Mumbai, તા.૮
‘બિગ બોસ’ ફેમ અર્ચના ગૌતમના મુંબઈ સ્થિત કાફેમાં ચોરી,ઝ્રઝ્ર્ફ ફૂટેજ શેર કરીને જાણ કરવામાં આવી. ‘બિગ બોસ’ ફેમ અર્ચના ગૌતમની માલિકીના મુંબઈ સ્થિત કાફે ‘ઓયે ચુરોસ’ માં ચોરીની ઘટના સામે આવી છે. અર્ચનાએ સોશિયલ મીડિયા પર આ ઘટનાના સીસીટીવી ફૂટેજ શેર કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, સવારે ૫ઃ૦૦ થી ૬ઃ૦૦ વાગ્યાની વચ્ચે એક ચોર કાફેમાં ઘૂસ્યો હતો અને કાઉન્ટર પરથી રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો હતો.‘બિગ બોસ’ ફેમ અર્ચના ગૌતમની માલિકીના મુંબઈ સ્થિત કાફે ‘ઓયે ચુરોસ’ માં ચોરીની ઘટના સામે આવી છે. અર્ચનાએ સોશિયલ મીડિયા પર આ ઘટનાના સીસીટીવી ફૂટેજ શેર કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, સવારે ૫ઃ૦૦ થી ૬ઃ૦૦ વાગ્યાની વચ્ચે એક ચોર કાફેમાં ઘૂસ્યો હતો અને કાઉન્ટર પરથી રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો હતો. અર્ચનાએ જણાવ્યું હતું કે આ અંગે એફઆઈઆર નોંધવામાં આવી છે અને તેમણે મુંબઈ પોલીસને આરોપી સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.
અર્ચના ગૌતમે સોશિયલ મીડિયા પર એક ઝ્રઝ્ર્ફ વીડિયો શેર કર્યો અને લોકોને સતર્ક રહેવાની અપીલ કરી. તેમણે જણાવ્યું હતું કે તેઓ આ વીડિયો એટલા માટે શેર કરી રહ્યા છે જેથી લોકો તેમના ઘર અને વ્યવસાયની સુરક્ષા બાબતે સાવધ રહે.અર્ચનાના જણાવ્યા અનુસાર, તેમણે સખત મહેનત અને પોતાની બચતથી આ કેફે શરૂ કર્યું હતું. તેમનો દાવો છે કે એક ચોર કેફેમાં ઘૂસી આવ્યો હતો અને કેશ કાઉન્ટરમાં રાખેલી તમામ રકમ લઈને ભાગી ગયો હતો. આ ઘટના બાદ તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.અર્ચનાએ મુંબઈ પોલીસને અપીલ કરી છે કે તેઓ ઝ્રઝ્ર્ફ ફૂટેજના આધારે આરોપીની ઝડપથી ઓળખ કરે અને તેની સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરે. તેમણે જણાવ્યું હતું કે તેઓ હંમેશા મુંબઈને સુરક્ષિત શહેર માનતા આવ્યા છે, પરંતુ આ ઘટનાથી તેઓ ખૂબ જ વ્યથિત છે.અર્ચના ગૌતમનું કાફે મુંબઈના અંધેરી વેસ્ટમાં આવેલા વર્સોવા મેટ્રો સ્ટેશન નજીક આવેલું છે. તેમણે ઓક્ટોબર ૨૦૨૫માં ‘ઓયે ચુરોસ’ સાથે ફૂડ બિઝનેસમાં પ્રવેશ કર્યો હતો. આ કાફે સત્તાવાર રીતે ૯ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ શરૂ થયું હતું.અર્ચના ગૌતમ ‘બિગ બોસ ૧૬’માં જોવા મળી છે. આ ઉપરાંત, તેમણે ‘ખતરોં કે ખિલાડી ૧૩’, ‘સેલિબ્રિટી માસ્ટરશેફ ઈન્ડિયા’ અને અન્ય રિયાલિટી શોમાં પણ ભાગ લીધો છે.કાફેમાં ચોરીની બાબતે કાઉન્ટર પરથી રોકડ રકમ ગાયબ અને ઝ્રઝ્ર્ફમાં શંકાસ્પદ વ્યક્તિ કેદ અર્ચના ગૌતમે વીડિયો શેર કરીને મુંબઈ પોલીસને ત્વરિત કાર્યવાહી કરવા અપીલ કરી.

