Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: ખંભાળિયામાં ટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ માટે રૂ.૨૧૨૦ની લાંચ લેતા બે ઝડપાયા

    October 1, 2026

    Jamnagarમાં એક એડવોકેટ સામે મહિલા અને ૧૩ વર્ષની સગીરાની છેડતીની ફરિયાદ

    October 1, 2026

    Jamnagar: કાલાવડમાં જમીનના સોદાના નામે રૂ.૨.૫૩ કરોડની ઉઘરાણીનો આક્ષેપ

    October 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: ખંભાળિયામાં ટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ માટે રૂ.૨૧૨૦ની લાંચ લેતા બે ઝડપાયા
    • Jamnagarમાં એક એડવોકેટ સામે મહિલા અને ૧૩ વર્ષની સગીરાની છેડતીની ફરિયાદ
    • Jamnagar: કાલાવડમાં જમીનના સોદાના નામે રૂ.૨.૫૩ કરોડની ઉઘરાણીનો આક્ષેપ
    • Jamnagarમાં પાન લેવા ગયેલા કોલેજીયન યુવાનને ચાર શખ્સોએ માર માર્યો
    • Rajkot ડિવિઝનમાં સ્વચ્છતા હી સેવા-સ્વચ્છતા પખવાડા ૨૦૨૬ અંતર્ગત ‘‘એક દિવસ, એક કલાક, એક સાથે’’ સામૂહિક શ્રમદાન
    • Morbiના ભલગામ નજીક રોડ ક્રોસ કરતા પૌઢનું બેફામ દોડતા ડમ્પરની ઠોકરે મોત
    • Wankanerના કેરાળા ગામ નજીકથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
    • Morbi: માળિયાના સુલ્તાનપુર ગામે જૂની અદાવતનો ખાર રાખી બે ભાઈઓ પર ચાર ઇસમોનો હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagar: સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હોબાળો, ઢોકળામાં સિગારેટ, દાળ-ભાતમાં જીવજંતુ હોવાના આક્ષેપ
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હોબાળો, ઢોકળામાં સિગારેટ, દાળ-ભાતમાં જીવજંતુ હોવાના આક્ષેપ

    Vikram RavalBy Vikram RavalAugust 12, 2026Updated:August 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar,તા.૧૨

    ભાવનગરની સમરસ છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થિનીઓએ ભોજન અને હોસ્ટેલની વિવિધ વ્યવસ્થાઓ સામે ગંભીર આક્ષેપો સાથે વિરોધ નોંધાવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ૧૧ ઓગસ્ટના રોજ વિદ્યાર્થિનીઓએ ભોજનની ગુણવત્તા, પીવાના પાણી, સ્વચ્છતા અને સુરક્ષા સહિતના મુદ્દાઓને લઈને રજૂઆત કરી હતી. વિદ્યાર્થિનીઓનો આક્ષેપ છે કે હોસ્ટેલમાં  આપવામાં આવતા ભોજનની ગુણવત્તા લાંબા સમયથી નબળી છે અને ભોજનમાં અવારનવાર વાંધાજનક વસ્તુઓ જોવા મળે છે.

    વિદ્યાર્થિનીઓના જણાવ્યા મુજબ છેલ્લા ૪થી ૫ મહિનાથી ભોજનમાં કીડા-મકોડા, સિગારેટ અને પ્લાસ્ટિક જેવી વસ્તુઓ મળી આવતી હોવાના બનાવો સામે આવ્યા છે. નાસ્તા અને ભોજન માટે ઉપયોગમાં લેવાતી પ્લેટ તથા ગ્લાસ પણ યોગ્ય રીતે સાફ કરવામાં આવતા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થિનીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે ક્યારેક ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદ કરવા છતાં તેમની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ કરવામાં આવતું નથી.

    હોસ્ટેલમાં પીવાના પાણીની ગુણવત્તા અંગે પણ વિદ્યાર્થિનીઓએ ચિંતા વ્યક્ત કરી છે. પાણીમાં લીલ જામતી હોવાના આક્ષેપ સાથે તેના કારણે વિદ્યાર્થિનીઓના સ્વાસ્થ્ય પર અસર થતી હોવાની રજૂઆત કરવામાં આવી છે.

    એક વિદ્યાર્થિનીએ પોતાની સાથીની તબિયત ખરાબ થયા બાદ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હોવાનો દાવો કર્યો હતો અને તબીબી તપાસમાં ટાઈફોઈડ હોવાનું જાણવા મળ્યું હોવાનું જણાવ્યું હતું. જોકે આ દાવાની તબીબી પુષ્ટિ સંબંધિત સત્તાવાર રિપોર્ટના આધારે થવાની બાકી છે.

    માત્ર ભોજન અને પાણી જ નહીં, પરંતુ હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા સામે પણ વિદ્યાર્થિનીઓએ સવાલો ઉઠાવ્યા છે. હોસ્ટેલની બહાર અસામાજિક તત્વો દ્વારા વિદ્યાર્થિનીઓને પરેશાન કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત મેડિકલ ઇમરજન્સી અથવા પરિવારજનોની તબિયત ખરાબ હોય ત્યારે પણ પૂરતી રજા આપવામાં આવતી ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફરિયાદ કરનાર વિદ્યાર્થિનીઓને એડમિશન રદ કરવાની અથવા વાલીઓને બોલાવવાની ધમકી આપવામાં આવતી હોવાના પણ આક્ષેપો થયા છે.

    વિદ્યાર્થિનીઓના વિરોધ બાદ મોડી રાત્રે એસડીએમ, મામલતદાર સહિતના અધિકારીઓ સમરસ હોસ્ટેલ ખાતે પહોંચ્યા હતા. અધિકારીઓએ કિચનની મુલાકાત લઈને ત્યાંની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને વિદ્યાર્થિનીઓની ફરિયાદો પણ સાંભળી હતી.

    અનુસૂચિત જાતિ લોકલ મેનેજમેન્ટના અધ્યક્ષ તથા નાયબ નિયામક એમ.એન. ગામિત પણ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે વિદ્યાર્થિનીઓની રજૂઆતો સાંભળી અને ભોજન તથા અન્ય વ્યવસ્થાઓ અંગેની ફરિયાદોનું યોગ્ય મૂલ્યાંકન કરીને ઝડપથી નિકાલ કરવાની ખાતરી આપી હતી.

    એસડીએમ અક્ષર વ્યાસે જણાવ્યું હતું કે કલેક્ટરની સૂચનાથી અધિકારીઓની ટીમ વિદ્યાર્થિનીઓના પ્રશ્નો સાંભળવા પહોંચી હતી. તંત્રના સ્તરે ઉકેલી શકાય તેવા પ્રશ્નો અંગે વિદ્યાર્થિનીઓને આશ્વાસન આપવામાં આવ્યું છે.જ્યારે નીતિગત અને અન્ય મોટા મુદ્દાઓ અંગે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે, તેમ તેમણે જણાવ્યું હતું. હવે વિદ્યાર્થિનીઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની તંત્ર દ્વારા થતી તપાસમાં હકીકત શું બહાર આવે છે અને હોસ્ટેલની ભોજન, પાણી, સ્વચ્છતા તથા સુરક્ષા વ્યવસ્થામાં કેટલો સુધારો થાય છે તેના પર નજર રહેશે.

    Bhavnagar Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJunagadh: વંથલીમાં મગફળીનો પાક નિષ્ફળ, ખેડૂતો ઊભો પાક સળગાવવા મજબૂર
    Next Article Narmada: આદિવાસી ખેડૂતોનું આંદોલન ઉગ્ર! વરસાદ વચ્ચે પણ સાગબારામાં ૫ મા દિવસે ધરણાં યથાવત
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: ખંભાળિયામાં ટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ માટે રૂ.૨૧૨૦ની લાંચ લેતા બે ઝડપાયા

    October 1, 2026
    જામનગર

    Jamnagarમાં એક એડવોકેટ સામે મહિલા અને ૧૩ વર્ષની સગીરાની છેડતીની ફરિયાદ

    October 1, 2026
    જામનગર

    Jamnagar: કાલાવડમાં જમીનના સોદાના નામે રૂ.૨.૫૩ કરોડની ઉઘરાણીનો આક્ષેપ

    October 1, 2026
    જામનગર

    Jamnagarમાં પાન લેવા ગયેલા કોલેજીયન યુવાનને ચાર શખ્સોએ માર માર્યો

    October 1, 2026
    રાજકોટ

    Rajkot ડિવિઝનમાં સ્વચ્છતા હી સેવા-સ્વચ્છતા પખવાડા ૨૦૨૬ અંતર્ગત ‘‘એક દિવસ, એક કલાક, એક સાથે’’ સામૂહિક શ્રમદાન

    October 1, 2026
    મોરબી

    Morbiના ભલગામ નજીક રોડ ક્રોસ કરતા પૌઢનું બેફામ દોડતા ડમ્પરની ઠોકરે મોત

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,840
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,520
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,230
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-10-2026 20:26
    Categories
    Latest News

    Jamnagar: ખંભાળિયામાં ટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ માટે રૂ.૨૧૨૦ની લાંચ લેતા બે ઝડપાયા

    October 1, 2026

    Jamnagarમાં એક એડવોકેટ સામે મહિલા અને ૧૩ વર્ષની સગીરાની છેડતીની ફરિયાદ

    October 1, 2026

    Jamnagar: કાલાવડમાં જમીનના સોદાના નામે રૂ.૨.૫૩ કરોડની ઉઘરાણીનો આક્ષેપ

    October 1, 2026

    Jamnagarમાં પાન લેવા ગયેલા કોલેજીયન યુવાનને ચાર શખ્સોએ માર માર્યો

    October 1, 2026

    Rajkot ડિવિઝનમાં સ્વચ્છતા હી સેવા-સ્વચ્છતા પખવાડા ૨૦૨૬ અંતર્ગત ‘‘એક દિવસ, એક કલાક, એક સાથે’’ સામૂહિક શ્રમદાન

    October 1, 2026

    Morbiના ભલગામ નજીક રોડ ક્રોસ કરતા પૌઢનું બેફામ દોડતા ડમ્પરની ઠોકરે મોત

    October 1, 2026
    Search
    Main News

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026

    દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

    October 1, 2026

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026

    તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો

    October 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: ખંભાળિયામાં ટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ માટે રૂ.૨૧૨૦ની લાંચ લેતા બે ઝડપાયા

    October 1, 2026

    Jamnagarમાં એક એડવોકેટ સામે મહિલા અને ૧૩ વર્ષની સગીરાની છેડતીની ફરિયાદ

    October 1, 2026

    Jamnagar: કાલાવડમાં જમીનના સોદાના નામે રૂ.૨.૫૩ કરોડની ઉઘરાણીનો આક્ષેપ

    October 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.