Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘Yogi Adityanath જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત

    April 23, 2026

    ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર

    April 23, 2026

    પંત અને પૂરન પર રૂ.50 કરોડ ખર્ચ્યા પણ આપી માત્ર એક જીત,નિરાશાજનક દેખાવ પર Simon Dooley નો પ્રહાર

    April 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘Yogi Adityanath જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત
    • ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર
    • પંત અને પૂરન પર રૂ.50 કરોડ ખર્ચ્યા પણ આપી માત્ર એક જીત,નિરાશાજનક દેખાવ પર Simon Dooley નો પ્રહાર
    • ભારે મતદાન વચ્ચે West Bengal માં અનેક સ્થળોએ હિંસા : દેશી બોમ્બ ફેંકાયા
    • Hormuz Crisis : યુદ્ધ પુરૂ થાય તો પણ છ મહિના સુધી ખતરો દુર નહીં થાય
    • આગામી ફૂટબોલ વર્લ્ડ કપમાંથી ઈરાનને પડતું મૂકી ઇટાલીને સ્થાન આપો
    • અમેરિકાની બેન્કોના ખાતેદારોએ હવે સિટીઝનશિપનું પ્રુફ આપવું પડશે
    • ઈરાન યુદ્ધ કટોકટીના કારણે New LPG કનેકશન આપવાનું બંધ કરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Indian stock market માં નફારૂપી વેચવાલી રહેશે…!!!
    વ્યાપાર

    Indian stock market માં નફારૂપી વેચવાલી રહેશે…!!!

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 15, 2025Updated:March 15, 2025No Comments13 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

    ગત સપ્તાહે  અમેરિકામાં ફુગાવાનો આંક ઘટીને આવતાં અને ટ્રમ્પ એક તરફ વિશ્વને વેપાર યુદ્વમાં ઝઝુંમતું રાખીને કેનેડાથી થતી મેટલની આયાત પર બમણી ૫૦% ટેરિફ લાદીને આક્રમકતા બતાવ્યા સામે બીજી તરફ યુક્રેન મામલે યુદ્વ વિરામ કરાવવા ઝેલેન્સ્કીને મનાવી લેવામાં સફળ થયા હોઈ જીઓપોલિટીકલ ટેન્શન હળવું થવાના પોઝિટીવ સંકેત છતાં અનિશ્ચિતતાના દોર વચ્ચે ભારતીય શેર બજારોમાં સાવચેતીનો મૂડ રહ્યો હતો. ભારત પર ટેરિફમાં ધરખમ ઘટાડો કરવાના અમેરિકાના દબાણ વચ્ચે ઈઓન મસ્કની સ્ટારલિન્ક સેટેલાઈટ ઈન્ટરનેટ ક્ષેત્રે ભારતી એરટેલ સાથે સહયોગ સાધવા સફળ રહ્યા બાદ હવે રિલાયન્સ જિયો સાથે પણ કોલોબ્રેશનની તૈયારીના અહેવાલ વચ્ચે પસંદગીના શેરોમાં ઘટાડે આકર્ષણ રહ્યું હતું. મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણકારોનું રોકાણ ઝડપી ઘટવા લાગતાં ફંડ પ્રવાહ સૂકાઈ જવાના સંકેત વચ્ચે ફંડો, મહારથીઓએ સ્મોલ, મિડ કેપ શેરોમાં નવા ગાબડાં પાડી રોકાણકારોને ભયભીત કરી મૂક્યા હતા. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં નાસ્દાક પાછળ ઘટાડો જોવા મળ્યો હતો.

    અમેરિકામાં મંદીના ભણકારા વચ્ચે એશિયાના બજારોમાં વ્યાપક વેચવાલી ઉપરાંત ઘરઆંગણે ઈન્ડસઈન્ડ બેન્ક પ્રકરણને પરિણામે ભારતીય શેરબજારોના મુખ્ય ઈન્ડાઈસિસ લગભગ સ્થિર બંધ રહ્યા હતા. ઈન્ડસઈન્ડ બેન્ક પ્રકરણને પગલે રોકાણકારોનું માનસ ખરડાતા બેન્કિંગ શેરોમાં ભારે ધોવાણ જોવા મળ્યું હતું. ટેરિફ પોલિસીને લઈને અમેરિકા મંદીમાં ધકેલાઈ જશે કે કેમ તેવા પત્રકારોના સવાલ સામે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કંઈપણ સ્પષ્ટ ઉત્તર નહીં અપાતા રોકાણકારોમાં વૈશ્વિક આર્થિક સ્થિરતાને લઈને ચિંતા ફેલાઈ ગઈ છે. અમેરિકામાં ટેરિફ તથા સરકારી ખર્ચમાં કાપથી તેના અર્થતંત્રના વિકાસ પર અસર પડવાની સંભાવના ઊભી થઈ છે જેના છાંટા ભારત સહિત વિશ્વના અન્ય દેશો પર પડવાની શકયતાએ વૈશ્વિક શેરબજારો પર તેની અસર જોવા મળી રહી છે.

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    દેશમાં રિટેલ મોંઘવારીમાં રાહત મળી છે. ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી ૪% થી ઘટી ૩.૬૧% થઈ છે. શાકભાજી અને ફળોના ભાવમાં ઘટાડાના કારણે રિટેલ મોંઘવારીનો દર ઘટ્યો હોવાનું કેન્દ્ર સરકાર દ્વારા જારી સત્તાવાર આંકડાઓ પરથી જાણવા મળ્યું છે. આ ઘટાડા સાથે ચાલુ નાણાકીય વર્ષમાં ત્રીજી વખત રિટેલ ફુગાવો ૪%થી ઘટ્યો છે. ફુગાવાના આંકડા અર્થશાસ્ત્રીઓના અંદાજ ૩.૮% કરતાં પણ ઘટ્યા છે.

    રિટેલ ફુગાવો ફેબ્રુઆરી, ૨૦૨૫ માં ૩.૬૧% સાથે સાત માસના તળિયે પહોંચ્યો છે.ત્યારબાદ સતત ૪ થી ૬% ની રેન્જમાં રહ્યો હતો. ગતમહિને જાન્યુઆરીમાં રિટેલ ફુગાવો ૪.૩૧% રહ્યો હતો. શાકભાજી, ફળો, પ્રોટીનયુક્ત પદાર્થોના ભાવમાં ઘટાડાના પગલે રિટેલ મોંઘવારી ઘટી છે. આરબીઆઇને રિટેલ ફુગાવો ૪% ના દરે જાળવી રાખવાની જવાબદારી સોંપાઈ હતી. જે સફળતાપૂર્વક નિભાવવામાં આવી છે. લગભગ છેલ્લા એક વર્ષથી ફુગાવો આ દરે જળવાઈ રહ્યો છે. જેથી આરબીઆઇ નવ માર્ચે યોજાનારી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરોમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. અગાઉ ગત મહિને આરબીઆઇએ રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. તે પહેલાં આરબીઆઇએ ૨૦૨૨ થી ફેબ્રુઆરી, ૨૦૨૩ સુધી વ્યાજના દરો ૨.૫૦% વધાર્યા હતા.

    દેશની ઔદ્યોગિક ગતિવિધિઓ જાન્યુઆરી, ૨૦૨૫ માં વાર્ષિક ધોરણે ૫% વધી છે. જેમાં માઈનિંગ ઉત્પાદન ૪.૪%, મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ ૫.૫% અને વીજ ઉત્પાદન ૨.૪% વધ્યું છે. શાકભાજી, ફળો, કઠોળ, ડેરી પ્રોડક્‌ટ્‌સના ભાવમાં ઘટાડો નોંધાતા ખાદ્ય ચીજોનો ફુગાવો ફેબ્રુઆરીમાં ઘટી ૩.૭૫% થયો છે.

    મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થાનિક

    તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…

    સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૩૪૮૬.૦૨ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૦૧૭૪.૮૬ કરોડની ખરીદી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૦૮૫૭.૩૦ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૦૭,૨૫૪.૬૮ કરોડની ખરીદી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૪૪૮૩.૮૬ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૪૧૯૪.૭૩ કરોડની ખરીદી,જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૮૬૫૯૧.૮૦ કરોડની ખરીદી,ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૬૪૮૫૩.૧૯ કરોડની ખરીદી,તેમજ ૧૨ માર્ચ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૨૪૭૨૬.૫૪ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

    જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૪૦૭.૮૩ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૩૯.૨૬ કરોડની વેચવાલી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૨૬૧૧.૭૯ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૧૪,૪૪૫.૮૯ કરોડની વેચવાલી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૫૯૭૪.૧૨ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૬૯૮૨.૪૮ કરોડની વેચવાલી,જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૮૭૩૭૪.૬૬ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૫૮૯૮૮.૦૮ કરોડની વેચવાલી,તેમજ ૧૨ માર્ચ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૨૦૪૩૮.૩૫ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

    બજારની ભાવિ દિશા…

    અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્‌પની અસ્થિર વેપાર નીતિ ફુગાવો વધારશે અને વૃદ્ધિ ધીમી કરશે તેવી દહેશત પાછળ અમેરિકન શેરબજારમાં કામકાજના પ્રારંભીક તબક્કામાં સતત ત્રીજા દિવસે પીછેહઠ થઇ હતી.  ડોનાલ્ડ ટ્રમ્પના સ્ટીલ અને એલ્યુમિનિયમ ટેરિફ બુધવારથી અમલમાં આવ્યા હતા, અને કેનેડાએ કહ્યું હતું કે તે ૨૦ બિલિયન ડોલરથી વધુ મૂલ્યના યુએસ માલ પર ૨૫% પ્રતિશોધાત્મક ટેરિફ લાદશે. આમ વેપાર મોરચે વધતા તણાવથી અમેરિકામાં મંદી શરૂ થઈ શકે છે તેવો ભય હોવાથી શેરબજાર દબાણ હેઠળ છે.  બજારમાં એવી ચિંતા છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અસ્થિર વેપાર નીતિ ફુગાવો વધારશે અને વૃદ્ધિ ધીમી કરશે, જે સ્ટેગફ્લેશન તરીકે ઓળખાય છે.

    આગામી નાણાકીય વર્ષ (૨૦૨૫-૨૬)માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્‌ટ ગ્રોથ ૬.૫% થી વધુ રહેવાનો અંદાજ મૂડીઝ રેટિંગ્સે આપ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા ૬.૩%ના દરે વધવાનો અંદાજ છે. મૂડીઝે બુધવારે જણાવ્યું હતું કે, સરકારી મૂડી ખર્ચમાં વધારો, કરવેરા અને વ્યાજદરમાં ઘટાડાથી વપરાશમાં વધારો થશે, પરિણામે આગામી નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર વધુ ઝડપી ગતિએ વૃદ્ધિ પામશે. નાણા મંત્રાલયની આર્થિક સમીક્ષામાં, આગામી નાણાકીય વર્ષ માટે જીડીપી ગ્રોથ ૬.૩ – ૬.૮ % રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. સત્તાવાર અનુમાન મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ ૬.૫% રહેશે. દેશનો રિઅલ જીડીપી ગ્રોથ જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૪ ત્રિમાસિકમાં ઘટી ૫.૬% થયો હતો, જે આગામી ત્રિમાસિકમાં વધીને ૬.૨% થયો હતો. મૂડીઝને અપેક્ષા છે કે ભારતનો સરેરાશ ફુગાવો  ગયા વર્ષના ૪.૮% થી ઘટીને નાણાકીય વર્ષ ૨૦૨૫ – ૨૬માં ૪.૫% થશે.

    ભારતીય શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. નાના રોકાણકારોથી લઈને તમામ મોટા રોકાણકારોના પોર્ટફોલિયોમાં ભારે જોવા મળી છે. છ મહિનાથી ઓછા સમયમાં જ ભારતીય શેરબજારનું આખું ચિત્ર બદલાઈ ગયું છે. સપ્ટેમ્બરના અંતમાં સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચેલા સૂચકાંકો સતત ઘટી રહ્યાં છે.ઉપરાંત યુએસ ડોલરની મજબૂત માંગને કારણે કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ૧.૯૭%નો તીવ્ર ઘટાડો થયો છે. વ્યાપક ભૂરાજકીય અનિશ્ચિતતા વચ્ચે યુએસ રોજગાર ડેટામાં ધીમી રોજગાર વૃદ્ધિ અને ચીનમાં ડિફ્લેશનની ચિંતાઓ વચ્ચે એપ્રિલ માસમાં ઊંચી આયાત જકાતને કારણે ભારત પર અમેરિકાના પ્રતિશોધાત્મક જકાતનું જોખમ વધારે છે, જેના કારણે રૂપિયામાં ઘટાડાનું જોખમ વધ્યું છે, ત્યારે અગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

    બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!

    ફયુચર રોકાણ

    (૧) ACCલિમિટેડ (૧૮૫૫) : ટેકનિકલ ચાર્ટ મુજબ  આ ફયુચર સ્ટોક રૂા.૧૮૦૮  ના સપોર્ટથી ખરીદવાલાયક…!!  સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડકટસ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૧૮૮૩ થી રૂા.૧૯૦૦  નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (ર) HDFC બેન્ક (૧૭૦૭) : આ સ્ટોક રૂા.૧૬૮૦ નો પ્રથમ અને રૂા.૧૬૬૩ નો બીજો  અતિ  મહત્વનો સપોર્ટ ધરાવે છે…!! ફયુચર ટ્રેંડિગ સંદર્ભે ફંડામેન્ટલ આ સ્ટોક રૂા.૧૭૩૩  થી રૂા.૧૭૪૦  સુધીની તેજી તરફ રૂખ નોંધાવશે…!!

    (૩) ઇન્ફોસીસ લિમિટેડ (૧૫૮૧) :  ૪૦૦ શેરનું  ફયુચર ધરાવતો આ સ્ટોક રૂા.૧૫૪૭ પ્રથમ તેમજ રૂા.૧૫૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!!  કમ્પ્યુટર્સ-સોફટવેર એન્ડ કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળ ટ્રેડિંગલક્ષી રૂા.૧૫૯૭ થી રૂા.૧૬૦૬ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા છે…!!

    (૪)કોટક મહિન્દ્ર બેન્ક (૧૯૬૩) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૨૦૦૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૨૦૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૯૬૦ થી રૂા.૧૯૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૨૦૩૩ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

    (પ)ભારતી એરટેલ (૧૬૩૪) : રૂા.૧૬૭૭ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતા આ સ્ટોક રૂા.૧૬૯૯ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! ટૂંકાગાળે રૂા.૧૬૦૬ થી રૂા.૧૫૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૭૦૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    (૬) ટાટા કોમ્યુનિકેશન્સ (૧૫૦૭) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા. ૧૫૪૪ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૧૫૫૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૪૮૪  થી રૂા.૧૪૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૫૬૦  ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

    હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ

    (૧)પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (૩૮૪) : અ/ઝ+૧ ગુ્રપની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૩૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા.૩૫૩ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા.૩૯૭ થી રૂા.૪૦૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! રૂા.૪૧૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    (૨)રેલ વિકાસ નિગમ (૩૧૬) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૩૦૩ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ..!! રૂા.૨૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂા.૩૩૪ થી રૂા.૩૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (૩)રેપ્કો હોમ ફાઇનાન્સ (૩૦૩) : રૂા.૨૯૩ નો પ્રથમ તેમજ રૂા.૨૮૪ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેંડિગલક્ષી આ સ્ટોક રૂા.૩૨૩ થી રૂા.૩૩૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!

    (૪)રેલટેલ કોર્પોરેશન (૨૭૭) : અધર ટેલિકોમ સર્વિસ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે માટે ટ્રેંડિગલક્ષી રૂા.૨૯૩ થી રૂા.૩૦૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૨૬૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    (૫)પેટ્રોનેટ એલએનજી (૨૭૦) : રૂા.૨૫૪ નો પ્રથમ તેમજ રૂા.૨૪૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી કઙૠ/ઈગૠ/ઙગૠ/કગૠ સપ્લાય સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૨૮૮ થી રૂા.૨૯૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૬)ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ (૨૭૩) : સ્થાનિક ફંડોની લેવાલીની શકયતાએ આ સ્ટોકમાં રૂા.૨૬૦ આસપાસના સપોર્ટથી  ડિલેવરીબેઇઝ રોકાણ રૂા.૨૮૮ થી રૂા.૨૯૪ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

    (૭)જીઇ પાવર ઇન્ડિયા (૨૨૭) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા.૨૧૩ નો સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂા.૨૪૪ થી રૂા.૨૫૦ ના સંભવિત ભાવની શકયતા છે…!!

    (૮)રાઇટ્‌સ લિમિટેડ (૨૦૨) : ટેકનિકલ ચાર્ટ મુજબ સિવિલ કન્સ્ટ્રકશન સેકટરનો આ સ્ટોક રૂા.૧૮૮આસપાસ રોકાણકારે રૂા.૨૧૮ થી રૂા.૨૨૭ ના ટાર્ગેટ ભાવની શકયતાએ તબકકાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂા.૧૭૪ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો

    (૧)બેન્ક ઓફ ઇન્ડિયા (૯૦) : પબ્લીક બેન્ક સેકટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂા.૯૭ થી રૂા.૧૧૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૮૩ ના સ્ટોપલોસે ધ્યાનમાં લેવો…!!

    (૨) NHPC લિમિટેડ (૭૩) : ડિલેવરીબેઇઝ રોકાણકારે  પાવર જનરેશન સેકટરના આ સ્ટોકને રૂા.૬૭ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેંડિગ સંદર્ભે રૂા.૭૯ થી રૂા.૮૫ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે..!!

    (૩) PNB ગિલ્ટ્‌સ (૭૦) :  ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા.૬૩ નો પ્રથમ તેમજ રૂા.૫૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! ઇન્વે-સ્ટમેન્ટ કંપની સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૮૩ થી રૂા.૯૯ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૪) IDBI બેન્ક (૬૮) : રૂા.૬૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક  મધ્યમગાળે રૂા.૭૪ થી રૂા.૭૯  નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૮૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    NDFમાર્કેટમાં યુએસ ડોલરની મજબૂત માંગને કારણે ડોલર

    સામે રૂપિયામાં તીવ્ર ઘટાડો…!!

    નોન-ડિલિવરેબલ ફોરવર્ડ માર્કેટમાં યુએસ ડોલરની મજબૂત માંગને કારણે ડોલર સામે રૂપિયામાં તીવ્ર ઘટાડો થયો. ગયા સોમવારે રૂપિયો ૦.૫૨% નબળો પડયો હતો,જે બે અઠવાડિયામાં સૌથી મોટો ઘટાડો હતો. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન રૂપિયામાં ૪.૫%નો ઘટાડો થયો છે. ૨૦૨૫માં ડોલર સામે રુપિયામાં ૧.૯૭%નો ઘટાડો થયો છે. ડિસેમ્બરના અંતમાં સેન્ટ્રલ બેંક પાસે ૬૭.૯ બિલિયન ડોલરની ટૂંકી સ્થિતિ હતી. NDF માર્કેટ ઊંચા ભાવો દર્શાવી રહ્યું હતું અને સારી આર્બિટ્રેજ તકને કારણે ખરીદીમાં રસ વધ્યો હતો,પરંતુ ૮૭.૩૦થી ૮૭.૩૫ની આસપાસ, રિઝર્વ બેંકે સરકારી અને વિદેશી બેંકો દ્વારા પણ હસ્તક્ષેપ કર્યો હતો.વ્યાપક ભૂરાજકીય અનિશ્ચિતતા વચ્ચે યુએસ રોજગાર ડેટામાં ધીમી રોજગાર વૃદ્ધિ અને બેરોજગારી વધી હોવાથી ડોલર ઇન્ડેક્સ ૦.૧૩% ઘટયો છે. ચીનમાં ડિફ્લેશનની ચિંતાઓ વચ્ચે યુઆનનો ઘટાડો અન્ય એશિયન ચલણો પર પણ દબાણ લાવે છે. એપ્રિલમાં ઊંચી આયાત જકાતને કારણે ભારત પર અમેરિકાના પ્રતિશોધાત્મક જકાતનું જોખમ વધારે છે, જેના કારણે રૂપિયામાં ઘટાડાનું જોખમ વધ્યું છે.

    ફેબ્રુઆરી માસમાં કોર્પોરેટ સેક્ટર દ્વારા બોન્ડ થકી એકત્ર કરાયેલી રકમ રૂ.૧ લાખ કરોડને પાર…!!

    પ્રાઇમડેટાબેઝના ડેટા અનુસાર ફેબ્રુઆરીમાં કોર્પોરેટ સેક્ટરે ૧૯૭ બોન્ડ ઇશ્યૂ દ્વારા કેપિટલ બજારોમાંથી રૂ.૧.૦૭ લાખ કરોડ એકત્ર કર્યા હતા, જે જાન્યુઆરીમાં એકત્ર કરાયેલા રૂ.૭૨,૮૧૧ કરોડ કરતા ૪૭% વધુ હતા. ઉંચી યિલ્ડ છતા, કોર્પોરેટ જગત બોન્ડ થકી જ ભંડોળ એકત્ર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હોય છે. ફેબ્રુઆરીમાં કોર્પોરેટ સેક્ટર દ્વારા બોન્ડ થકી એકત્ર કરાયેલી રકમ રૂ.૧ લાખ કરોડને વટાવી ગઈ છે. જાન્યુઆરીમાં કોર્પોરેટનું બોન્ડ ફંડરેસિંગ ભૂ-રાજકીય ઘટનાઓને કારણે ઉદ્દભવેલી બજારની અસ્થિરતાને કારણે પ્રમાણમાં ઓછું રહ્યું હતુ.

    નાણાંકીય વર્ષ ૨૦૨૫માં ફેબ્રુઆરી મહિના સુધીમાં કોર્પોરેટ બોન્ડ દ્વારા રૂ.૯.૬૦ લાખ કરોડ એકત્ર કરવામાં આવ્યા છે અને નાણાકીય વર્ષના અંત સુધીમાં આ આંકડો રૂ.૧૦.૧૯ લાખ કરોડને પાર થવાની ધારણા છે. ફેબ્રુઆરીમાં મુખ્ય બોન્ડ જારી કરનારાઓમાં નાબાર્ડ, સિડબી, પીએફસી, આરઈસી, એનએચબી વગેરેનો સમાવેશ થાય છે. જાન્યુઆરીમાં અનેક એકમોએ બોન્ડ થકી ફંડ એકત્ર કરવાની યોજનાઓ મુલતવી રાખ્યા બાદ અંતે ફેબ્રુઆરીમાં અગાઉના મહિને આંશિકજ સ્વીકારતા અને હવે ફંડની જરૂરિયાત ઉભી થતા ઉંચી યિલ્ડ પર પણ ફોલો-ઓન ઇશ્યુ સાથે ફંડ એકત્ર કરવા બજારમાં પરત ફરવું પડયું હતુ.

    ડેટા દર્શાવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૪માં બોન્ડ દ્વારા એકત્ર કરાયેલ રકમ નાણાકીય વર્ષ ૨૦૨૦ પછીની સૌથી વધુ હતી. ૨૦૨૫ના વર્ષમાં કોર્પોરેટ સેક્ટરનું બોન્ડ થકી ફંડ રેસિંગ ચાર મહિના – જુલાઈ, સપ્ટેમ્બર, ડિસેમ્બર અને ફેબ્રુઆરીમાં ૧-૧ લાખ કરોડને વટાવી ગયું હતુ. ફેબ્રુઆરીમાં વ્યાજ દરમાં ઘટાડો થયો હોવા છતાં કોર્પોરેટ બોન્ડની યિલ્ડમાં વધારો થયો હતો. આ મુખ્યત્વે રાજ્ય સરકારની સિક્યોરિટીઝ સહિત કોર્પોરેટ બોન્ડના વધુ પડતા સપ્લાય અને રોકડ પ્રવાહ એટલે કે સિસ્ટમ લિક્વિડિટીની કડક સ્થિતિને કારણે થયું હતું.એસબીઆઈ ઇકોનોમિક રિસર્ચ રિપોર્ટ અનુસાર સરકારી સિક્યોરિટીઝનો રાજ્ય સરકારની સિક્યોરિટીઝ અને કોર્પોરેટ બોન્ડ વચ્ચેનો તફાવત ૩૦-૩૫ બેસિસ પોઇન્ટથી વધીને ૪૫-૫૦ બેસિસ પોઇન્ટ થયો છે.

    સતત વેચવાલીના કારણે ભારતીય ઇક્વિટી બજાર અને યુએસ ઇક્વિટી બજારનું મૂલ્યાંકન પ્રીમિયમ ઘટયું…!!

    દલાલ સ્ટ્રીટ પર છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલા સતત વેચવાલીના કારણે લાંબા ગાળા પછી ભારતીય ઇક્વિટી બજાર અને યુએસ ઇક્વિટી બજારનું મૂલ્યાંકન પ્રીમિયમ ઘટયું છે. ૨૦૦૯ પછી પહેલી વાર બેન્ચમાર્ક સેન્સેક્સનો પ્રાઇસ ટુ અર્નિંગ (પીઈ) ગુણાંક ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજના અર્નિંગ ગુણાંકથી નીચે આવી ગયો છે.ન્યૂઝ એજન્સીના ડેટા મુજબ,સેન્સેક્સ હાલમાં તેના છેલ્લા ૧૨ મહિનાના પ્રતિ શેર કમાણીના ૨૧.૮ ગણા પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે ગયા વર્ષે માર્ચના અંતમાં તેનો પીઈ મલ્ટિપલ ૨૩.૮ ગણો હતો.તેની સરખામણીમાં, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્ર્રિયલ એવરેજ ૨૨.૪ ગણા પીઈ પર ટ્રેડ થઈ રહ્યો છે, જે ગયા વર્ષના માર્ચમાં ૨૨.૮ ગણા કરતા થોડો ઓછો છે. છેલ્લા ૨૦ વર્ષથી,સેન્સેક્સ ડાઉ જોન્સના સરેરાશ મૂલ્યાંકન કરતાં લગભગ ૨૫%ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે.માર્ચ ૨૦૦૫થી, સેન્સેક્સનો પીઈ ૨૧ ગણો હતો જ્યારે ડાઉ જોન્સનો સરેરાશ પીઈ ગુણાંક ૧૬ ગણો હતો.છેલ્લા ૩ વર્ષમાં આ બેન્ચમાર્ક સૂચકાંકોના મૂલ્યાંકનમાં વિપરીત ગતિવિધિ જોવા મળી છે. વિશ્લેષકો માને છે કે તાજેતરના ક્વાર્ટરમાં ભારતની તુલનામાં યુએસ કંપનીઓની કમાણીમાંઝડપી વૃદ્ધિને કારણે આ શક્ય બન્યું છે અને રોકાણકારો નજીકના ભવિષ્યમાં પણ કમાણીમાં વૃદ્ધિ ચાલુ રહેવાની અપેક્ષા રાખે છે.

    જાણકારોએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર ૨૦૨૪માં, યુએસ કોર્પોરેટ કમાણી વાર્ષિક ધોરણે ૧૬% વધી હતી, જ્યારે ભારતમાં તે માત્ર ૬% વધી હતી. અમેરિકામાં ૨૦૨૫માં પણ વૃદ્ધિની આ ગતિ જળવાઈ રહેવાની ધારણા છે,જ્યારે ભારતમાં મહત્તમ વૃદ્ધિ ૧૧% રહેવાની ધારણા છે. જાણકારોના મતે,વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ આવકમાં ઘટાડાને કારણે ભારતીય બજારમાં તેમની મૂડી ફાળવણી ઘટાડી દીધી અને અમેરિકા,ચીન અને પશ્ચિમ યુરોપ જેવા આકર્ષક બજારો તરફ વળ્યા હતાં. ભારતમાં નબળા કમાણી વૃદ્ધિને કારણે,ભારતીય બજાર માટે ભાવથી કમાણી વૃદ્ધિ ગુણોત્તર યુએસ બજાર કરતા વધારે થઈ ગયો છે, જેના કારણે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા વેચાણ હાથ ધરાયું હતું.

    ફેબ્રુઆરીમાં રિટેલ ફુગાવો ૩.૬૧% સાથે ૭ માસના તળિયે પહોંચ્યો, રિટેલ મોંઘવારીમાં રાહત…!!

    દેશમાં રિટેલ મોંઘવારીમાં રાહત મળી છે. ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી ૪%થી ઘટી ૩.૬૧% થઈ છે. શાકભાજી અને ફળોના ભાવમાં ઘટાડાના કારણે રિટેલ મોંઘવારીનો દર ઘટ્યો હોવાનું કેન્દ્ર સરકાર દ્વારા જારી સત્તાવાર આંકડાઓ પરથી જાણવા મળ્યું છે. આ ઘટાડા સાથે ચાલુ નાણાકીય વર્ષમાં ત્રીજી વખત રિટેલ ફુગાવો ૪%થી ઘટ્યો છે. ફુગાવાના આંકડા અર્થશાસ્ત્રીઓના અંદાજ ૩.૮% કરતાં પણ ઘટ્યા છે. રિટેલ ફુગાવો ફેબ્રુઆરી, ૨૦૨૫માં ૩.૬૧% સાથે સાત માસના તળિયે પહોંચ્યો છે. જે અગાઉ ઑગસ્ટમાં ૩.૬૫% નોંધાયો હતો. ત્યારબાદ સતત ૪થી ૬%ની રેન્જમાં રહ્યો હતો.

