં ત્રણ મહિના અનિશ્ચિતતા બની રહેવાની પૂરી શકયતા સાથે આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!

    ફયુચર રોકાણ

    (૧)ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ (૨૭૪૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ  આ ફયુચર સ્ટોક રૂા.૨૭૦૭ ના સપોર્ટથી ખરીદવાલાયક…!! સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડકટ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૨૭૭૪ થી રૂા.૨૮૦૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (ર) HDFC બેન્ક (૧૯૨૨) : આ સ્ટોક રૂા.૧૮૮૮ નો પ્રથમ અને રૂા.૧૮૭૦ નો બીજો  અતિ  મહત્વનો સપોર્ટ ધરાવે છે…!! ફયુચર ટ્રેંડિગ સંદર્ભે ફંડામેન્ટલ આ સ્ટોક રૂા.૧૯૪૪ થી રૂા.૧૯૫૦ સુધીની તેજી તરફ રૂખ નોંધાવશે…!!

    (૩)ઇન્ફોસિસ લિમિટેડ (૧૪૮૮) :  રૂા.૧૪૩૦ પ્રથમ તેમજ રૂા.૧૪૧૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી કમ્પ્યુટર્સ સોફટવેર એન્ડ કન્સલ્ટિંગ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળ ટ્રેડિંગલક્ષી રૂા.૧૫૦૩ થી રૂા.૧૫૨૦ આસપાસ તેજી તરફી રૂખ નોંધાવે તેવી શકયતા છે…!!

    (૪) ACCલિમિટેડ (૧૯૪૮) : ટેકનિકલ ચાર્ટ મુજબ સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડકટ સેકટર રૂા.૧૯૯૪ આસપાસ વેચવાલી થકી રૂા.૧૯૧૯ ના નીચા મથાળે ભાવ સપાટીની શકયતા ધરાવે છે. ટ્રેડીગલક્ષી રૂા. ૨૦૦૮નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો…!!

    (પ)હેવેલ્સ ઇન્ડિયા (૧૬૦૫) : રૂા.૧૬૩૬ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતા આ સ્ટોક રૂા.૧૬૫૦ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! ટૂંકાગાળે રૂા.૧૫૮૮ થી રૂા.૧૫૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૬૭૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    (૬) સિપ્લા લિમિટેડ (૧૫૩૧) : ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂા.૧૫૮૦ આસપાસના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી રૂા.૧૫૦૮ થી રૂા.૧૪૮૮ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!

    હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ

    (૧) ઈન્ડસ ટાવર્સ (૩૮૮) : અ/ઝ+૧ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૬૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૪૦૩ થી રૂ.૪૧૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૪૨૨ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    (૨) હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (૩૭૪) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૩૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૮૮ થી રૂ.૩૯૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (૩) ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ (૩૩૬) : રૂ.૩૧૩ નો પ્રથમ તેમજ રૂ.૩૦૩ ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૫૩ થી રૂ.૩૬૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

    (૪) ડી બી કોર્પ (૨૩૬) : પ્રિન્ટ મીડિયા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૫૩ થી રૂ.૨૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૨૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!

    (૫) કર્ણાટક બેન્ક (૧૯૬) : રૂ.૧૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૧૩ થી રૂ.૨૨૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

    (૬) ગેઈલ (ઈન્ડિયા) લિ. (૧૭૬) : સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૬૪ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૮૮ થી રૂ.૧૯૫ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

    (૭) આઈનોક્સ વિન્ડ (૧૬૦) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૪૭ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટૂંકા ગાળે અંદાજીત રૂ.૧૭૩ થી રૂ.૧૮૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

    (૮) બંધન બેન્ક (૧૬૦) : ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૩ આસપાસ રોકાણકારે રૂ.૧૮૮ થી રૂ.૧૯૩ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૪૪ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો

    (૧) SJVN લિ. (૯૦) : પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૮ થી રૂ.૧૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૭૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    (૨) નેશનલ ફર્ટિલાઈઝર્સ (૮૩) : ડિલેવરીબેઇઝ રોકાણકારે ફર્ટિલાઈઝર્સ સેક્ટરનાં આ સ્ટોકને ૭૭ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૯ થી રૂ.૯૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

    (૩) આઈડીબીઆઈ બેન્ક (૭૮) : ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૦ નો પ્રથમ તેમજ રૂ.૬૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે ૮૪ થી રૂ.૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૪) BPCL રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર (૬૩) : રૂ.૫૬ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૭૨ થી રૂ.૭૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

    ભારતનો ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો પ્રારંભિક HSBC PMIવધી આઠ મહિનાની ટોચે…!!

