Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!
    • Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી
    • Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ
    • Amreli: બોલેરોની અડફેટે રાહદારી પ્રૌઢનું મોત
    • Rajkot નજીક ટ્રક ચાલકને લૂંટી લેનાર જંગલેશ્વરનો શખ્સ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જૂનાગઢ»Junagadh: વંથલીમાં મગફળીનો પાક નિષ્ફળ, ખેડૂતો ઊભો પાક સળગાવવા મજબૂર
    જૂનાગઢ

    Junagadh: વંથલીમાં મગફળીનો પાક નિષ્ફળ, ખેડૂતો ઊભો પાક સળગાવવા મજબૂર

    Vikram RavalBy Vikram RavalAugust 12, 2026Updated:August 14, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh,તા.૧૨

    જૂનાગઢ જિલ્લામાં વરસાદ ખેંચાતા વંથલી પંથકના ખેડૂતોની મુશ્કેલી વધી છે. ચોમાસાની શરૂઆતમાં સારા ઉત્પાદનની આશાએ મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો હવે પાક નિષ્ફળ જતાં ભારે નુકસાનીનો સામનો કરી રહ્યા છે. મગફળીના પાકમાં પીળીયો, સુકારો અને અન્ય રોગોના ઉપદ્રવથી ઊભો મોલ સુકાઈ જતાં કેટલાક ખેડૂતો ખેતરમાં રાપ ફેરવી પાક કાઢી રહ્યા છે, જ્યારે કેટલાક ખેડૂતો પાકને સળગાવવા સુધી મજબૂર બન્યા છે.

    ખેડૂતોના જણાવ્યા મુજબ, મોંઘા બિયારણ, ખાતર અને દવાઓ પાછળ વીઘાદીઠ હજારો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ પાકને બચાવી શકાયો નથી. વારંવાર દવાનો છંટકાવ કરવા છતાં રોગચાળો કાબૂમાં ન આવતા ખેડૂતોની મુશ્કેલી વધી છે.

    વંથલી પંથકમાં ચોમાસાની શરૂઆતમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. ખેડૂતોને દિવાળી આસપાસ મગફળી ઘરમાં આવવાની આશા હતી. જોકે વરસાદ લાંબો સમય ખેંચાઈ જતાં જમીનમાં ભેજની અછત સર્જાઈ અને પાક પર તેની સીધી અસર પડી.ખેડૂતોનું કહેવું છે કે કૂવા અને બોરમાં પણ પૂરતું પાણી ન હોવાથી પાકને જરૂરી પિયત આપી શકાય તેમ નથી. પરિણામે મગફળી પીળી પડીને ધીમે ધીમે સુકાવા લાગી છે.

    લુસાડા ગામ પંથકના ખેડૂત પીડી ડાંગરે જણાવ્યું કે મગફળીના પાકમાં હિરીયા નામના રોગના આક્રમણથી અનેક ખેડૂતોનો પાક બગડી ગયો છે. કેટલાક ખેડૂતોને ઊભો પાક કાઢીને હવે અન્ય પાકનું વાવેતર કરવાની ફરજ પડી છે. તેમના જણાવ્યા મુજબ, ખેડૂતોને વીઘાદીઠ આશરે ૩૦ હજાર ઉત્પાદનની અપેક્ષા હતી, પરંતુ હાલ નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.

    મગફળીના પાક પાછળ વીઘાદીઠ આશરે ૧૦થી ૧૫ હજાર સુધીનો ખર્ચ થઈ ચૂક્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. પીડી ડાંગરે વધુમાં જણાવ્યું કે હવે મગફળીનું વાવેતર કરવાનો સમય નીકળી ગયો હોવાથી ખેડૂતો મગ, તલ, તુવેર અને અડદ જેવા વિકલ્પ પાકો તરફ વળી રહ્યા છે. વરસાદની અછતને કારણે શિયાળુ પાક માટે પણ પાણીની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.લુસાડા ગામના અન્ય ખેડૂત શૈલેષભાઈ ડાંગરે જણાવ્યું કે તેમણે આશરે ૫૦ વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદ ખેંચાતા અને રોગના ઉપદ્રવને કારણે પાક સંપૂર્ણપણે બગડી ગયો છે. તેમના જણાવ્યા મુજબ, આસપાસના અનેક ગામોમાં પણ મગફળી પીળી પડીને સુકાઈ રહી છે.