    ગતમહિને જાન્યુઆરીમાં રિટેલ ફુગાવો ૪.૩૧% રહ્યો હતો. શાકભાજી, ફળો, પ્રોટીનયુક્ત પદાર્થોના ભાવમાં ઘટાડાના પગલે રિટેલ મોંઘવારી ઘટી છે. આરબીઆઇને રિટેલ ફુગાવો ૪% (+/- ૨%)ના દરે જાળવી રાખવાની જવાબદારી સોંપાઈ હતી. જે સફળતાપૂર્વક નિભાવવા માં આવી છે. લગભગ છેલ્લા એક વર્ષથી ફુગાવો આ દરે જળવાઈ રહ્યો છે. જેથી આરબીઆઇ નવ માર્ચે યોજાનારી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરોમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.  અગાઉ ગત મહિને આરબીઆઇએ રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. તે પહેલાં આરબીઆઇએ ૨૦૨૨થી ફેબ્રુઆરી, ૨૦૨૩ સુધી વ્યાજના દરો ૨.૫૦% વધાર્યા હતા. દેશની ઔદ્યોગિક ગતિવિધિઓ જાન્યુઆરી, ૨૦૨૫માં વાર્ષિક ધોરણે ૫% વધી છે. જે ડિસેમ્બર, ૨૦૨૪માં ૩.૨% હતી. આઈઆઈપી જાન્યુઆરીમાં ૫% સુધી વધ્યો છે. જેમાં માઈનિંગ ઉત્પાદન ૪.૪% મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ ૫.૫% અને વીજ ઉત્પાદન ૨.૪% વધ્યું છે.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

     

     

    Future investment Indian Stock Market Small savings scrip Stock movement
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Anant Ambani એ ખરીદી રૂ. 10 કરોડની `શિવ ઘડિયાળ

    April 23, 2026
    રાષ્ટ્રીય

    Digital Wallet માં રૂા.2 લાખ સુધીની રાખી શકાશે બેલેન્સ : RBI એ જાહેર કર્યો PPI નિયમોનો ડ્રાફટ

    April 23, 2026
    વ્યાપાર

    વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે બજારમાં બેરિશ ટ્રેન્ડ વધુ મજબૂત…!!!

    April 22, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 22, 2026
    રાષ્ટ્રીય

    વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવ અને પડકારો વચ્ચે Indiaનાં પ્લાન-બીથી સી-ફૂડ એક્ષપોર્ટે નવી ઉંચાઈ સર કરી

    April 22, 2026
    વ્યાપાર

    Ceasefire લંબાવાયું છતાં Stock Marketમાં 800 પોઇન્ટનો કડાકો: રૂપિયો વધુ 25 પૈસા તુટયો

    April 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ‘Yogi Adityanath જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત

    April 23, 2026

    ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર

    April 23, 2026

    પંત અને પૂરન પર રૂ.50 કરોડ ખર્ચ્યા પણ આપી માત્ર એક જીત,નિરાશાજનક દેખાવ પર Simon Dooley નો પ્રહાર

    April 23, 2026

    ભારે મતદાન વચ્ચે West Bengal માં અનેક સ્થળોએ હિંસા : દેશી બોમ્બ ફેંકાયા

    April 23, 2026

    Hormuz Crisis : યુદ્ધ પુરૂ થાય તો પણ છ મહિના સુધી ખતરો દુર નહીં થાય

    April 23, 2026

    આગામી ફૂટબોલ વર્લ્ડ કપમાંથી ઈરાનને પડતું મૂકી ઇટાલીને સ્થાન આપો

    April 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘Yogi Adityanath જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત

    April 23, 2026

    ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર

    April 23, 2026

    પંત અને પૂરન પર રૂ.50 કરોડ ખર્ચ્યા પણ આપી માત્ર એક જીત,નિરાશાજનક દેખાવ પર Simon Dooley નો પ્રહાર

    April 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.