    ભારતના માલસામાન તથા સેવા માટેની આંતરરાષ્ટ્રીય માગમાં જોરદાર વધારા તથા નવા ઓર્ડરમાં મજબૂત વૃદ્ધિને પગલે વર્તમાન મહિનાનો ભારતનો ઉત્પાદન તથાસેવા ક્ષેત્રનો પ્રારંભિક એચએસબીસી સંયુકત પરચેઝિંગ મેનેજર્સઈન્ડેકસ (પીએમઆઈ) વધી આઠ મહિનાની ટોચે જોવા મળ્યો છે.એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલો એપ્રિલ માટેનો સંયુકત પ્રારંભિક પીએમઆઈ ૬૦ રહ્યો છે જે માર્ચમાં ૫૯.૫૦ જોવા મળ્યો હતો.

    એપ્રિલમાં સતત ૪૫માં મહિને પીએમઆઈ ૫૦થી ઉપર રહ્યો છે જે સંબંધિત ક્ષેત્રમાં વિસ્તરણ સૂચવે છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ જ મહિનામાં નવા બિઝનેસમાં વધારાને ખાનગી ક્ષેત્રની કંપનીઓએ આવકાર્યો છે.

    સપ્ટેમ્બર, ૨૦૧૪થી જ્યારથી પીએમઆઈ તૈયાર કરવામાં આવી રહ્યો છે ત્યારથી વર્તમાન વર્ષના એપ્રિલમાં નિકાસ ઓર્ડરમાં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો છે.ઉત્પાદન તથા સેવા બન્ને ક્ષેત્રના ઓર્ડરમાં વધારો થયો છે,જો કે સેવાની સરખામણીએ ઉત્પાદન ક્ષેત્રમાં ઓર્ડરમાં નોંધપાત્ર વધારો થયો છે.

    ઉત્પાદન ક્ષેત્રમાં નવા ઓર્ડર ઉપરાંત,રોજગાર,ઓર્ડર પૂરા કરવાના સમયગાળા તથા ઈન્વેન્ટરીના સ્તરમાં છેલ્લા એક વર્ષમાં જોરદાર સુધારો થયો છે. માર્ચમાં ૫૮.૧૦ની સરખામણીએ એપ્રિલનો ઉત્પાદન ક્ષેત્રનો પ્રારંભિક ઈન્ડેકસ વધી ૫૮.૪૦ રહ્યો છે. ડોલર સામે રૂપિયાના ઘસારાને કારણે આંતરરાષ્ટ્રીય વેપારમાં સ્પર્ધાત્મક વધી હોવાનું પીએમઆઈ માટેના સર્વેમાં ભાગ લેનારી કંપનીઓમાંથી કેટલીક કંપનીના સંચાલકોએ મત વ્યકત કર્યો હોવાનું સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું.

    વર્લ્ડ બેન્ક સહિતની એજન્સીઓ દ્વારા દેશના જીડીપી ગ્રોથના અંદાજમાં ઘટાડો…!!

    અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફ અને ટ્રેડ પોલિસીને કારણે શરૂ થયેલા ટેરિફ વોર અને વધેલી અનિશ્ચિતતા વચ્ચે વર્લ્ડ બેન્કે ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ ચાલુ વર્ષ માટે ૦.૪% ઘટાડીને ૬.૩% કર્યો છે. અગાઉ તેણે ૬.૭% ગ્રોથનો અંદાજ આપ્યો હતો. માત્ર વર્લ્ડ બેન્ક જ નહીં, મોટાભાગની એજન્સીઓએ ગ્રોથનો અંદાજ ૦.૫% જેવો ઘટાડીને ૬.૨% થી – ૬.૭%ની રેન્જમાં અંદાજ આપ્યો છે. જોકે તેમ છતાં ભારત સૌથી ઝડપી વૃદ્ધિ કરતો દેશ રહેશે તેમ પણ કહ્યું છે.ઈન્ટરનેશનલ મોનિટરી ફંડએ કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્‌પે રેસિપ્રોકલ ટેરિફ લાગુ કર્યા અને તેને કારણે જે અનિશ્ચિતતા સર્જાઈ તેનાથી અમેરિકા અને સમગ્ર વિશ્વનું આર્થિક આઉટલૂક વધારે કથળ્યું છે. તેણે ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ ૦.૩૦% ઘટાડીને ૬.૨% કર્યો છે. આઈએમએફે કહ્યું છે કે ભારતનો ગ્રોથ અન્ય દેશોની સરખામણીમાં એકંદરે સ્થિર રહેશે. કારણ કે તેને ખાનગી કન્ઝમ્પ્શનનો અને ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રનો ટેકો મળશે. રિઝર્વ બેન્કે ચાલુ વર્ષે જીડીપી ગ્રોથ ૬.૫% રહેશે તેવો અંદાજ આપ્યો છે. અગાઉ તેણે પણ ૬.૭% ગ્રોથનો અંદાજ આપ્યો હતો.

    દેશની ફાર્મા નિકાસ ૩૦ અબજ ડોલરની વિક્રમી સપાટીએ…!!

    ટેરિફ વોરના મંડાણ વચ્ચે માર્ચમાં જંગી નિકાસને પગલે વિતેલા નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં દેશની ફાર્મા નિકાસ ૩૦.૪૬ અબજ ડોલરની વિક્રમી સપાટીએ જોવા મળી છે. નાણાં વર્ષ ૨૦૨૩-૨૪ની સરખામણીએ ૯% ઊંચી છે.

    નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં નિકાસ આંક ૨૭.૮૫ અબજ ડોલર રહ્યો હતો.માર્ચમાં ફાર્મા નિકાસ ૩૧.૨૧% વધી ૩૬૮.૧૫ કરોડ ડોલર રહી હતી. આ અગાઉ જાન્યુઆરીમાં નિકાસ ૨૧.૪૭% વધી ૨૫૯.૦૮ કરોડ ડોલર રહી હોવાનું વાણિજ્ય મંત્રાલયના ડેટા જણાવે છે.

    ફાર્મા નિકાસ પહેલી જ વખત ૩૦ અબજ ડોલરના આંકને પાર જોવા મળી છે.અમેરિકા ખાતે ફાર્માની નિકાસ મૂલ્યની દ્રષ્ટિએગત નાણાં વર્ષમાં ૧૪.૨૯% વધી ૮.૯૫ અબજ ડોલર રહી છે. આ ઉપરાંત દેશમાંથી ફાર્માની નિકાસ મુખ્યત્વે યુકે,બ્રાઝિલ,ફ્રાન્સ તથા દક્ષિણ આફ્રિકામાં થાય છે. એપ્રિલથી ઊંચા ટેરિફ લાગુ થઈ જશે તેવી ચિંતા વચ્ચે અમેરિકાના ખરીદદારો દ્વારા મોટા ઓર્ડરો અપાવાનું શરૂ થઈ ગયું હતું.

    નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ભારત ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ત્રીજું સૌથી મોટું નિકાસ ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું…!!

    નાણાકીય વર્ષ ૨૦૨૫માં રૂ.૩.૨૭ લાખ કરોડનીનિકાસ સાથે ઇલેક્ટ્રોનિક્સ ત્રીજું સૌથી મોટું નિકાસ ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું છે. ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર જે ૨૦૨૩-૨૪માં નિકાસની દ્રષ્ટિએ પાંચમા ક્રમે હતું તે હવે દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ (રૂ.૨.૫૭ લાખ કરોડ) અને રત્નો – ઝવેરાત (રૂ.૨.૫૨ લાખ કરોડ) ને પાછળ છોડીને પેટ્રોલિયમ ઉત્પાદનો (રૂ.૫.૩૪ લાખ કરોડ) અને એન્જિનિયરિંગ (રૂ.૯.૮૬ લાખ કરોડ) પછી ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. ગયા વર્ષના રૂ.૨.૪૧ લાખ કરોડની સરખામણીમાં આ ૩૬%નો વધારો સૂચવે છે.

    પ્રથમ નંબરે પેટ્રોલિયમ ક્ષેત્ર અને બીજો નંબરે એન્જિનિયરિંગ ક્ષેત્રની નિકાસ રહી હતી.વર્ષ ૨૦૧૯-૨૦ માં જ્યારે પીએલઆઈ યોજનાની જાહેરાત કરવામાં આવી ત્યારે ઇલેક્ટ્રોનિક્સ નિકાસ સાતમા ક્રમે હતી. ત્રીજા સ્થાનની રેસમાં રહેલું ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર,ટોચના ૧૦માં ભારતનું સૌથી ઝડપથી વિકસતું નિકાસ ક્ષેત્ર બની ગયું છે.  ઇલેક્ટ્રોનિક્સમાં સૌથી મોટો વધારો મોબાઇલ ફોન નિકાસ દ્વારા થયો હતો, જે નાણાકીય વર્ષ ૨૦૨૫માં બે ટ્રિલિયન ડોલરથી વધુ હોવાનો અંદાજ હતો, જે આ અસાધારણ વૃદ્ધિમાં ૬૧%નું યોગદાન આપે છે. ૮૫% વૃદ્ધિ મોબાઇલ ઉપકરણોની નિકાસમાંથી થઈ છે. મોબાઇલ નિકાસમાં એપલના આઇફોને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેમાં આઇફોનની નિકાસ રૂ.૧.૫ લાખ કરોડની હતી, જે નાણાકીય વર્ષ ૨૦૨૫ માં કુલ ઇલેક્ટ્રોનિક્સ નિકાસના ૪૫.૮% હતી. છેલ્લા દાયકામાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં પાંચ ગણો વધારો થયો છે અને આ સમયગાળા દરમિયાન નિકાસ છ ગણી વધી છે.