    માત્ર બિયારણ પાછળ જ વીઘાદીઠ આશરે ૨,૫૦૦થી ૨,૭૦૦નો ખર્ચ થયો હતો. એગ્રો નિષ્ણાતોની સલાહ મુજબ વિવિધ દવાઓનો છંટકાવ કરવા છતાં પાકમાં સુધારો ન થતાં ખેડૂતો નિરાશ થયા છે.તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે કેટલાક ખેડૂતોને બિયારણની ગુણવત્તા અંગે પણ મુશ્કેલી પડી છે. વરસાદની અછત, ખરાબ હવામાન અને રોગના ઉપદ્રવના સંયુક્ત કારણે સમગ્ર પંથકના ખેડૂતો નુકસાનીમાં ધકેલાયા હોવાનો તેમનો દાવો છે. વંથલી પંથકના ખેડૂતો હાલ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. પાક માટે કરવામાં આવેલો ખર્ચ પણ પરત મળવાની સ્થિતિ નથી અને આગામી સિઝન માટે પણ પાણી તથા નાણાંની ચિંતા ઊભી થઈ છે.ખેડૂતોની માગ છે કે સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત ગામોમાં સર્વે કરવામાં આવે. પાક નુકસાનનું યોગ્ય આકલન કરી ખેડૂતોને નિયમ મુજબ વળતર અને સહાય આપવામાં આવે.વરસાદની અછત અને પાકમાં ફેલાયેલા રોગચાળાની સ્થિતિ વચ્ચે હવે સરકારી તંત્ર દ્વારા કેટલો ઝડપી સર્વે કરવામાં આવે છે અને અસરગ્રસ્ત ખેડૂતોને કેટલી સહાય મળે છે તે મહત્વનું બન્યું છે.

    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleDeesa: એશિયાનું પહેલું ડેઝર્ટ ઝૂ બનશે, કરોડોના પ્રોજેક્ટને CZAની મંજૂરી
    Next Article Bhavnagar: સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હોબાળો, ઢોકળામાં સિગારેટ, દાળ-ભાતમાં જીવજંતુ હોવાના આક્ષેપ
    Vikram Raval
    • Website

    Related Posts

    જૂનાગઢ

    Junagadh પોલીસે ૯૬ લાખથી વધુના દારૂ પર ફેરવ્યું બુલડોઝર, તો ડ્રગ્સની હેરાફેરીમાં ફરાર ૨ને પણ દબોચ્યા

    September 26, 2026
    જૂનાગઢ

    Junagadh ACBનું સફળ છટકું: રૂ. ૫.૨૫ લાખની લાંચ લેતો શખ્સ રંગે હાથ ઝડપાયો

    September 23, 2026
    જૂનાગઢ

    Junagadh: ફાર્મ હાઉસમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

    September 18, 2026
    જૂનાગઢ

    Junagadh: વિસાવદર માટે બાયપાસ રોડની કામગીરીના પ્રથમ તબક્કાના કામ માટે ૨૦ કરોડ રૂપિયા મંજૂર

    September 10, 2026
    જૂનાગઢ

    Junagadh: ઉપરકોટમાં દીપડાની દહેશતથી સતત ત્રીજા દિવસે કિલ્લાના દરવાજા બંધ

    September 2, 2026
    જૂનાગઢ

    Junagadh: ગીરના સિંહોનું સંરક્ષણ માત્ર વન વિભાગની નહીં, સૌરાષ્ટ્રની સામૂહિક જવાબદારી વન વિભાગની અપીલ

    August 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,790
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,480
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹214,980
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-10-2026 21:23
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026

    Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી

    October 1, 2026

    Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ

    October 1, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ

    October 1, 2026
    Search
    Main News

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026

    દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

    October 1, 2026

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026

    તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો

    October 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.