Mumbai, તા.૫
શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’નું રોમેન્ટિક ગીત ‘તુ મિલ જાયે’ રિલીઝ થતાં જ લોકપ્રિય બન્યું છે. ૨ નવેમ્બરે શાહરુખના ૬૧મા જન્મદિવસ નિમિત્તે રિલીઝ થયેલા આ ગીતે પ્રથમ ૨૪ કલાકમાં યુટ્યુબ પર ૩.૬૩ કરોડ વ્યુઝ મેળવ્યા છે. વિવિધ પ્લેટફોર્મ પર તેના કુલ વ્યુઝ ૬ કરોડને પાર થયા છે.આ સાથે ‘તુ મિલ જાયે’ ૨૪ કલાકમાં સૌથી વધુ જોવાયેલું ભારતીય ફિલ્મી ગીત બન્યું છે. તેણે શાહરુખની જ ફિલ્મ ‘જવાન’ના ગીત ‘ઝિંદા બંદા’નો ૩.૪૬ કરોડ વ્યુઝનો રેકોર્ડ તોડ્યો છે. આ ઉપરાંત ‘સત્યપ્રેમ કી કથા’ના ‘ગુજ્જુ પટાકા’ (૩.૪૦ કરોડ), ‘આદિપુરુષ’ના ‘જય શ્રી રામ’ (૩.૨૨ કરોડ) અને ‘રામ સિયા રામ’ (૩.૨૧ કરોડ) તેમજ ‘સિકંદર’ના ‘સિકંદર નાચે’ (૩.૧૯ કરોડ)ને પણ પાછળ છોડી દિધાં છે.જોકે, નોન-ફિલ્મી ગીતોમાં બાદશાહનું ‘પાગલ’ ૭.૫ કરોડ વ્યુઝ સાથે આગળ છે. ગુરુ રંધાવાનું ‘નૈન બંગાલી’ ૭.૧૪ કરોડ અને બી પ્રાકનું ‘ફિલહાલ ૨ – મોહબ્બત’ ૫.૧ કરોડ વ્યુઝ સાથે યાદીમાં ટોચ પર છે.‘તુ મિલ જાયે’માં શાહરુખ સાથે દીપિકા પાદુકોણ પણ જોવા મળે છે. અરિજિત સિંહ અને મધુબંતી બાગચીએ ગીતને સ્વર આપ્યો છે. સચિન-જીગરનું સંગીત અને કુમારના શબ્દો ધરાવતા આ ગીતમાં આંતરરાષ્ટ્રીય પોપસ્ટાર એડ શરાન પણ કલાકાર તરીકે જોડાયા છે. ‘ઓમ શાંતિ ઓમ’થી શરૂ થયેલી શાહરુખ-દીપિકાની જોડી ‘ચેન્નાઈ એક્સપ્રેસ’, ‘હેપ્પી ન્યુ યર’, ‘પઠાન’ અને ‘જવાન’માં પણ જોવા મળી હતી.