    વૈશ્વિક મંદીથી સ્થાનિક સ્તરે વિકાસ તથા નિકાસ કામગીરી પર અસર થવાની સંભાવના…!!

    અન્ય દેશોની સરખામણીએ ભારતને ટેરિફમાં કેટલાક લાભ જોવાઈ રહ્યા છે છતાં ટેરિફને કારણે આવનારી વૈશ્વિક મંદીથી સ્થાનિક સ્થળે વિકાસ તથા નિકાસ કામગીરી પર અસર પડવાની સંભાવના રહેલી હોવાનું બુલેટિનમાં નોંધવામાં આવ્યું છે.અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને કારણે ભારતની નિકાસમાં ઘટાડો થશે અને ઘરેલુ માંગ ધીમી પડશે જેને પરિણામે દેશના એકંદર વિકાસ પર અસર પડશે એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ના બુલેટિનમાં જણાવાયું છે. અમેરિકા દ્વારા માલસામાનની આયાત પર ટેરિફમાં કરાયેલા વધારા સામે રિઝર્વ બેન્કે ચિંતાવ્યકત કરી હતી અને જણાવ્યું હતું કે,આ ટેરિફને કારણે ભારતની બહારી માંગ પર પણ અસર થશે. અમેરિકા દ્વારા ટેરિફની જાહેરાત બાદ,કોમોડિટીના વૈશ્વિક ભાવ અસ્થિર બની ગયા છે. ઊર્જા તથા મેટલ્સના ભાવ ઘટી ગયા છે અને સોનાના ભાવમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે.પરિણામે ભારતમાં ફુગાવાનું આઉટલુક અનિશ્ચિત બની ગયું છે અન્યથા ખાધ્ય પદાર્થોની કિંમતમાં તાજેતરના દિવસોમાં અપેક્ષા કરતા વધુ ઘટાડો જોવા મળ્યો છે.જો કે પૂરવઠા સાંકળની નવરચના, વૈવિધ્યસભર એફડીઆઈ સ્રોતો તથા સ્થિતિસ્થાપકતા શોધતા વૈશ્વિક રોકાણકારો સાથે સંપર્કને કારણે ભારતને લાભ થવાની શકયતા છે. સેવા ક્ષેત્રની નિકાસમાં મજબૂતાઈ તથા રેમિટેન્સના ઈન્ફલો દેશના કરન્ટ એકાઉન્ટ માટે જરૂરી બળ પૂરૂં પાડી રહ્યા છે.

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

    Indian Stock Market Movement recorded stock-specific
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026
    રાષ્ટ્રીય

    બ્રેન્ટ ક્રૂડ 120 ડોલર, રૂપિયો 95.18ના તળીયે: Inflation વધવાના ભણકારા

    April 30, 2026
    વ્યાપાર

    બેંકોએ Loanની તમામ શરતો સ્પષ્ટપણે જણાવવી પડશે: RBI

    April 30, 2026
    રાષ્ટ્રીય

    Private Bankમાં Branches વધી પણ… કર્મચારીઓ ઘટી ગયા ?

    April 30, 2026
    વ્યાપાર

    સરકાર ટૂંક સમયમાં Gold Monetization Scheme ફરીથી લાવી શકે છે

    April 30, 2026
    રાષ્ટ્રીય

    Indiaમાં માર્ચમાં Credit Card દ્વારા થતો ખર્ચ 24% વધ્યો: 2,194 અબજ સુધી પહોંચ્યો

    April 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026

    01 મે નું રાશિફળ

    April 30, 2026

    Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો

    April 30, 2026

    America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો

    April 30, 2026

    Krishna Abhishek ના પુત્રો પહેલી વાર તેમની કાકી સુનિતાને મળ્યા

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026

    01 મે નું રાશિફળ

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.