ત્રિપલ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામે રહેતા અજયભાઈ લાભુભાઈ કંડોળિયા અને તેની સાથે ઓફિસમાં કામ કરતા જગદીશભાઈ તેમના મોટર સાયકલ પર તથા અન્ય એક મોટર સાયકલમાં આકાશભાઈ ગોહિલ અને દિલીપભાઈ ડાભી ગત રાત્રિના સુમારે ભાવનગરથી પાંચપીપળા ગામે ધામક કામે જવા નીકળ્યા હતા. દરમિયાનમાં બન્ને મોટર સાયકલ ભાવનગર-સોમનાથ નેશનલ હાઈ વે પર આવેલ કોબડી પુલ પર પહાંેચતા સામેથી આવી રહેલ ખુલ્લી બોડીવાળા ટ્રક નં.જીજે.૦૪.એએક્સ. ૯૪૯૪ના ચાલકે પોતાનો ટ્રક પૂરપાટ ઝડપે ચલાવી સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતાં ટ્રક રોડ વચ્ચેનું ડીવાઈડર ઓળંગી બાઈક સાથે ધડાકાભેર અથડાયો હતો. જેના કારણે બે પૈકી એક મોટર સાયકલ પર સવાર અજયભાઈ કંડોળિયાને માથા તથા પગના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જયારે, બાઈકચાલક જગદીશભાઈને ગંભીર ઈજા થતાં તેમને સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયારે, આ અકસ્માત બાદ ટ્રકમાં રાખેલ લોખંડની એન્ગલ ઉડીને સવસ રોડ પર જઈ રહેલા ટ્રેક્ટર ઉપર પડતા ટ્રેકટરના આગળના ભાગે નુકસાન થયું હતું. બનાવ અંગે મૃતક અજયભાઈના ભાઈ વિજયભાઈ લાભુભાઈ કંડોળિયાએ ટ્રકના ચાલક વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી અકસ્માત સર્જી તેમના ભાઈનું મોત નિપજાવ્યાની અને અન્યને ઈજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવી છે.
Trending
- Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
- Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
- Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
- રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
- વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
- 18 જુલાઈનું પંચાંગ
- 18 જુલાઈનું રાશિફળ
- PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું

